Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:2 - પવિત્ર બાઇબલ C.L.

2 અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા માટે નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મેં જોયું તો ત્યાં મારી આગળ એક સફેદ ઘોડો હતો. ઘોડા પરના સવાર પાસે એક ધનુષ્ય હતું; તે સવારને એક મુગટ આપવામા આવ્યો હતો. તે ફરીથી વિજય મેળવવા જતો હોય તે રીતે સવાર થઈને નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:2
22 Iomraidhean Croise  

હે રાજા, પ્રભુએ તને રાજસત્તાનો રાજદંડ આપ્યો છે, તેથી સિયોનનગરમાંથી તારા શત્રુઓ પર સત્તાની આણ વર્તાવ.


હે પ્રભુ, તમે ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી સન્મુખ કોણ ઊભું રહી શકે?


પ્રભુની સંમુખ કોઈ નવું ગીત ગાઓ. કારણ, પ્રભુએ અજાયબ કાર્યો કર્યાં છે. તેમના જમણા હાથે અને તેમના પવિત્ર ભુજે વિજય મેળવ્યો છે.


સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર મૃત્યુનો કાયમને માટે સદંતર નાશ કરશે. તે એકેએક આંખમાંથી આંસુ લૂછી નાખશે અને આખી દુનિયામાંથી પોતાના લોકનું મહેણું દૂર કરશે. આ તો પ્રભુનાં પોતાનાં વચન છે!


પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


કારણ, ઈશ્વર તેમના સર્વ શત્રુઓને હરાવીને ખ્રિસ્તના પગ નીચે લાવે, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ.


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


વિધર્મી પ્રજાઓ રોષે ભરાઈ છે. કારણ, તમારા કોપનો સમય અને મૃતકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને અને તમારાથી ડરીને ચાલનાર નાનાંમોટાં સૌને બદલો વાળી આપવાનો સમય આવી પહોંચ્યો છે. “વળી, જેઓ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છે તેમનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”


પછી મેં જોયું તો એક સફેદ વાદળ દેખાયું. તે વાદળ પર માનવપુત્ર જેવી એક વ્યક્તિ બિરાજી હતી. તેમને શિરે મુગટ હતો. તેમના હાથમાં ધારદાર દાતરડું હતું.


પછી મેં અગ્નિમિશ્રિત ક્ચના સમુદ્ર જેવું કંઈક જોયું. વળી, મેં પશુ, તેની પ્રતિમા અને તેના નામના આંકડા પર વિજય પ્રાપ્ત કરનારાઓને જોયા. તેઓ ક્ચના સમુદ્ર પાસે ઈશ્વરે આપેલી વીણા લઈને ઊભા હતા.


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા.


હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.


યુદ્ધને માટે સજ્જ કરવામાં આવેલ ઘોડાઓ જેવો એ તીડોનો દેખાવ હતો. તેમના શિરે મુગટ જેવું કંઈક હતું અને તેમનો ચહેરો માણસના ચહેરા જેવો હતો.


Lean sinn:

Sanasan


Sanasan