Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 21:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેણે મને પવિત્ર નગર યરુશાલેમ સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું બતાવ્યું. તે ઈશ્વરના ગૌરવથી ઝળકતું હતું. તે શહેરનો ચળક્ટ રાતા મણિના જેવા અમૂલ્ય રત્નના જેવો અને સ્ફટિક જેવો શુદ્ધ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેનું તેજ યાસપિસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે શહેર દેવના મહિમા સાથે પ્રકાશતું હતું. તે અતિ મૂલ્યવાન કિંમતી પથ્થર યાસપિસ જેવું ચમકતું તેજ હતું. તે સ્ફટિકના જેવું નિર્મળ હતું.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 21:11
17 Iomraidhean Croise  

તેની તુલના સુવર્ણ કે સ્ફટિક સાથે થઈ શકે નહિ, અને અતિ કીમતી સુવર્ણ અલંકારોના સાટામાં તે મળે નહિ.


સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે.


પ્રાણીઓનાં માથાં ઉપર ઊંચે જાણે સ્ફટિકનાં તેજ જેવો ચમક્તો ઘૂમટ પ્રસારેલો હતો.


એ ધૂમટની ઉપર નીલમમાંથી બનાવેલા રાજ્યાસન જેવું કંઈક હતું અને તેના ઉપર મનુષ્ય જેવા દેખાવની આકૃતિ બેઠી હતી.


તારો વેપાર વધી ગયો હોવાથી તું હિંસક બન્યો અને પાપ કરવા લાગ્યો. તેથી મેં તને પતિત ગણીને મારા પવિત્ર પર્વત પરથી હાંકી કાઢયો, તારું રક્ષણ કરનાર દૂતે પણ તને ઝળહળતાં રત્નોમાંથી હાંકી કાઢયો.


એવામાં ત્યાં પૂર્વ દિશામાંથી ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ આવતું દેખાયું. ઈશ્વરના આગમનનો અવાજ મહાસાગરનાં મોજાંની ગર્જના જેવો હતો અને પૃથ્વી તેમના ગૌરવથી પ્રકાશિત થઈ રહી.


શહેરની આસપાસની દીવાલની લંબાઈ નવ હજાર મીટર છે. હવેથી શહેરનું નામ “યાહવે - શામ્માહ” એટલે ‘પ્રભુ અહીં છે’ રાખવામાં આવશે.


ઈશ્વરના પ્રભાવથી અને તેમના ગૌરવમાંથી નીકળતા ધૂમાડાથી મંદિર ભરાઈ ગયું અને સાત દૂતો દ્વારા આવનાર સાત આફતોનો અંત આવે નહિ ત્યાં સુધી મંદિરમાં કોઈ જઈ શકાયું નહિ.


પછી દૂતે મને ઈશ્વરના અને હલવાનના રાજ્યાસનમાંથી નીકળીને પવિત્ર નગરની મધ્યમાં વહેતી સ્ફટિક જેવી ચળક્તી જીવનજળની નદી બતાવી.


હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે.


તેમનો ચહેરો નારંગી રંગના મણિ અને અકીક જેવો પ્રકાશિત હતો. રાજ્યાસનની આસપાસ નીલમ જેવું દેખાતું ચળકતું મેઘધનુષ હતું.


રાજ્યાસનની સામે સ્ફટિક જેવા નિર્મળ ક્ચના હોજ જેવું દેખાતું કંઈક હતું. રાજ્યસનની પ્રત્યેક બાજુએ ચાર જીવંત પ્રાણીઓ હતાં. તેઓ આગળપાછળ આંખોથી ભરપૂર હતાં.


Lean sinn:

Sanasan


Sanasan