Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 8:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સોનાનું ધૂપપાત્ર લઈને એક બીજો દૂત આવ્યો અને વેદી આગળ ઊભો રહ્યો. ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓમાં ઉમેરો કરવા માટે તેને ખૂબ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે ધૂપદ્રવ્ય રાજ્યાસનની સામેની સુવર્ણ વેદી પર ચઢાવવાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઊભો રહ્યો, તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજયાસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યાર પછી બીજો સ્વર્ગદૂતે આવીને યજ્ઞવેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપ આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની યજ્ઞવેદી છે, તેના પર તે અર્પણ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 8:3
32 Iomraidhean Croise  

પ્યાલા, જ્યોત બૂઝાવવાનાં સાધનો, કટોરા, ધૂપદાનીઓ, અંગારા ઊંટકવાના પાવડા અને પરમપવિત્રસ્થાનનાં દ્વાર તથા મંદિરનાં બહારનાં દ્વારનાં મિજાગરા એ બધી વસ્તુઓ સોનાની બનાવેલી હતી.


મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.


તેણે મંડપની અંદર પડદાની આગળ સોનાની ધૂપવેદી મૂકી


ત્યારે એક સરાફ વેદી પરથી ચિપિયા વડે સળગતો અંગારો લઈને મારી પાસે આવ્યો.


તે દોઢ મીટર ઊંચું અને એક મીટર લાંબું અને એક મીટર પહોળું હતું. એના ખૂણા, એનું તળિયું તથા તેની બાજુઓ એ બધું લાકડાનું હતું. તેણે મને કહ્યું, “આ તો પ્રભુની હજૂરમાં રખાયેલી મેજ છે.”


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


ત્યાર પછી તેમણે સોનાની વેદી પર જાંબલી રંગનું કપડું પાથરવું. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકી દેવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા.


તેથી તે ઈશ્વરના મંદિરમાં ગયો. ધૂપ બાળવાના સમય દરમ્યાન જનસમુદાય બહાર પ્રાર્થના કરતો હતો.


ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને દોષિત કોણ ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે, તે આપણે માટે ઈશ્વરને વિનવણી કરે છે.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


તેમાં ધૂપ બાળવા માટેની સુવર્ણ વેદી અને ચોમેર સોનાથી મઢેલી કરારપેટી હતાં. આ પેટીમાં માન્‍ના ભરેલું સુવર્ણપાત્ર, કળીઓ ફૂટેલી આરોનની લાકડી અને આજ્ઞાઓ લખેલી પથ્થરની બે પાટીઓ હતાં.


પછી મેં એક બીજા પરાક્રમી દૂતને આકાશમાંથી ઊતરતો જોયો. તે વાદળોથી આચ્છાદિત હતો અને તેના કપાળની આસપાસ મેઘધનુષ હતું, તેનો ચહેરો સૂર્ય જેવો અને તેના પગ અગ્નિના થંભ જેવા હતા.


પછી અગ્નિ પર અધિકાર ધરાવનાર બીજો એક દૂત વેદીએથી બહાર આવ્યો. તેણે મોટે અવાજે ધારદાર દાતરડાવાળા દૂતને બૂમ પાડી, “તારું દાતરડું ચલાવ અને પૃથ્વીની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો કાપી લે, કારણ, દ્રાક્ષો પાકી ગઈ છે!”


તેણે પુસ્તક લીધું એટલે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો હલવાનની આગળ ઝૂકી પડયાં. દરેકના હાથમાં વાજિંત્ર અને સુગંધી ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં. એ ધૂપ તો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ છે.


પછી હલવાને પાંચમી મુદ્રા તોડી, ત્યારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવા માટે અને સાક્ષી પૂરવાને લીધે માર્યા ગયેલા શહીદોના આત્માઓને મેં વેદીની નીચે જોયા.


પછી પૂર્વ દિશામાંથી મેં બીજા દૂતને ઈશ્વરની મુદ્રા લઈને આવતો જોયો. જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને નુક્સાન પહોંચાડવાની સત્તા આપવામાં આવી હતી તેમને તેણે મોટે અવાજે બોલાવ્યા અને કહ્યું,


ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા દૂતના હાથમાંના ધૂપપાત્રમાંથી સળગતા ધૂપદ્રવ્યનો ધૂમાડો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ સાથે ઉપર જવા લાગ્યો.


પછી દૂતે વેદી પરના અંગારા લઈને ધૂપપાત્રમાં મૂક્યા, અને તે પૃથ્વી પર ઠાલવી દીધું. એટલે પ્રચંડ મેઘગર્જના, કડાકાઓ, વીજળીના ચમકારા અને ધરતીકંપ થવા લાગ્યાં.


પછી છઠ્ઠા દૂતે તેનું રણશિંગડું વગાડયું. મેં ઈશ્વરની આગળ સુવર્ણવેદીના ખૂણેથી આવતો અવાજ સાંભળ્યો.


Lean sinn:

Sanasan


Sanasan