Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 6:14 - પવિત્ર બાઇબલ C.L.

14 કાગળનો વીંટો લપેટાતો જતો હોય તેમ આકાશ અદૃશ્ય થયું અને બધા પર્વત અને ટાપુ પોતાને સ્થાનેથી ખસેડાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું, અને દરેક પહાડ તથા બેટને પોતપોતાને ઠેકાણેથી ખસેડવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ અદ્રશ્ય થઈ ગયું; દરેક પહાડ તથા બેટને તેમની જગ્યાએથી ખસેડવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આકાશના ભાગલા પડ્યા હતા. તે ઓળિયાની પેઠે વીંટાઇ ગયું અને દરેક પહાડ અને ટાપુને તેની જગ્યાએથી ખસેડવામા આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 6:14
16 Iomraidhean Croise  

તેઓ નાશ પામશે, પરંતુ તમે ટકશો. વસ્ત્રોની પેઠે તેઓ સર્વ ર્જીણ થઈ જશે, જૂનાં વસ્ત્રોની જેમ તમે તેમને ઉતારી દેશો, અને તેઓ ઊતરી જશે.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ પીગળી જશે. જેમ પુસ્તકનો વીંટો વીંટાળી લેવામાં આવે તેમ આકાશો અલોપ થઈ જશે. દ્રાક્ષવેલા પરથી સૂકાં પાદડાં અને અંજીરી પરથી પાકાં અંજીર ખરી પડે તેમ તારાઓ ખરી પડશે.


પર્વતો ખસી જાય અને પર્વતો ચળી જાય પણ તારા પરનો મારો અવિરત પ્રેમ ટળી જશે નહિ. તને શાંતિ આપવા અંગે મેં કરેલો મારો કરાર રદ થશે નહિ.” તારા પર કરુણા દાખવનાર પ્રભુ એવું કહે છે.


સાચે જ ટેકરીઓ અને ડુંગરોના દેવદેવીઓનો પૂજા ઉત્સવ કરવો વ્યર્થ છે. ઇઝરાયલને માટેનો ઉદ્ધાર તો આપણા ઈશ્વર પ્રભુ તરફથી મળે છે.


હે બેબિલોન, તું તો આખી દુનિયા પર તૂટી પડનાર આક્રમકોના મોટા પર્વત જેવો થયો છું. પણ હું તારી વિરુદ્ધ છું. હું મારો હાથ લંબાવીને તને પકડીશ અને ભેખડ પરથી ગબડાવી પાડીશ અને તને બાળીને ભસ્મ કરી દઈશ.


જેથી સમુદ્રનાં માછલાં, આકાશનાં પક્ષીઓ, જંગલનાં પ્રાણીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો તેમ જ પૃથ્વી પરના બધાં માણસો મારી સમક્ષ કાંપશે, પર્વતો ઊથલી પડશે, ભેખડો ધસી પડશે, અને બધી દીવાલો જમીનદોસ્ત થઈ જશે.


પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે.


તમને જોઈને પર્વતો કંપ્યા, આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો; ભૂગર્ભમાં પાણી ગર્જ્યાં અને તેમના ફૂવારા ઊંચે ઊછળ્યા.


તે થોભે છે, તો પૃથ્વી કાંપી ઊઠે છે. તેમની નજર માત્રથી પ્રજાઓ થરથરે છે. પ્રાચીન પર્વતોના ચૂરેચૂરા થઈ જાય છે. કાયમી ડુંગરા જેના પર તે પુરાતન સમયમાં ચાલતા તે ધરાશાયી બની જાય છે.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


બધા જ ટાપુઓ ખસી ગયા અને બધા જ પર્વતો અદૃશ્ય થઈ ગયા.


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં. પહેલાનું આકાશ અને પહેલાંની પૃથ્વી અદૃશ્ય થઈ ગયાં હતાં અને સમુદ્ર તો હવે છે જ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan