Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 22:20 - પવિત્ર બાઇબલ C.L.

20 જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે, “હા; હું થોડી વારમાં આવું છું.” આમીન. હે પ્રભુ ઈસુ, આવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, ‘હા, થોડીવારમાં આવું છું.’” આમીન, ‘ઓ પ્રભુ ઈસુ, આવો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઈસુ કહે છે કે આ વાતો સત્ય છે. હવે તે કહે છે કે, “હા, હું જલદીથી આવું છું.” આમીન! હે પ્રભુ ઈસુ, આવ!

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 22:20
15 Iomraidhean Croise  

હે મારા પ્રીતમ, આવ! સુગંધીદ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા!


એ સમયે સૌ કોઈ કહેશે, “જેમને વિષે આપણે આશા સેવેલી કે તે આપણો ઉદ્ધાર કરશે એ આ જ આપણા ઈશ્વર છે. આપણે તેમના પર આશા સેવેલી તે આ જ પ્રભુ છે. તેમણે આપણો ઉદ્ધાર કર્યો છે માટે આપણે આનંદોત્સવ કરીએ.”


ઈસુએ બીજાં ઘણાં ક્મ કર્યાં. જો એ બધાં જ એક પછી એક નોંધવામાં આવે તો મને લાગે છે કે જે પુસ્તકો લખાય તેનો સમાવેશ આખી દુનિયામાં પણ થઈ શકે નહિ.


જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!


હવે વિજયનું ઇનામ મારે માટે રાહ જુએ છે. અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઇનામ આપશે.


કારણ, જેમ શાસ્ત્ર કહે છે તેમ, “હવે બહુ જ થોડો સમય બાકી છે, અને જે આવનાર છે તે જરૂર આવશે; તે વિલંબ કરશે નહિ.


તે જ પ્રમાણે ઘણાનાં પાપ દૂર કરવા માટે ખ્રિસ્તનું રક્ત એક જ વાર અર્પણ કરવામાં આવ્યું. તેઓ બીજીવાર પાપના સંબંધમાં નહિ, પરંતુ જેઓ તેમની પ્રતીક્ષા કરે છે તેમનો ઉદ્ધાર કરવા પ્રગટ થશે.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


અને યોહાને જે જે જોયું તે બધું જ લખ્યું. ઈશ્વર તરફથી મળેલો સંદેશ અને ઈસુ ખ્રિસ્તે પ્રગટ કરેલ સત્ય વિષેનો આ અહેવાલ છે.


તારાં પાપથી પાછો ફર. જો તું નહિ ફરે તો હું તરત તારી પાસે આવીશ અને મારા મુખમાંથી નીકળતી તલવારથી હું એ લોકો સાથે યુદ્ધ કરીશ.


તેણે મને કહ્યું, “આ પુસ્તકનાં ભવિષ્ય કથનોને છુપાવી રાખીશ નહિ, કારણ, એ બધું થવાનો સમય આવી પહોંચ્યો છે.


ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. દરેકને તેનાં કાર્યો પ્રમાણે આપવાનાં ઇનામો હું લાવીશ.


હું આ પુસ્તકનાં ભવિષ્યકથનો સાંભળનાર પ્રત્યેકને ગંભીર ચેતવણી આપું છું: જો કોઈ આ પુસ્તકમાં નવાં ભવિષ્યકથનો ઉમેરશે તો ઈશ્વર તેમની સજામાં આ પુસ્તકમાં વર્ણન કરેલી આફતો ઉમેરશે.


ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. આ પુસ્તકમાંનાં ભવિષ્યકથનોનું પાલન કરનારને ધન્ય છે!”


Lean sinn:

Sanasan


Sanasan