Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 21:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયાં. પહેલાનું આકાશ અને પહેલાંની પૃથ્વી અદૃશ્ય થઈ ગયાં હતાં અને સમુદ્ર તો હવે છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં:કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે! અને સમુદ્ર હવે છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 21:1
13 Iomraidhean Croise  

તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


પ્રભુએ મુક્ત કરેલા લોકો પાછા ફરશે અને આનંદથી ગાતાં ગાતાં અને હર્ષનાદ કરતાં કરતાં સિયોનમાં પહોંચશે અને આનંદ તેમના શિરનો મુગટ બની રહેશે. હર્ષ અને ઉલ્લાસ તેમને આંબી જશે અને દુ:ખ તથા નિસાસા નાસી જશે.


પણ દુષ્ટો તો ક્દવકીચડ ફેંક્તા ઊછળતા મોજાંવાળા અશાંત સમુદ્ર જેવા છે.”


વળી, પ્રભુ કહે છે, “જેમ નવાં આકાશ અને નવી પૃથ્વી મારી સમક્ષ ટકી રહેશે તેમ તમારા વંશજો અને તમારું નામ હમેશાં ટકશે.


એકબીજાથી જુદાં એવાં ચાર મોટાં પ્રાણીઓ સમુદ્રમાંથી નીકળી આવ્યાં.


છતાં સૃષ્ટિ પોતે પણ એક દિવસે વિનાશીપણાની ગુલામીમાંથી મુક્ત થશે, અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે એવી આશામાં છે.


પ્રભુના આગમનનો દિવસ તો ચોરની જેમ આવશે. તે દિવસે આકાશ મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે અને આકાશી મંડળો અગ્નિમાં બળી જશે અને પૃથ્વીનું સર્વસ્વ બળીને ખાખ થઈ જશે.


છતાં આપણે તો ઈશ્વરે આપેલા વચન પ્રમાણે નવું આકાશ અને જેમાં ન્યાયીપણાનો વાસ છે તે નવી પૃથ્વીની રાહ જોઈએ છીએ.


પછી મેં એક પશુને સમુદ્રમાંથી બહાર આવતું જોયું. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક શિંગડા પર મુગટ હતો અને માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં.


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


પછી રાજ્યાસન પર બિરાજનારે કહ્યું, “જુઓ, હવે હું બધું નવું બનાવું છું!” તેમણે મને એ પણ કહ્યું, “આ વાત લખી લે; કારણ, આ શબ્દો વિશ્વાસપાત્ર અને સત્ય છે.”


કાગળનો વીંટો લપેટાતો જતો હોય તેમ આકાશ અદૃશ્ય થયું અને બધા પર્વત અને ટાપુ પોતાને સ્થાનેથી ખસેડાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan