Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 5:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેણે પુસ્તક લીધું એટલે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો હલવાનની આગળ ઝૂકી પડયાં. દરેકના હાથમાં વાજિંત્ર અને સુગંધી ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં. એ ધૂપ તો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જ્યારે તેણે તે ઓળિયું લીધું, ત્યારે પ્રાણી તથા ચોવીસ વડીલો હલવાનને પગે પડ્યાં; અને દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલાં સોનાનાં પ્યાલાં હતાં, એ [ધૂપ] સંતોની પ્રાર્થનાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જયારે તેમણે તે ઓળિયું લીધું, ત્યારે ચારેય પ્રાણી તથા ચોવીસ વડીલોએ હલવાન આગળ દંડવત પ્રણામ કર્યું; અને દરેકની પાસે વીણા તથા ધૂપથી ભરેલાં સુવર્ણ પાત્ર હતાં, જે સંતોની પ્રાર્થનાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 5:8
27 Iomraidhean Croise  

મારી પ્રાર્થનાને તમારી સંમુખ ધૂપ સમાન અને મારા પ્રસારેલા હાથોને સંયાકાળના અર્પણ સમાન સ્વીકારો.


રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો; વીણા અને તાનપુરાથી તેમની સ્તુતિ કરો.


તાનપુરો વગાડીને પ્રભુને ધન્યવાદ આપો; દશ તારવાળી વીણા વગાડીને તેમની સ્તુતિ ગાઓ.


ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, તથા મારા પરમાનંદ એવા ઈશ્વર પાસે આવીશ. હે ઈશ્વર, મારા ઈશ્વર હું મારી વીણા સાથે તમારી સ્તુતિ ગાઈશ.


ગીત ગાઓ, ઢોલક બજાવો; મધુર તાનપૂરા સાથે વીણા વગાડો.


બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે.


જેથી જેમ પિતાનું તેમ પુત્રનું પણ બધા સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી.


વળી, ઈશ્વરે પોતાના પ્રથમજનિત પુત્રને દુનિયામાં મોકલતી વખતે ફરી કહ્યું, “ઈશ્વરના બધા દૂતો તેનું ભજન કરો.”


બલિદાન કરાયેલા હલવાનના પુસ્તકમાં એટલે કે જીવંત લોકોની યાદીના પુસ્તકમાં જેમનાં નામ સૃષ્ટિના સર્જન અગાઉ નોંધવામાં આવ્યાં છે તે સિવાયના પૃથ્વી પર રહેનારા અન્ય સૌ કોઈ તેની ભક્તિ કરશે.


પછી મેં અગ્નિમિશ્રિત ક્ચના સમુદ્ર જેવું કંઈક જોયું. વળી, મેં પશુ, તેની પ્રતિમા અને તેના નામના આંકડા પર વિજય પ્રાપ્ત કરનારાઓને જોયા. તેઓ ક્ચના સમુદ્ર પાસે ઈશ્વરે આપેલી વીણા લઈને ઊભા હતા.


પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે પેલા સાત દૂતને સર્વકાળ જીવનાર ઈશ્વરના કોપથી ભરેલા સાત પ્યાલા આપ્યા.


ચોવીસ વડીલો અને ચાર જીવંત પ્રાણીઓએ શિર નમાવીને રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વરનું ભજન કર્યું અને કહ્યું, “આમીન, હાલ્લેલુયા!”


તેઓ એમ કરે છે, ત્યારે પેલા ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાના ચરણે નમે છે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરે છે. તેઓ રાજ્યાસનની સામે પોતાના મુગટ ઉતારીને કહે છે,


રાજ્યાસનની આસપાસ ગોળાકારે ગોઠવાયેલાં બીજાં ચોવીસ આસનો હતાં. તેમના પર સફેદ વસ્ત્રો અને સુવર્ણ મુગટ પહેરીને ચોવીસ વડીલો બિરાજ્યા હતા.


રાજ્યાસનની સામે સ્ફટિક જેવા નિર્મળ ક્ચના હોજ જેવું દેખાતું કંઈક હતું. રાજ્યસનની પ્રત્યેક બાજુએ ચાર જીવંત પ્રાણીઓ હતાં. તેઓ આગળપાછળ આંખોથી ભરપૂર હતાં.


અને એ પ્રત્યેક જીવંત પ્રાણીને છ પાંખો હતી અને તેઓ અંદર અને બહાર આંખોથી છવાયેલાં હતાં. તેઓ રાતદિવસ સતત ગાતાં હતાં: “પવિત્ર, પવિત્ર, પવિત્ર, છે સર્વસમર્થ ઈશ્વર પ્રભુ, જે હતા, જે છે અને જે આવનાર છે.”


મેં ફરીથી જોયું અને મેં હજારો અને લાખો દૂતોનો અવાજ સાંભળ્યો. તેઓ રાજ્યાસન અને ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલોની આસપાસ ઊભા હતા અને મોટે અવાજે ગાતા હતા:


“જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, વૈભવ, જ્ઞાન અને સામર્થ્ય, સન્માન, ગૌરવ અને સ્તુતિ સ્વીકારવાને યોગ્ય છે!”


ચાર જીવંત પ્રાણીઓએ પ્રત્યુત્તર આપ્યો, “આમીન”! અને વડીલોએ ભૂમિ પર પડીને ભજન કર્યું.


પછી મધ્યભાગમાં, ચાર જીવંત પ્રાણીઓની અને વડીલોની વચ્ચે રાજ્યાસન સમક્ષ એક હલવાનને મેં ઊભેલું જોયું. એ હલવાન જાણે કે બલિદાન કરેલું હોય તેવું જણાતું હતું. તે હલવાનને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખો તો પૃથ્વી પર મોકલાયેલા ઈશ્વરના સાત આત્માઓ છે.


પછી મેં જોયું તો હલવાને સાત મુદ્રામાંથી પ્રથમ મુદ્રા તોડી અને ચાર જીવંત પ્રાણીઓમાંના એકે મેઘગર્જનાના જેવા અવાજે કહ્યું, “આવ!”


Lean sinn:

Sanasan


Sanasan