Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 8:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે મશાલની પેઠે સળગતો એક મોટો તારો આકાશમાંથી ખર્યો, અને ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાં પર પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પછી ત્રીજા દૂતે વગાડયું, એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્રીજા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓનાં ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું. પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો. તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 8:10
21 Iomraidhean Croise  

તેથી આશ્શૂરીઓ યરુશાલેમ નજીક આવે, ત્યારે આશ્શૂરીઓને અટકાવવા તેણે અને તેના અમલદારોએ નગર બહારનો પાણીનો પુરવઠો કાપી નાખવા નિર્ણય કર્યો. અમલદારોએ લોકોને મોટી સંખ્યામાં બહાર લઈ જઈને બધા ઝરણાંઓ પૂરી દીધાં કે જેથી તેમાંથી પાણી હેતું બંધ થઈ જાય.


તમે આનંદપૂર્વક ઉદ્ધારના ઝરણામાંથી પાણી ભરશો.


હે સવારના તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી પડયો છે! ભૂતકાળમાં તેં પ્રજાઓને કચડી નાખી હતી પણ હવે તને જમીન પર પટકવામાં આવ્યો છે.


એટલે સમગ્ર દેશમાંથી બે તૃતીયાંશ ભાગના લોકો માર્યા જશે.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


ઈશ્વરના રાજની સરખામણી આ રીતે કરી શકાય: દસ કન્યાઓ પોતાના દીવા સળગાવીને વરરાજાને મળવા ગઈ.


ઈસુએ તેમને કહ્યું, આકાશમાંથી પડતી વીજળીની માફક મેં શેતાનને પડતો જોયો.


તેઓ તો સમુદ્રનાં ફીણ ઉપજાવનાર તોફાની મોજાંની જેમ પોતાનાં શરમજનક કાર્યોનો ઊભરો કાઢે છે. તેઓ ભટક્તા ધૂમકેતુ જેવા છે અને ઈશ્વરે તેમને માટે ઘોર અંધકાર સદાકાળને માટે તૈયાર કરી મૂકેલો છે.


મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે.


તેણે પોતાની પૂંછડીના સપાટાથી ત્રીજા ભાગના તારાઓ ઘસડીને પૃથ્વી પર નાખ્યા. પેલી સ્ત્રી જેને પ્રસૂતિ થવાની હતી તેની સામે તે અજગર ઊભો રહ્યો કે જેથી બાળક જન્મે કે તે તરત જ તેનો ભક્ષ કરી જાય.


તેણે મોટે અવાજે પોકાર્યું, “ઈશ્વરનો ડર રાખો, અને તેમની મહાનતાની પ્રશંસા કરો! કારણ, તે માનવજાતનો ન્યાય કરે એ સમય આવી પહોંચ્યો છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર અને ઝરણાંના સર્જનહારની ભક્તિ કરો.”


પછી ત્રીજા દૂતે તેનો પ્યાલો નદીઓ અને ઝરણાં પર રેડી દીધો અને તેમનાં પાણી રક્ત બની ગયાં.


પવનનાં વાવાઝોડાંથી તૂટી પડતાં ક્ચાં અંજીરની જેમ આકાશમાંથી તારાઓ પૃથ્વી પર ખરી પડયા.


પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.


પછી પાંચમા દૂતે તેનું રણશિંગડું વગાડયું અને પૃથ્વી પર આકાશમાંથી ખરેલા એક તારાને મેં જોયો. પૃથ્વીના ઊંડાણની ચાવી તેને આપવામાં આવી.


એટલે ચારે દૂતને છોડી મૂકવામાં આવ્યા. તેમને આ ચોક્કસ સમય, એટલે કે નિશ્ર્વિત વર્ષ, મહિનો અને દિવસના કલાકે માનવજાતના ત્રીજા ભાગનો સંહાર કરવા તૈયાર રાખેલા હતા.


તેમની ત્રણ આફતો એટલે કે તેમના મોઢામાંથી નીકળતાં અગ્નિ, ધૂમાડો અને ગંધકથી માનવજાતના ત્રીજા ભાગનો સંહાર થયો.


તેથી યહૂદાના આ ત્રણ હજાર માણસોએ એટામના ખડકની ગુફાએ જઈને શિમશોનને કહ્યું, “તને ખબર નથી કે પલિસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો તેં અમને આ શું કર્યું?” તેણે જવાબ આપ્યો, “જેવું તેમણે મને કર્યું, તેવું જ મેં તેમને કર્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan