Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 1:26 - પવિત્ર બાઇબલ C.L.

26 આ કારણથી ઈશ્વરે તેમને તેમની શરમજનક દુર્વાસના સંતોષવાને ત્યજી દીધા છે. તેમની સ્ત્રીઓ પણ અકુદરતી કુકર્મો દ્વારા તેમની જાતીયતાનો ગેરઉપયોગ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે કારણથી ઈશ્વરે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. કેમ કે તેઓની સ્‍ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક [વ્યવહાર] કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેથી ઈશ્વરે તેઓને શરમજનક વાસના માટે તજી દીધાં, કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક વ્યવહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 લોકોએ એવાં પાપી કાર્યો કર્યા તેથી, દેવે તેમને તરછોડી દીધા અને તેઓની ઈચ્છા મુજબ તેઓને શરમજનક મનોવિકારમાં રાખ્યા. પુરુંષો સાથે સ્વાભાવિક રીતે લગ્ન સબંધ માણવાનું સ્ત્રીઓએ બંધ કર્યુ. તેને બદલે અન્ય સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અસ્વાભાવિક વ્યવહાર કરવા લાગી.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 1:26
14 Iomraidhean Croise  

તેમણે લોતને હાંક મારીને કહ્યું, “આજે રાત્રે તારે ત્યાં આવેલા માણસો કયાં છે? તેમને અમારી પાસે બહાર લાવ કે જેથી અમે તેમની ઝડતી લઈએ.”


તેથી મેં તેમને તેમના દયની હઠ પ્રમાણે જવા દીધા કે તેઓ પોતાની ઇચ્છા અનુસાર વર્તે.


માણસોની આવી મૂર્ખાઈને કારણે ઈશ્વરે તેમને તેમના અંત:કરણની દુર્વાસનાઓને સુપરત કરી દીધા છે. પરિણામે, તેઓ એકબીજાનાં શરીરોને ભ્રષ્ટ કરવા લાગ્યા છે.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,


તેમણે સઘળી શરમ મૂકી દીધી છે; તેઓ લંપટ બની ગયા છે, અને સર્વ પ્રકારનાં અશુદ્ધ કાર્યો નિરંકુશપણે કરે છે.


તેઓ ખાનગીમાં જે કાર્યો કરે છે તેની વાત કરવી પણ શરમજનક છે.


અને ઈશ્વરને નહિ ઓળખનાર વિધર્મીઓની જેમ વિષયવાસનામાં રાચવું જોઈએ નહિ.


વ્યભિચારીઓ, જાતીય વિકૃતિ ધરાવનારાઓ, અપહરણ કરનારાઓ, જૂઠ બોલનારા અને જૂઠી સાક્ષી આપનારા તથા સાચા શિક્ષણની વિરુદ્ધ આચરણ કરનારા માટે છે.


પણ આ લોકો જે બાબતો સમજતા નથી તેની નિંદા કરે છે અને જંગલી પ્રાણીઓની માફક જે બાબતો તેઓ લાગણીથી જાણે છે તે જ બાબતમાં પોતાને ભ્રષ્ટ કરે છે. તેમની કેવી દુર્દશા થશે!


એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.


તેઓ આનંદપ્રમોદમાં હતા એવામાં નગરના કેટલાક દુષ્ટ માણસો આવ્યા, એ ઘરને ઘેરી વળ્યા અને બારણું ખટખટાવા લાગ્યા. તેમણે પેલા વૃદ્ધ માણસને કહ્યું, “તારી સાથે આજે તારા ઘરમાં આવેલા માણસને બહાર કાઢ! અમે તેની સાથે જાતીય સંબંધ કરવા માગીએ છીએ!”


Lean sinn:

Sanasan


Sanasan