Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 8:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પછી બીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે અગ્નિથી સળગતા એક મોટા પર્વત જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. તેથી સમુદ્રનો ત્રીજો ભાગ રક્તમાં ફેરવાઈ ગયો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી બીજા દૂતે વગાડયું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કંઈ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. એટલે સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી બીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બીજા દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મોટી આગથી સળગતા પહાડ જેવું કઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થઈ ગયો,

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 8:8
13 Iomraidhean Croise  

હે બેબિલોન, તું તો આખી દુનિયા પર તૂટી પડનાર આક્રમકોના મોટા પર્વત જેવો થયો છું. પણ હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ લંબાવીને તને પકડીશ અને ભેખડ પરથી ગબડાવી પાડીશ અને તને બાળીને ભસ્મ કરી દઈશ.


જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ.


મને પ્રભુ પરમેશ્વર તરફથી બીજું દર્શન થયું. તેમાં મેં જોયું તો પ્રભુ પોતાના લોકોને આગથી સજા કરવાની તૈયારીમાં હતા. આગે ઊંડાણના મહાસાગરને બાળીને ભસ્મ કરી નાખ્યો અને તે ભૂમિને પણ ભરખી જવાની તૈયારીમાં હતી.


એટલે સમગ્ર દેશમાંથી બે તૃતીયાંશ ભાગના લોકો માર્યા જશે.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે, ‘ઊખડીને સમુદ્રમાં પડ!’ અને તમારા હૃદયમાં શંકા ન રાખતાં, તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે.


તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહિ પડે. વળી, તેમને ઝરણાંનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી ફેલાવી શકે છે.


તેણે પોતાની પૂંછડીના સપાટાથી ત્રીજા ભાગના તારાઓ ઘસડીને પૃથ્વી પર નાખ્યા. પેલી સ્ત્રી જેને પ્રસૂતિ થવાની હતી તેની સામે તે અજગર ઊભો રહ્યો કે જેથી બાળક જન્મે કે તે તરત જ તેનો ભક્ષ કરી જાય.


પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.


એટલે ચારે દૂતને છોડી મૂકવામાં આવ્યા. તેમને આ ચોક્કસ સમય, એટલે કે નિશ્ર્વિત વર્ષ, મહિનો અને દિવસના કલાકે માનવજાતના ત્રીજા ભાગનો સંહાર કરવા તૈયાર રાખેલા હતા.


તેમની ત્રણ આફતો એટલે કે તેમના મોઢામાંથી નીકળતાં અગ્નિ, ધૂમાડો અને ગંધકથી માનવજાતના ત્રીજા ભાગનો સંહાર થયો.


Lean sinn:

Sanasan


Sanasan