Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પછી પૃથ્વીના રાજવીઓ, સત્તાધીશો અને સેનાપતિઓ, ધનિકો અને શૂરવીરો, ગુલામો અને સ્વતંત્ર માણસો અને બીજા સૌ કોઈ ગુફાઓમાં અને પર્વતો ઉપર ખડકોમાં સંતાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 દુનિયાના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર, એ તમામ લોકો ગુફાઓમાં તથા પહાડોના ખડકોને પાછળ સંતાઈ ગયા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી બધાં લોકો ગુફાઓમાં અને ખડકોની પાછળ છુપાઇ ગયા. ત્યાં જગતના રાજાઓ, શાસકો, સેનાપતિઓ, ધનવાન લોકો તથા પરાક્રમી લોકો હતાં. દરેક વ્યક્તિ ગુલામ કે સ્વતંત્ર સંતાઇ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:15
19 Iomraidhean Croise  

પછી દિવસને ઠંડે પહોરે તેમણે બાગમાં પ્રભુનો પગરવ સાંભળ્યો. પેલો માણસ તથા તેની પત્ની પ્રભુ પરમેશ્વરની દૃષ્ટિથી બાગનાં વૃક્ષો મધ્યે સંતાઈ ગયાં.


ઈશ્વર સરદારોના ગર્વનું ખંડન કરશે; પૃથ્વીના રાજાઓ માટે તે ભયાવહ છે.


પ્રભુના રોષથી તથા તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જાઓ.


પ્રભુ પૃથ્વીને કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી અને તેમનાં સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા લોકો પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે.


પ્રભુ પૃથ્વી કંપાવવા આવશે ત્યારે તેમના રોષથી તથા તેમના સામર્થ્ય અને ગૌરવથી પોતાને સંતાડવા તેઓ પર્વતની ગુફાઓમાં કે જમીનના ખાડાઓમાં સંતાઈ જશે.


પણ તેમના લોક તો ખુવાર થયા છે અને લૂંટાયા છે. તેઓ ખાડામાં ફસાયા છે અને કેદખાનામાં પૂરાયા છે. તેઓ શિકાર થઈ પડયા છે અને તેમની વહારે આવનાર કોઈ નથી. તેઓ લૂંટરૂપ થઈ પડયા છે, અને ‘તેમને છોડી દો’ એવું કહેનાર કોઈ નથી.


તેઓ સાપની જેમ ધૂળમાં પેટે ચાલશે. ભારે ભય અને ધ્રુજારી સાથે તેઓ તેમના કિલ્લાઓમાંથી બહાર નીકળી આવશે. તેઓ બીકથી ઈશ્વર આપણા પ્રભુ તરફ ફરશે.


આ દુનિયા તેમને માટે લાયક ન હતી! તેઓ વેરાનમાં અને ડુંગરોમાં નિરાશ્રિતોની જેમ ભટક્તા હતા, અને ગુફાઓમાં તથા જમીનની બખોલોમાં વસતા હતા.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


મિદ્યાનીઓના વધતા જતા જોરજુલમથી બચવા ઇઝરાયલીઓ પહાડોનાં કોતરો, ગુફાઓ અને ગઢોમાં સંતાઈ રહેતા.


ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan