Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 “આમીન! સ્તુતિ, ગૌરવ, જ્ઞાન, આભાર, સન્માન, પરાક્રમ અને સામર્થ્ય સદા સર્વકાળ આપણા ઈશ્વરને હો! આમીન!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “આમીન”; અમારા ઈશ્વરને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સામર્થ્ય સદાસર્વકાળ હો. આમીન.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ‘આમીન, સ્તુતિ, મહિમા, જ્ઞાન, આભાર, માન, પરાક્રમ તથા સામર્થ્ય સર્વકાળ સુધી અમારા ઈશ્વરને હો; આમીન.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેઓએ કહ્યું કે, “આમીન! અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સાર્મથ્ય સદાસર્વકાળ હો. આમીન!”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 7:12
27 Iomraidhean Croise  

દાવિદ રાજા અને સંગીતકાર આસાફના પ્રાચીન સમયથી સંગીતકારો ઈશ્વરની આભારસ્તુતિનાં ગીતો ગવડાવતા આવ્યા છે.


લેવીઓની યાદી આ પ્રમાણે છે: આ માણસો મંદિરમાં આભારસ્તુતિનાં ગીતો ગાનારા હતા: યેશુઆ, બિન્‍નૂઈ ક્દમીએલ, શેરેબ્યા, યહૂદા અને માત્તાન્યા.


આભાર માનતાં માનતાં તેમના મંદિરનાં દ્વારોમાં પ્રવેશો અને સ્તવન કરતાં કરતાં તેમનાં આંગણામાં આવો. તેમની આભારસ્તુતિ કરો અને તેમના નામને ધન્ય કહો.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુને અનાદિકાળથી અનંતકાળ સુધી ધન્ય હોજો! સર્વ લોકો ‘આમીન’ કહો, યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ!


સૌ સાજા થયેલાઓ આભાર બલિનાં બલિદાનો ચડાવે, અને જયજયકારનાં ગીતો ગાતાં ઈશ્વરનાં કાર્યો વર્ણવે.


હું તમને આભારબલિ ચડાવીશ, અને યાહવેના નામને ધન્યવાદ આપીશ.


પ્રભુનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તવન ગાઓ.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!!


તેથી મને, તમારા ઈશ્વરને તો તમે સ્તુતિરૂપી અર્પણ ચડાવો, અને સર્વોચ્ચ ઈશ્વરને આપેલાં તમારાં વચનો પૂર્ણ કરો.


તેમના ગૌરવી નામને સદાસર્વદા ધન્ય હો; અને સમસ્ત સૃષ્ટિ તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન! આમીન!


પ્રભુ સર્વકાળ ધન્ય હો! આમીન તથા આમીન!


આભારસ્તુતિ સહિત તેમની સન્મુખ જઈએ, અને ગીતોથી તેમનો જયઘોષ કરીએ.


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


યરુશાલેમ મારે માટે આનંદ, સ્તુતિ અને ગૌરવનું સ્રોત થઈ પડશે. યરુશાલેમને મેં આપેલી સંપત્તિ અને સમૃદ્ધિની વાતો સાંભળીને દુનિયાના બધા દેશો ભયથી કાંપી ઊઠશે.”


પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!”


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


જેમનાથી સર્વ ઉત્પન્‍ન થયું, જેમની મારફતે સર્વ અસ્તિત્વ ધરાવે છે અને જેમને માટે સર્વ છે એવા ઈશ્વરનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.


જો તમે ફક્ત આત્મામાં ઈશ્વરનો આભાર માનો, તો પછી ભક્તિસભામાં ભાગ લઈ રહેલ સામાન્ય માણસ તમારી આભાર દર્શાવતી પ્રાર્થનામાં “આમીન” શી રીતે કહી શકશે? કારણ, તમે જે કહી રહ્યા છો તે તો એ સમજી શક્તો નથી.


આ બધું તમારા લાભ માટે જ છે, અને જેમ જેમ વધુ ને વધુ લોકોને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે, તેમ તેમ ઈશ્વરના મહિમાર્થે તેઓ વિશેષ આભારસ્તુતિ કરશે.


તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો.


તમે જે કંઈ કરો કે કહો તે સર્વ પ્રભુ ઈસુના નામે કરો અને એ દ્વારા ખ્રિસ્તની મારફતે ઈશ્વરપિતાનો આભાર માનો.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


ચોવીસ વડીલો અને ચાર જીવંત પ્રાણીઓએ શિર નમાવીને રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વરનું ભજન કર્યું અને કહ્યું, “આમીન, હાલ્લેલુયા!”


Lean sinn:

Sanasan


Sanasan