Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 1:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે, અને તેમના શુભસંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઈશ્વરના વહાલાં, તથા પવિત્ર [થવા માટે] તેડાયેલાં જેઓ રોમમાં રહે છે, તે સર્વને લખનાર ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. તેને પ્રેરિત [થવા માટે] બોલાવવામાં આવ્યો છે, તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પ્રેરિત થવા સારુ તેડાયેલો અને ઈશ્વરની સુવાર્તા માટે અલગ કરાયેલો ઈસુ ખ્રિસ્તનો સેવક પાઉલ, રોમમાં રહેતા, ઈશ્વરના વહાલા અને પવિત્ર થવા સારુ પસંદ કરાયેલા સર્વ લોકોને લખે છે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું. દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 1:1
73 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો: આરોન અને મોશે. આરોન તથા તેના વંશજોને પવિત્ર સાધનસામગ્રી હંમેશા પોતાને હસ્તક રાખી પ્રભુને ધૂપ ચઢાવવા, તેમની સેવા કરવા તથા તેમને નામે લોકોને આશીર્વાદ આપવા અલગ કરવામાં આવ્યા હતા.


ઓ ટાપુઓ અને દૂર દેશાવરના લોકો, મારું ધ્યનથી સાંભળો. પ્રભુએ મને મારા જન્મ પહેલાં બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી જ પોતાના સેવક તરીકે તેમણે મારી નામજોગ પસંદગી કરી છે.


“ગર્ભસ્થાનમાં મેં તને ઘડયો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો, અને તારો જન્મ થયો તે પહેલાં મેં તને મારે માટે અલગ કર્યો હતો, અને પ્રજાઓના સંદેશવાહક તરીકે તારી નિમણૂક કરી હતી.”


યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા પછી ઈસુ ગાલીલમાં ગયા અને ઈશ્વરના શુભસંદેશનો ઉપદેશ કર્યો.


જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.”


હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે.


મેં જે કહ્યું તે યાદ રાખો: ‘નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.’ જો એ લોકોએ મને દુ:ખ દીધું, તો તેઓ તમને પણ દુ:ખ દેશે. જો તેઓ મારો ઉપદેશ પાળશે તો તેઓ તમારો ઉપદેશ પણ પાળશે.


ત્યારે શાઉલ, જે પાઉલ તરીકે પણ ઓળખાય છે, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જાદુગરની સામે તાકીને કહ્યું,


“હું મારું સેવાકાર્ય સંપૂર્ણ કરું અને પ્રભુ ઈસુએ મને સોંપેલું કાર્ય પૂરું કરું તે માટે હું મારા જીવને પણ વહાલો ગણતો નથી. એ કાર્ય તો ઈશ્વરની કૃપાનો શુભસંદેશ જાહેર કરવાનું છે.


અફસરે તેને પરવાનગી આપી એટલે પાઉલ પગથિયાં પર ઊભો રહ્યો અને લોકોને શાંત રહેવા હાથથી ઇશારો કર્યો. લોકો શાંત પડયા એટલે પાઉલ તેમની સાથે હિબ્રૂ ભાષામાં બોલ્યો:


પ્રભુએ મને કહ્યું, ‘જા, કારણ, હું તને બિનબહૂદીઓ પાસે દૂર દૂર મોકલીશ.”


હું જમીન પર પડી ગયો અને મને ઉદ્દેશીને બોલતી એક વાણી મેં સાંભળી, ‘શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે?’


આગ્રીપાએ પાઉલને કહ્યું, “હવે તારા બચાવ સંબંધી તું બોલી શકે છે.” પાઉલે પોતાના હાથ પ્રસારીને આ પ્રમાણે બચાવ કર્યો:


અમે બધા જમીન પર પડી ગયા, અને મેં હિબ્રૂ ભાષામાં એક વાણી મને આમ કહેતી સાંભળી: ‘શાઉલ, શાઉલ, તું મારી સતાવણી કેમ કરે છે? અણીદાર આર પર લાત મારીને તું પોતાને જ નુક્સાન પહોંચાડે છે.’


કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે,


પ્રભુએ તેને કહ્યું, “તું તારે જા, કારણ, મારી સેવા કરવા માટે અને બિનયહૂદીઓને તથા રાજાઓને તથા ઇઝરાયલી લોકોને મારું નામ પ્રગટ કરવા મેં તેને પસંદ કર્યો છે.


શુભસંદેશ વિષે હું શરમાતો નથી. કારણ, એ તો દરેક વિશ્વાસ કરનારને બચાવનારું ઈશ્વરનું સામર્થ્ય છે - પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.


એમની મારફતે મને પ્રેષિત થવાની કૃપા સાંપડી છે; જેથી ઈશ્વરના મહિમાને અર્થે સર્વ પ્રજાઓ વિશ્વાસ કરીને તેમને આધીન થાય.


જે ઈશ્વરની સેવા હું તેમના પુત્ર સંબંધીનો શુભસંદેશ જાહેર કરીને કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિત્ય મારી પ્રાર્થનામાં તમને યાદ કરું છું.


હવે હું તમ બિનયહૂદીઓની સાથે વાત કરું છું. હું બિનયહૂદીઓમાં પ્રચાર અર્થે મોકલાયેલો છું; તેથી હું મારા સેવાકાર્યમાં ગર્વ લઉં છું.


ઈસુ ખ્રિસ્તના સેવક તરીકે મને બિનયહૂદીઓ મયે ક્મ કરવાનો હક્ક મળેલો છે. ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરીને હું યજ્ઞકારનું ક્મ કરું છું, જેથી પવિત્ર આત્માની મારફતે ખ્રિસ્તી થયેલા બિનયહૂદીઓ ઈશ્વરને માન્ય અર્પણ થાય,


તમારે ત્યાં હું આવીશ, ત્યારે ખ્રિસ્તના શુભસંદેશની આશિષોની ભરપૂરી લાવીશ એવી મને ખાતરી છે.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ.


ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થવાને આમંત્રણ પામેલો હું પાઉલ તથા આપણા ભાઈ સોસ્થેનસ તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને શુભેચ્છા.


શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેષિત થી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? તમે તો પ્રભુને માટે કરેલા મારા કાર્યનું પરિણામ નથી?


ઈશ્વરની ઇચ્છાથી પ્રેષિત તરીકે નિમાયેલો હું પાઉલ, તથા આપણા ભાઈ તિમોથી તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને તથા ગ્રીસમાંના ઈશ્વરના સર્વ લોકોને શુભેચ્છા.


તમારા ખાસ ‘કહેવાતા પ્રેષિતો’ કરતાં હું પોતાને જરાપણ ઊતરતી કક્ષાનો માનતો નથી.


મેં ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કર્યો, ત્યારે મેં તમારી પાસેથી કંઈ વળતર લીધું નહોતું. તેથી તમને મહત્ત્વ આપવાને માટે મેં મારી જાતને નમ્ર કરી, એમાં મેં કંઈ ગુનો કર્યો?


હું મૂર્ખની જેમ વર્તી રહ્યો છું, પણ તમે મને તેમ કરવા ફરજ પાડી છે. તમારે પ્રથમ મારો સ્વીકાર કરવો જોઈએ, કારણ, જો કે હું કંઈ વિસાતમાં ન હોઉં, તોપણ તમારા કહેવાતા ખાસ “પ્રેષિતો” કરતાં હું કોઈ રીતે ઊતરતો નથી.


હવે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાને માટે હું ત્રોઆસમાં આવ્યો, ત્યારે પ્રભુએ ત્યાં કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું હતું તેની મને ખબર પડી.


કારણ, અમે પોતાને નહિ, પણ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે પ્રગટ કરીએ છીએ. અમે તો ખ્રિસ્તને લીધે તમારા સેવકો જ છીએ.


આ પત્ર હું પાઉલ લખાવું છું. મને પ્રેષિત થવાનું આમંત્રણ કોઈ માણસ તરફથી કે માણસ દ્વારા નહિ, પણ ઈસુ ખ્રિસ્ત તથા તેમને સજીવન કરનાર ઈશ્વરપિતા તરફથી મળ્યું છે.


ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થયેલ પાઉલ તરફથી એફેસસમાં રહેતા અને ખ્રિસ્તને વિશ્વાસુ છે એવા ઈશ્વરના લોકને શુભેચ્છા!


તમારા સંબંધમાં પણ એવું જ છે. તમે સાચો સંદેશ, એટલે કે, તમને ઉદ્ધાર પમાડનાર શુભસંદેશ સાંભળ્યો, ત્યારે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો, અને ઈશ્વરે પોતે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા આપીને તેમણે તમારા પર પોતાની માલિકીના હકની મહોર મારી.


તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે.


તે સમયે પ્રભુએ લેવીના વંશજોને પ્રભુના કરારની પેટી ઊંચકવા, પ્રભુની સમક્ષ યજ્ઞકારો તરીકે સેવા બજાવવા અને પ્રભુને નામે આશીર્વચન ઉચ્ચારવા નીમ્યા; અને આજે પણ તેઓ તેમની એ ફરજો બજાવે છે.


ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી.


અને ઈશ્વરપિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે જ પ્રભુ છે.


ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત બનેલો પાઉલ તથા આપણા ભાઈ તિમોથી તરફથી:


ઈશ્વરે મને મંડળીનો સેવક બનાવ્યો છે અને તમારા ભલાને માટે તેમણે મને આ ક્મ સોંપ્યું છે. આ કાર્ય તો તેમનો સંદેશો સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનું છે.


થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.


અમને તમારા પર પ્રેમ હોવાથી તમને માત્ર શુભસંદેશ જણાવવા જ નહિ, પણ તમારે માટે મરવા પણ તૈયાર હતા. તમે અમને કેવા પ્રિય થઈ પડયા છો!


તમને યાદ હશે, કે અમે રાતદિવસ કાર્ય કરવામાં કેવો કઠોર પરિશ્રમ કર્યો; એ માટે કે ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરવામાં અમે તમને ભારરૂપ થઈએ નહિ.


ઈશ્વર આપણા ઉદ્ધારક અને ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે તેમની આજ્ઞાથી ઈસુ ખ્રિસ્તના પ્રેષિત થએલા પાઉલ તરફથી વિશ્વાસમાં મારા સાચા પુત્ર તિમોથીને શુભેચ્છા.


એની જ જાહેરાત કરવા, એનો જ સંદેશો પહોંચાડવા અને બિનયહૂદીઓને વિશ્વાસ અને સત્યનું શિક્ષણ આપવા મને નીમવામાં આવેલો છે. હું સાચું કહું છું અને જૂઠું બોલતો નથી.


ઈશ્વરે શુભસંદેશનો પ્રચાર કરવા માટે મને પ્રેષિત અને શિક્ષક તરીકે નીમ્યો છે.


ઈશ્વરના સેવક અને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ તરફથી શુભેચ્છા. ઈશ્વરના પસંદ કરાયેલા લોકનો વિશ્વાસ વધે તે માટે અને તેમને આપણા ધર્મના સત્યમાં દોરી જવામાં મદદરૂપ થવા માટે મને પસંદ કરીને મોકલવામાં આવ્યો છે.


કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે.


ઈસુ, આપણી જરૂરિયાતો પૂરી કરે તેવા પ્રમુખ યજ્ઞકાર છે. તે પવિત્ર છે; તેમનામાં કોઈ દોષ કે પાપ નથી; તેમને પાપી મનુષ્યોથી અલગ કરવામાં આવેલા છે અને આકાશ કરતાં પણ ઊંચે ચઢાવવામાં આવેલા છે.


ઈશ્વરના અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક તરફથી વિવિધ સ્થળે દુનિયામાં વિખેરાઈ ગયેલાં બારે કુળને શુભેચ્છા.


ન્યાયશાસનનો સમય આવી પહોંચ્યો છે અને ઈશ્વર પ્રથમ પોતાના લોકોનો જ ન્યાય કરશે. જો તેની શરૂઆત આપણાથી થાય તો પછી જેઓ ઈશ્વરના શુભસંદેશ પર વિશ્વાસ કરતા નથી તેમની અંતે કેવી દુર્દશા થશે?


આપણા ઈશ્વરપિતા અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તની ન્યાયયુક્તતાને લીધે અમે ધરાવીએ છીએ તેવો મૂલ્યવાન વિશ્વાસ જેમને આપવામાં આવ્યો છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેષિત સિમોન પિતર તરફથી શુભેચ્છા.


જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેઓ ઈશ્વરપિતાને પ્રિય છે અને જેમને ઈસુ ખ્રિસ્ત માટે સાચવી રાખવામાં આવ્યા છે તેમને ઈસુ ખ્રિસ્તના સેવક અને યાકોબના ભાઈ યહૂદા તરફથી શુભેચ્છા.


ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલી બાબતો વિષે આ પુસ્તક છે. ઈશ્વરે તેમને આ બાબતો પ્રગટ કરી હતી, જેથી જે બનાવો ત્વરાથી બનવાના છે તે ઈશ્વરના સેવકોને જણાવી શકાય. ખ્રિસ્તે પોતાના દૂતને મોકલીને એ બધું પોતાના સેવક યોહાનને જણાવ્યું.


પછી તેમણે મને કહ્યું. “આ કથનો વિશ્વાસપાત્ર અને સત્ય છે. અને સંદેશવાહકોના આત્માઓના પ્રભુ ઈશ્વરે થોડીવારમાં શું થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા પોતાના દૂતને મોકલ્યો છે.”


પણ તેણે મને કહ્યું, “એમ ન કર! હું તારો, તારા સંદેશવાહક ભાઈઓનો, અને આ પુસ્તકનાં ભવિષ્યકથનો પાળનાર સૌનો સાથીસેવક છું. તું માત્ર ઈશ્વરનું ભજન કર!”


Lean sinn:

Sanasan


Sanasan