Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 19:14 - પવિત્ર બાઇબલ C.L.

14 સ્વર્ગનાં સૈન્યો સફેદ ઘોડાઓ પર સવાર થઈને અને અળસીરેસાનાં શ્વેત, સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેને અનુસરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 આકાશમાંનાં સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઊજળાં તથા શુદ્ધ બારીક શણનાં વસ્‍ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 આકાશનાં સૈન્યો તેની પાછળ આવતાં હતાં. તેઓ શ્વેત ઘોડાઓ પર સવારી કરતા હતા. તેઓ સ્વચ્છ શ્વેત અને શણનાં વસ્ત્રો પહેરેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 19:14
18 Iomraidhean Croise  

પ્રચંડ રથોની સાથે, હજારો અને લાખો રથોની સાથે, પ્રભુ સિનાઈ પર્વત પરથી પોતાના પવિત્રસ્થાનમાં જાય છે.


તે પથારી માટે ચાદરો બનાવે છે, અને તેનાં વસ્ત્રો જાંબુડી બારીક શણનાં છે.


દર્પણો, મુલાયમ બારીક વસ્ત્રો, માથે બાંધવાના પટકા અને બુરખા લઈ લેશે.


પર્વતના બે ભાગ પાડી દેતી એ ખીણમાં થઈને તમે નાસી છૂટશો. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં ધરતીકંપ થતાં તમારા પૂર્વજો ભાગી છૂટયા તેમ તમે પણ નાસી જશો. મારો પ્રભુ પોતાના સર્વ દૂતો સહિત આવશે.


સિયોન નરને કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર છે અને ગધેડા પર બિરાજમાન છે, તે ગધેડાના વછેરા પર સવારી કરે છે.


શું તને ખબર નથી કે જો હું મારા પિતાની મદદ માગું તો તે તરત જ દૂતોના સૈન્યની બારથી પણ વધારે ટુકડીઓ મોકલી આપશે?


તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં.


વળી, ઈશ્વર અમારી સાથે તમ સહન કરનારાઓને રાહત આપશે. પ્રભુ ઈસુ તેમના શક્તિશાળી દૂતોની સાથે ભભૂક્તી અગ્નિજ્વાળા સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે.


આદમથી સાતમી પેઢીના હનોખે ઘણા સમય અગાઉ તેમને માટે આવું ભવિષ્યકથન કહ્યું હતું: “જુઓ, પ્રભુ પોતાના હજારોહજાર સંતો સાથે આવશે,


પછી મેં જોયું તો હલવાન સિયોન પર્વત પર ઊભું હતું. તેની સાથે એક લાખ ચુમ્માળીસ હજાર લોકો હતા, જેમના કપાળે હલવાનનું નામ અને ઈશ્વરપિતાનું નામ લખવામાં આવ્યાં હતાં.


શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.


તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે.


પરંતુ સાર્દિસમાં હજુ કેટલાક એવા છે કે જેમનાં વસ્ત્ર મલિન થયાં નથી, તેમને હું કહું છું: તમે શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને મારી સાથે ફરશો, કારણ, તમે તે માટે લાયક છો.


રાજ્યાસનની આસપાસ ગોળાકારે ગોઠવાયેલાં બીજાં ચોવીસ આસનો હતાં. તેમના પર સફેદ વસ્ત્રો અને સુવર્ણ મુગટ પહેરીને ચોવીસ વડીલો બિરાજ્યા હતા.


એ પછી મેં જોયું તો વિશાળ જનસમુદાય એકત્ર થયો હતો. એટલો મોટો કે તેમની સંખ્યા કોઈ ગણી શકે નહિ! તેઓ દરેક રાષ્ટ્ર, કુળ, પ્રજા અને ભાષાઓમાંના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભા હતા. તેમના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


Lean sinn:

Sanasan


Sanasan