Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 2:22 - પવિત્ર બાઇબલ C.L.

22 તેથી હું તેને માંદગીના બિછાને નાખીશ અને તેણે કરાવેલાં કૃત્યોથી વ્યભિચારીઓ પાછા નહિ ફરે તો હું તેમને ભારે સતાવણીમાં નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જુઓ, હું તેને પથારીવશ કરું છું. અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જુઓ, હું તેને દુઃખના પથારીમાં ફેંકી દઈશ, અને તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “અને તેથી હું તેને પીડાની પથારીમાં પાડીશ. અને બધા લોકો જેઓ તેની સાથે વ્યભિચાર કરે છે તેઓ ખૂબ સહન કરશે. તે જે કંઈ કરે છે તેનાથી તેઓ અટકશે નહિ, તો હવે હું આ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 2:22
16 Iomraidhean Croise  

કદાચ યહૂદાના વંશજો હું તેમના પર જે વિપત્તિ લાવવા ધારું છું તે વિષે સાંભળીને તેઓ પોતે પોતાનાં દુરાચરણ તજે અને હું તેમના અપરાધો અને પાપોની ક્ષમા આપું.”


તેઓ તારી સાથે ધિક્કારપૂર્વક વર્તશે અને તારી બધી કમાણી તારી પાસેથી આંચકી લેશે અને તને નિર્વ ઉઘાડી છોડી દેશે અને એમ તારી વેશ્યાગીરી એટલે તારી લાજ અને લંપટતા ખુલ્લાં પડી જશે.


તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર પોતાના સમ ખાઈને કહે છે કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી. હું તો ઇચ્છું કે તે પોતાનું દુરાચરણ છોડી દે અને જીવે. હે ઇઝરાયલીઓ, ફરો; તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો. તમે શા માટે મરવા માંગો છો?


તે પરથી મને લાગ્યું કે હવે મારા લોકો મારો આદર રાખશે, અને મારી શિખામણ ગ્રહણ કરશે અને મેં તેમને શિખવેલો પાઠ ભૂલી જશે નહિ. પણ તેઓ બહુ વહેલા ભૂંડાં કામો કરવા તરફ વળી ગયા.”


ના, હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.


ના! હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.”


મને દહેશત છે કે, જ્યારે હું ફરીવાર તમારી મુલાકાત લઈશ, ત્યારે તમારી હાજરીમાં ઈશ્વર મને શરમિંદો કરી દેશે અને જેમણે અગાઉ પાપ કર્યાં છે અને પોતાનાં જાતીય પાપ અને વાસનાભર્યાં કૃત્યોનો પસ્તાવો કર્યો નથી, તેમને માટે મારે શોક કરવો પડશે.


પૃથ્વીના રાજાઓએ તે નામચીન વેશ્યા સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વીના લોકો તેના વ્યભિચારનો દારૂ પીને ચકચૂર બની ગયા છે.


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.


તેથી જ્યાંથી તારું પતન થયું તે યાદ કરીને પાછો ફર અને પહેલાનાં જેવાં કાર્ય કર. જો તું પાછો નહિ ફરે તો હું આવીશ અને તારી દીવીને તેના સ્થાનેથી ખસેડી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan