Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ફરીથી કદી તેમને ભૂખ કે તરસ લાગશે નહિ. સૂર્યનો કે બીજો કોઈ સખત તાપ તેમને બાળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેઓને ફરી ભૂખ લાગશે નહિ; અને સૂર્યની ઝાળ અથવા કોઈ પ્રકારનો તાપ તેઓના ઉપર પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓને ફરી ભૂખ નહિ લાગશે, અને ફરી તરસ પણ નહિ લાગશે, અને સૂર્યનો તાપ અથવા કંઈ પણ પ્રકારની ગરમી તેઓના પર પડશે નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 7:16
23 Iomraidhean Croise  

પ્રભુ તારા સંરક્ષક છે; પ્રભુ તારે જમણે હાથે તને છાયા કરશે.


દિવસે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને હાનિ પહોંચાડશે નહિ.


હું તમારી તરફ મારા હાથ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો પ્રાણ તમારે માટે તરસે છે. (સેલાહ)


ઈશ્વર, હા, જીવંત ઈશ્વરને માટે મારો પ્રાણ તલખે છે; હું ઈશ્વરની સમક્ષ જઈને ક્યારે તેમનાં મુખનાં દર્શન કરી શકીશ?


હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


મારા વર્ણને લીધે મારી સામે તુચ્છકારથી જોશો નહિ, કારણ, સૂર્યના તડકાએ મને દઝાડી છે. મારા બાંધવો મારા પર કોપાયમાન હતા. તેથી તેમણે મને દ્રાક્ષવાડીઓની ચોકી કરવાની કામગીરીમાં રોકી દીધી હતી. એને લીધે, મેં મારી દ્રાક્ષવાડીની, મારી જાતની દરકાર કરી નથી.


તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો.


તેમનામાંનો પ્રત્યેક પવનથી સંતાવાની જગ્યા અને તોફાનની સામે ઓથા જેવો હશે. તે રણપ્રદેશમાં વહેતા ઝરણા જેવો અને વેરાન તથા નિર્જળ પ્રદેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


જ્યારે મારા દીનદુ:ખિયા લોકોને પાણીની શોધ કર્યા છતાં ક્યાંયે ન મળતાં તેમની જીભ તરસને લીધે સુકાઈ જાય ત્યારે હું તેમની પ્રાર્થનાનો જવાબ આપીશ. હું ઇઝરાયલનો ઈશ્વર તેમને ત્યજી દઈશ નહિ.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


તેથી મારા સેવકો ખાશે પણ, તમે ભૂખ્યા રહેશો; મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો;


દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


પણ તે સંદેશો તેમનામાં ઊંડે સુધી ઊતરતો નથી, અને તેઓ ઝાઝું ટક્તા નથી. સંદેશાને લીધે જ્યારે વિપત્તિ કે સતાવણી આવે છે ત્યારે તેઓ પાછા પડી જાય છે.


સૂર્યનો તાપ પડતાં જ કુમળા છોડ કરમાઈ ગયા અને મૂળ ઊંડાં ન હોવાથી સુકાઈ ગયાં.


ઈશ્વરની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા ધરાવનારને ધન્ય છે; કારણ, ઈશ્વર તેમને તૃપ્તિ પમાડશે.


ઈશ્વરના સંદેશાને લીધે મુશ્કેલી કે સતાવણી આવે છે, ત્યારે તેઓ તરત જ પીછેહઠ કરે છે. બીજા કેટલાક લોકો કાંટાઝાંખરાવાળી જમીન જેવા છે, જેમના પર બી વવાય છે.


પછી સૂર્ય તપતાં કુમળા છોડ બળી ગયા, અને મૂળ ઊંડા ગયાં ન હોવાથી તે છોડ જલદીથી સુકાઈ ગયા.


તેમણે ભૂખ્યાઓને સારાં વાનાંથી સભર કર્યા છે, અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢયા છે.


કારણ, ઈશ્વરનું રાજ તમારું છે! તમે જેઓ અત્યારે ભૂખ્યા છો, તેમને ધન્ય છે; કારણ તમે ખાઈને ધરાશો. તમે જેઓ અત્યારે રડો છો, તેમને ધન્ય છે; કારણ, તમે હસશો.


જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.”


સૂર્યનો તાપ તપે છે એટલે ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ખરી પડે છે. તેમજ તેનું સૌંદર્ય નાશ પામે છે. એ જ પ્રમાણે, ધનવાન પણ જ્યારે પોતાના ધંધા રોજગારમાં મશગૂલ હશે ત્યારે તે નાશ પામશે.


તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે.


Lean sinn:

Sanasan


Sanasan