Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 22:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. દરેકને તેનાં કાર્યો પ્રમાણે આપવાનાં ઇનામો હું લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જુઓ, હું થોડી વારમાં આવું છું. અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “ધ્યાનથી સાંભળો! હું જલદીથી આવું છું! હું મારી સાથે બદલો લાવીશ. હું દરેક વ્યક્તિને તેઓના કરેલાં કાર્યોનો બદલો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 22:12
19 Iomraidhean Croise  

બલ્કે, ઈશ્વર તો માણસનાં કામ પ્રમાણે તેને ફળ આપે છે, અને તેનાં આચરણ પ્રમાણે તેને બદલો આપે છે.


તેમનાં કૃત્યો પ્રમાણે ને તેમનાં કામોની દુષ્ટતા પ્રમાણે તેમને સજા કરો. તેમના હાથોનાં કાર્યો પ્રમાણે તેમને શિક્ષા કરો અને તેમને યોગ્ય બદલો વાળી આપો!


એ સર્વસમર્થ પ્રભુ સામર્થ્યસહિત આવી રહ્યા છે. તે પોતાના બાહુબળથી અધિકાર ચલાવશે. તેમનું ઈનામ અને તેમનું પ્રતિફળ તેમની સાથે છે.


પ્રભુ સમસ્ત પૃથ્વીમાં જાહેરાત કરે છે: “સિયોનના લોકને કહો કે તમારો ઉદ્ધારક આવે છે! તેમનું પ્રતિદાન તેમની સાથે છે અને તેમની સિદ્ધિ તેમની મોખરે છે.”


પણ હું પ્રભુ દયને તપાસું છું, અને અંત:કરણને પારખું છું, જેથી દરેક વ્યક્તિને તેનાં આચરણ પ્રમાણે અને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપું.”


પ્રભુનો મહાન દિવસ પાસે છે. તે નજીક છે અને બહુ ઝડપભેર આવી રહ્યો છે. એ દિવસનો સાદ ઘણો કરુણ હશે. કારણ, શૂરવીરો પણ હતાશ થઈ રડી પડશે.!


માનવપુત્ર પોતાના ઈશ્વરપિતાના મહિમામાં દૂતો સાથે આવશે ત્યારે તે દરેકને તેનાં કાર્યો પ્રમાણે બદલો આપશે.


આમ, આપણે સૌએ ઈશ્વરની આગળ પોતાનો હિસાબ આપવાનો છે.


જે માણસનું બાંધક્મ અગ્નિમાં ટકી રહેશે તેને ઇનામ મળશે.


દરેક વ્યક્તિ ઈશ્વરે તેને સોંપેલું કાર્ય જે રીતે કરશે તે પ્રમાણે તેને બદલો મળશે.


વિધર્મી પ્રજાઓ રોષે ભરાઈ છે. કારણ, તમારા કોપનો સમય અને મૃતકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને અને તમારાથી ડરીને ચાલનાર નાનાંમોટાં સૌને બદલો વાળી આપવાનો સમય આવી પહોંચ્યો છે. “વળી, જેઓ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છે તેમનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”


હું ઈઝબેલના અનુયાયીઓને મારી નાખીશ. એથી બધી મંડળીઓ જાણશે કે મન અને દયને પારખનાર હું છું. હું દરેકને તેનાં કૃત્યો પ્રમાણે બદલો આપીશ.


પછી મેં મરણ પામેલાં નાનાંમોટાં સૌને રાજ્યાસન સામે ઊભેલાં જોયાં. પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં અને બીજું એક જીવંત લોકોની યાદીનું પુસ્તક પણ ઉઘાડવામાં આવ્યું. પુસ્તકોમાં લખ્યા મુજબ દરેકનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


જે આ બધા વિષે પોતાની સાક્ષી આપે છે તે કહે છે, “ખરેખર, હું ત્વરાથી જ આવું છું!” “આમીન, આવો, પ્રભુ ઈસુ!”


ઈસુ કહે છે, “જુઓ! હું ત્વરાથી આવું છું. આ પુસ્તકમાંનાં ભવિષ્યકથનોનું પાલન કરનારને ધન્ય છે!”


હું તરત જ આવું છું. વિજયના તારા ઇનામને કોઈ ઝૂંટવી ન લે તે માટે તારી પાસે જે છે તેને વળગી રહે.


Lean sinn:

Sanasan


Sanasan