Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી પાંચમા દૂતે તેનું રણશિંગડું વગાડયું અને પૃથ્વી પર આકાશમાંથી ખરેલા એક તારાને મેં જોયો. પૃથ્વીના ઊંડાણની ચાવી તેને આપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જ્યારે પાંચમા દૂતે વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશમાંથી પૃથ્વી પર પડેલો જોયો, તેને ઊંડાણના ખાડાની ચાવી આપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે પાંચમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી મેં આકાશમાંથી એક તારાને પૃથ્વી પર પડેલો જોયો. તે તારાને અતિ ઊંડા ખાડાની કૂંચી આપવામા આવી હતી. જે નીચે અસીમ ઊંડાઈ તરફ દોરે છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 9:1
20 Iomraidhean Croise  

હે સવારના તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી પડયો છે! ભૂતકાળમાં તેં પ્રજાઓને કચડી નાખી હતી પણ હવે તને જમીન પર પટકવામાં આવ્યો છે.


ઈસુએ તેમને કહ્યું, આકાશમાંથી પડતી વીજળીની માફક મેં શેતાનને પડતો જોયો.


દુષ્ટાત્માઓએ ઈસુને આજીજી કરી કે, તમે અમને ઊંડાણમાં ન મોકલશો.


અથવા ઊંડાણમાં કોણ ઊતરશે (એટલે કે, ખ્રિસ્તને મરેલાંઓમાંથી ઉપર લાવવા માટે)?”


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે.


પણ જ્યારે તેઓ સંદેશ આપવાનું તેમનું કાર્ય પૂરું કરશે, ત્યારે અગાધ ઊંડાણમાંથી નીકળી આવેલું ‘પશુ’ તેમની સાથે યુદ્ધ કરશે, તેમને હરાવશે અને તેમને મારી નાખશે.


તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે.


પછી મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેના હાથમાં અગાધ ઊંડાણની ચાવી અને મોટી સાંકળ હતાં.


પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે.


પવનનાં વાવાઝોડાંથી તૂટી પડતાં ક્ચાં અંજીરની જેમ આકાશમાંથી તારાઓ પૃથ્વી પર ખરી પડયા.


પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે મશાલની પેઠે સળગતો એક મોટો તારો આકાશમાંથી ખર્યો, અને ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાં પર પડયો.


પછી ચોથા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના તારાઓ પર ઘા થયો. તેથી તેમનું ત્રીજા ભાગનું તેજ જતું રહ્યું. દિવસના ત્રીજા ભાગ દરમિયાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમિયાન પ્રકાશ નહોતો.


તે પછી મેં ઈશ્વરની સમક્ષ ઊભા રહેનાર સાત દૂતોને જોયા. તેમને સાત રણશિંગડાં આપવામાં આવ્યાં હતાં.


તારાએ ઊંડાણને ઉઘાડયું અને અગ્નિની મોટી ભઠ્ઠીમાંથી નીકળતા હોય તેવા ધૂમાડાના ગોટેગોટા તેમાંથી નીકળ્યા. તે ધૂમાડાથી સૂર્યનો પ્રકાશ અને વાતાવરણ અંધકારમય બની ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan