Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 7:1 - પવિત્ર બાઇબલ C.L.

1 આ પછી મેં ચાર દૂતોને પૃથ્વીને ચાર ખૂણે ઊભા રહેલા જોયા. તેઓ પૃથ્વીના ચારે પવનોને રોકી રહ્યા હતા, કે જેથી પૃથ્વી પર, સમુદ્ર પર કે વૃક્ષો પર પવન વાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એ પછી, મેં ચાર સ્વર્ગદૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા; તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે અટકાવી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર, કોઈ ઝાડ પર પવન વાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ બન્યા પછી મેં ચાર દૂતોને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. તે દૂતોએ પૃથ્વી પર કે સમુદ્ર પર કે કોઈ વૃક્ષ પર પવન ન વાય માટે ચાર વાયુઓને અટકાવી રાખ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 7:1
23 Iomraidhean Croise  

પ્રભુ પ્રજાઓ માટે સંકેતની વજા ફરકાવશે અને દેશવટો પામેલા ઇઝરાયલીઓને એકત્ર કરશે, અને યહૂદિયાના વિખેરાઈ ગયેલા લોકોને પૃથ્વીની ચારે દિશામાંથી ભેગા કરશે.


“હું પ્રભુ એની રક્ષા કરું છું અને તેને સતત સીંચું છું. કોઈ તેમાં ઉપદ્રવ ન કરે તે માટે હું તેની રાતદિવસ ચોકી કરું છું.


ઈશ્વરે પોતાના લોકને દેશવટે મોકલી દઈને તેમને શિક્ષા કરીને અને તેમને પૂર્વના પવનના સપાટે કાઢી મૂક્યા છે.


હું એલામ વિરુદ્ધ ચારે દિશાએથી પવન મોકલીશ અને તેના લોકને આ પવનોથી ચોમેર વેરવિખેર કરી નાખીશ, એટલે સુધી કે કોઈ એવો દેશ નહિ હોય જ્યાં એલામનો નિરાશ્રિત ન હોય!


ઈશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું પવનને ઉદ્દેશીને સંદેશ પ્રગટ કર. પવનને કહે કે, ‘પ્રભુ પરમેશ્વર તને ચારે દિશામાંથી ફૂંકાવાની આજ્ઞા આપે છે. તું આ મૃતદેહોમાં પ્રાણ પૂર કે જેથી તેઓ જીવતાં થાય.”


“હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.


પણ તેના રાજ્યની સમૃદ્ધિની પરાક્ષ્ટા પછી રાજ્યના ચાર ભાગલા પડી જશે. તેના વંશજો ન હોય એવા રાજાઓ તેના સ્થાને આવશે, પણ તેમની પાસે તેના જેવો રાજ્યાધિકાર નહિ હોય.


મેં તે સ્વપ્ન લખી લીધું અને તે રાત્રે મેં જે જોયું તેનો સાર આ પ્રમાણે છે: ચારે દિશામાંથી સમુદ્ર પર જોરદાર પવનો ફૂંક્તા હતા.


બકરાનો ઘમંડ વધતો ગયો. પણ તેની ચરમ સત્તાના સમયમાં તેનું શિંગડું ભાગી ગયું, અને તેને સ્થાને ચાર દિશા તરફ ચાર વિશિષ્ટ શિંગડાં ફૂટી નીકળ્યાં.


પણ પ્રભુએ દરિયામાં ભારે વાવાઝોડું મોકલ્યું. તોફાનને લીધે વહાણ ભાંગી પડવાના જોખમમાં આવી પડયું.


મને એક બીજુ સંદર્શન થયું. આ વખતે મેં તાંબાના બે પર્વતો વચ્ચેથી નીકળી આવતા ચાર રથ જોયા.


તેણે જવાબ આપ્યો, “આ તો ચાર વાયુ છે; તેઓ હમણા જ આખી પૃથ્વીના પ્રભુની સમક્ષતામાંથી આવ્યા છે.”


મોટું રણશિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે.


તે દૂતોને પૃથ્વીની ચારે બાજુએ મોકલી દેશે, અને ક્ષિતિજના એક છેડાથી બીજા છેડા સુધી, ઈશ્વરના પસંદ કરેલા લોકોને તેઓ એકઠા કરશે.


અને તે દુનિયામાં વિખરાયેલી વિધર્મી પ્રજાઓને એટલે ગોગ અને માગોગને ગેરમાર્ગે દોરવા નીકળી પડશે. શેતાન તેમને યુદ્ધ માટે એકત્ર કરશે.


પછી, જાણે ચાર જીવંત પ્રાણીઓની મયમાંથી આવતી હોય એવી વાણી મેં સાંભળી: “એક દીનારના આશરે અર્ધો કિલો ઘઉં અને એક દીનારના આશરે દોઢ કિલો જવ. પરંતુ ઓલિવ તેલ અને દ્રાક્ષાસવનો બગાડ કરીશ નહિ.”


“જ્યાં સુધી અમે આપણા ઈશ્વરના સેવકોના કપાળે મુદ્રા ન મારીએ ત્યાં સુધી પૃથ્વી, સમુદ્ર કે વૃક્ષો, કશાને નુક્સાન પહોંચાડશો નહિ.


પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.


તે અવાજે રણશિંગડાવાળા છઠ્ઠા દૂતને કહ્યું, “યુફ્રેટિસ નદી પર બાંધી રાખવામાં આવેલા ચાર દૂતોને છોડી મૂકો!”


તેમને ઘાસ, વૃક્ષો કે કોઈ છોડને નુક્સાન પહોંચાડવાની મના કરવામાં આવી હતી. માત્ર જેમના પર ઈશ્વરની મુદ્રા મારવામાં આવી નહોતી, તેમને જ તેમણે નુક્સાન પહોંચાડવાનું હતું.


Lean sinn:

Sanasan


Sanasan