Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 5:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું કે, તું રડીશ નહીં; જો, યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું મૂળ છે, તે આ ઓળિયું ખોલવાને તથા તેના સાત મહોર તોડવાને વિજયી થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 5:5
25 Iomraidhean Croise  

સિંહાસન પર ચઢવા છ પગથિયાં હતાં અને તેની સાથે સોનાથી મઢેલું પાયાસન પણ હતું. સિંહાસનની બન્‍ને બાજુ હાથા હતા અને પ્રત્યેક બાજુ પર સિંહાકૃતિ હતી.


તેની પીઠ તો ઢાલ જેવાં ભીંગડાંની બનેલી છે, અને તેનાં ભીંગડાં એકબીજા સાથે સજ્જડ ચોંટેલાં છે.


પણ યિશાઈના ઠુંઠામાંથી ફણગો ફૂટશે અને તેની જડમાંથી ફૂટેલી ડાળીને ફળ આવશે.


તે દિવસે યિશાઈનું મૂળ પ્રજાઓ માટે સંકેતની વજા બની રહેશે. તેઓ તેની પાસે એકત્ર થશે અને તેના નિવાસસ્થાનનું ગૌરવ વધશે.


હું પ્રભુ તેને આ પ્રમાણે કહું છું: ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું બંધ કર, અને તારાં આંસુ સારવાનું બંધ કર. કારણ, તારું કષ્ટ વ્યર્થ જશે નહિ. તારાં સંતાનો શત્રુના દેશમાંથી તારી પાસે પાછાં આવશે.


મેં ત્યાં ઊભા રહેલાઓમાંના એકની પાસે જઈને મને આ બધાનો અર્થ સમજાવવા કહ્યું. એટલે તેણે મને અર્થ જણાવ્યો.


ઇઝરાયલી પ્રજા તો આડા પડીને બેઠેલાં સિંહ-સિંહણ જેવી છે અને તેમને છંછેડવાની હિંમત કોણ કરે? “જે કોઈ ઇઝરાયલને આશિષ આપે તે આશીર્વાદિત થશે. જે કોઈ ઇઝરાયલને શાપ આપે તે શાપિત થશે.”


ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડશો નહિ; બલ્કે, તમારે માટે અને તમારાં બાળકોને માટે રડો.


એ મૃત્યુ પામેલો માણસ એક વિધવાનો એકનોએક પુત્ર હતો; તેથી નગરજનોનું મોટું ટોળું વિધવાની સાથે જોડાયું હતું.


બધાં ત્યાં છોકરી પાછળ રોતાં કકળતાં હતાં. ઈસુએ કહ્યું, “રડશો નહિ, છોકરી મરણ પામી નથી, પણ ઊંઘી ગઈ છે.”


તેમણે તેને પૂછયું, “બહેન, તું કેમ રડે છે?” તેણે કહ્યું, “તેઓ મારા પ્રભુને લઈ ગયા છે, અને તેમને કઈ જગ્યાએ મૂક્યા છે તેની મને ખબર નથી!”


આ શુભસંદેશ તેમના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે. માનવ શરીરના સંબંધમાં તો તે દાવિદના કુળમાં જન્મેલા હતા;


યશાયાએ લખેલું છે: “યિશાઈનો વંશજ આવશે, તેને બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને ઊભો કરવામાં આવશે, અને તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.”


એ તો જાણીતી વાત છે કે તે તો યહૂદાના કુળમાં જન્મ્યા હતા; અને યજ્ઞકારો સંબંધી બોલતાં મોશેએ આ કુળનો ઉલ્લેખ કર્યો ન હતો.


ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલી બાબતો વિષે આ પુસ્તક છે. ઈશ્વરે તેમને આ બાબતો પ્રગટ કરી હતી, જેથી જે બનાવો ત્વરાથી બનવાના છે તે ઈશ્વરના સેવકોને જણાવી શકાય. ખ્રિસ્તે પોતાના દૂતને મોકલીને એ બધું પોતાના સેવક યોહાનને જણાવ્યું.


મેં ઈસુએ મારા દૂતને આ બાબતો મંડળીને જણાવવા મોકલ્યો છે. હું દાવિદનો વંશજ અને પ્રભાતનો તેજસ્વી તારો છું.”


હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.


તેઓ એમ કરે છે, ત્યારે પેલા ચોવીસ વડીલો રાજ્યાસન પર બિરાજેલાના ચરણે નમે છે અને જે સદાકાળ જીવંત છે તેની આરાધના કરે છે. તેઓ રાજ્યાસનની સામે પોતાના મુગટ ઉતારીને કહે છે,


રાજ્યાસનની આસપાસ ગોળાકારે ગોઠવાયેલાં બીજાં ચોવીસ આસનો હતાં. તેમના પર સફેદ વસ્ત્રો અને સુવર્ણ મુગટ પહેરીને ચોવીસ વડીલો બિરાજ્યા હતા.


એ પુસ્તક ઉઘાડે અને તેની અંદર જુએ એવો કોઈ મળ્યો નહિ તેથી હું પોક મૂકીને રડયો.


પછી મેં જોયું તો હલવાને સાત મુદ્રામાંથી પ્રથમ મુદ્રા તોડી અને ચાર જીવંત પ્રાણીઓમાંના એકે મેઘગર્જનાના જેવા અવાજે કહ્યું, “આવ!”


વડીલોમાંના એકે મને પૂછયું, “સફેદ વસ્ત્રો પહેરેલા આ લોકો કોણ છે અને ક્યાંથી આવેલા છે?”


Lean sinn:

Sanasan


Sanasan