Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 21:14 - પવિત્ર બાઇબલ C.L.

14 શહેરનો કોટ બાર પાયા પર બાંધેલો હતો અને એ દરેક પર એકએક એમ હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 નગરના કોટના પાયાના બાર [પથ્થર] હતા, અને તેમના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ [હતાં].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 નગરની દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 શહેરની દિવાલો બાર પાયાના પથ્થરો પર બંધાયેલી હતી. અને તે પથ્થરો પર હલવાનના બાર પ્રેરિતોનાં નામ હતાં.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 21:14
14 Iomraidhean Croise  

“હે દુ:ખિત, વાવાઝોડાની થપાટો ખાતી અને દિલાસાવિહોણી યરુશાલેમ નગરી, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


પછી એ બે નામ માટે તેમણે ચિઠ્ઠીઓ નાખી. માથ્થીયસનું નામ પસંદ થયું અને અગિયાર પ્રેષિતો સાથે તેની ગણના થઈ.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.


ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે.


તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે.


કારણ, ઈશ્વરે જે શહેરનું આયોજન અને બાંધક્મ કર્યું છે તથા જેના પાયા સાર્વકાલિક છે, તે શહેરની તે અપેક્ષા રાખતો હતો.


પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો.


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


દરેક દિશાએ ત્રણ દરવાજા હતા. પૂર્વમાં ત્રણ, દક્ષિણમાં ત્રણ, ઉત્તરમાં ત્રણ અને પશ્ર્વિમમાં ત્રણ.


Lean sinn:

Sanasan


Sanasan