Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 માટે તને જે મળ્યું, અને તેં જે સાંભળ્યું છે, તેને સંભાર; અને ધ્યાનમાં રાખ, ને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહેશે તો હું ચોરની જેમ આવીશ, ને કઈ ઘડીએ હું તારા પર આવીશ એ તને માલૂમ પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માટે તને જે મળ્યું, તેં જે સાંભળ્યું છે, તેને યાદ કર અને ધ્યાનમાં રાખ, અને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહે તો હું ચોરની માફક આવીશ, અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહિ પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી તને જે મળ્યુ છે અને તેં જે સાંભળ્યુ છે, તેને યાદ કર અને તેને અનુસર. ને પસ્તાવો કર. તારે જાગૃત થવું જોઈએ. અથવા હું તારી પાસે આવીશ અને તને ચોરની જેમ નવાઈ પમાડીશ. હું ક્યારે આવીશ તે તને માલૂમ પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 3:3
24 Iomraidhean Croise  

ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે.


ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો.


ઈસુએ સાર આપતાં કહ્યું, સાવધ રહો, કારણ, તે દિવસ કે ઘડીની તમને ખબર નથી.


સાવધ અને જાગૃત રહેજો. કારણ, એ સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.


જો તે અચાનક આવે, તો તમે ઊંઘતા ઝડપાઈ જવા ન જોઈએ.


તમને ખબર છે કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે.


હે તિમોથી, તને જે સોંપવામાં આવ્યું છે તે જાળવી રાખજે. અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.


મારા સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ખ્રિસ્ત ઈસુની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે.


તેથી આપણે જે સંદેશ સાંભળ્યો છે, તેનાથી દૂર ફેંકાઈ ન જઈએ તે માટે આપણે તે પ્રત્યે પૂરું લક્ષ આપવું જોઈએ.


હું જીવું ત્યાં સુધી આ બાબતોની યાદ તાજી કરાવવી મને યોગ્ય લાગે છે.


પ્રિયજનો, હવે આ બીજો પત્ર પણ હું તમને લખું છું. આ બંને પત્રોમાં તમને આ બાબતોની યાદ દેવડાવીને મેં તમારા મનમાં શુદ્ધ વિચારો ઉત્પન્‍ન કરવાનો પ્રયત્ન કર્યો છે.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


“સાંભળ! હું ચોરની જેમ આવું છું! જે કોઈ જાગૃત રહે છે અને પોતાને નિર્વસ્ત્ર થઈને ફરવું ન પડે તથા લોકો આગળ પોતાની શરમ જાહેર ન થાય માટે પોતાનાં વસ્ત્રની સંભાળ લે છે તેને ધન્ય છે.”


પરંતુ હું આવું ત્યાં સુધી તારી પાસે જે છે તેને વળગી રહેજે.


તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ.


ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. આ પુસ્તકમાંનાં ભવિષ્યકથનોનું પાલન કરનારને ધન્ય છે!”


હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે.


જેમના પર હું પ્રેમ રાખું છું તે બધાને હું ઠપકો આપું છું અને શિક્ષા કરું છું. તેથી ઉત્સાહી થા અને તારાં પાપથી પાછો ફર.


માટે જાગૃત થા અને તારી પાસે રહ્યુંસહ્યું જે કંઈ છે તે પૂરેપૂરું મરી પરવારે તે પહેલાં તેને ચેતનવંતુ કર. કારણ, મેં તારાં કાર્ય મારા ઈશ્વરની દૃષ્ટિમાં પૂર્ણ થયેલાં જોયાં નથી.


Lean sinn:

Sanasan


Sanasan