Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 19:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેની આંખો અગ્નિની જ્યોત જેવી હતી અને તેણે માથે ઘણા મુગટો પહેર્યા હતા. તેના ઉપર એક નામ લખેલું છે, પણ એ ઘોડેસવાર સિવાય બીજું કોઈ એ નામ જાણતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમની આંખો અગ્નિની જવાળા [જેવી] છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેની આંખો અગ્નિની જવાળા જેવી છે. તેના માથાં પર ઘણા મુગટ છે. તેના પર નામ લખેલું છે. પણ કેવળ તે જ એક છે જે નામ જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 19:12
25 Iomraidhean Croise  

યાકોબે કહ્યું, “કૃપા કરીને મને તમારું નામ કહો.” પણ તેણે કહ્યું, “તું મારું નામ શા માટે પૂછે છે?” પછી તેણે યાકોબને આશિષ આપી.


તમે તો તેને દૂતો કરતાં થોડો જ ઊતરતો સર્જયો છે, અને તેને માથે ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે. તમારી સર્વ કૃતિઓ પર તમે તેને શાસક બનાવ્યો છે, સમસ્ત સૃષ્ટિ તમે તેના તાબા હેઠળ મૂકી છે.


તેની વાત પર ધ્યાન આપજો અને તેની આજ્ઞા માનજો. તેની વિરુદ્ધ બળવો કરશો નહિ. કારણ, મેં તેને મોકલ્યો છે અને તે આવા કોઈ બળવાની ક્ષમા આપશે નહિ.


કોણ સ્વર્ગમાં ચડીને પાછું નીચે ઊતર્યું છે? કોણે પવનને કદી પોતાની મુઠ્ઠીમાં પકડયો છે? કોણે મહાસાગરને વસ્ત્રમાં બાંધ્યો છે? કોણે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપી છે? તેમનું નામ શું? અને તેમના પુત્રનું નામ શું? સાચે જ તને તો ખબર હશે!


હે સિયોનની નવયૌવનાઓ, બહાર આવો અને શલોમોન રાજાને નિહાળો! તેના લગ્નના દિવસે, એટલે હર્ષોલ્લાસના પ્રસંગે, તેની માતાએ જે મુગટ તેને માથે મૂક્યો હતો તે તેણે પહેરી રાખેલો છે.


તું પ્રભુના હાથમાં શોભાયમાન તાજ અને તેમની હથેલીમાં રાજવી મુગટ બની રહીશ.


આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


તેનું શરીર પોખરાજ મણિની જેમ પ્રકાશતું હતું. વીજળીના ચમકારાની જેમ તેનો ચહેરો ઝળહળતો હતો. તેની આંખો અગ્નિની જવાળા જેવી હતી. તેના હાથ અને પગ ચળક્તા તાંબા જેવા હતા. તેનો અવાજ મોટા જન- સમુદાયના પોકાર જેવો હતો.


એ દિવસ આવશે ત્યારે જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંનું જોખમથી રક્ષણ કરે છે, તેમ પ્રભુ પોતાના લોકોને બચાવશે. પ્રભુના પ્રદેશમાં તેઓ મુગટમાંના હીરાઓની જેમ પ્રકાશશે.


મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.


સિયોન નરને કહો કે, જો, તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર છે અને ગધેડા પર બિરાજમાન છે, તે ગધેડાના વછેરા પર સવારી કરે છે.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


મારા પિતાએ મને સર્વસ્વ આપ્યું છે. ઈશ્વરપિતા સિવાય ઈશ્વરપુત્ર કોણ છે તે કોઈ જાણતું નથી, અને ઈશ્વરપુત્ર સિવાય તથા તે જેને પ્રગટ કરે તે સિવાય ઈશ્વરપિતા કોણ છે તે કોઈ જાણતું નથી.”


અને હવે હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પરંતુ તેઓ દુનિયામાં છે; હે પવિત્ર પિતા, જે નામ તમે મને આપ્યું છે તે નામના સામર્થ્યથી તમે તેમનું રક્ષણ કરો; જેથી જેમ તમે અને હું એક છીએ, તેમ તેઓ પણ એક થાય.


હું તેમની સાથે હતો ત્યાં સુધી તો જે નામ તમે મને આપ્યું છે તેના સામર્થ્યથી મેં તેમનું રક્ષણ કર્યું. શાસ્ત્ર સાચું પડે તેથી વિનાશને માટે નિયત થઈ ચૂકેલી વ્યક્તિ સિવાય બીજા કોઈનો નાશ થયો નથી.


ત્યાં ખ્રિસ્ત સર્વ સ્વર્ગીય અધિકાર, સત્તા અને અધિપતિઓ પર રાજ કરે છે. વળી, આ દુનિયામાં અને આવનાર દુનિયાની તમામ સત્તાઓ કરતાં ય તે ઉચ્ચ સ્થાન ધરાવે છે.


પરંતુ આપણે ઈસુને જોઈએ છીએ કે થોડા સમય માટે તેમને દૂતો કરતાં ઊતરતી કક્ષાએ મૂકવામાં આવ્યા, જેથી ઈશ્વરની કૃપા દ્વારા તે બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ.


તેમની આંખો અગ્નિની જ્યોત જેવી તેજસ્વી હતી. ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કરેલા તાંબાના જેવા તેમના પગ ચમક્તા હતા. સમુદ્રની ગર્જના જેવો તેમનો અવાજ હતો.


આકાશમાં બીજું એક રહસ્યમય દૃશ્ય દેખાયું. લાલ રંગનો એક પ્રચંડ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક માથા પર મુગટ હતો.


પછી મેં એક પશુને સમુદ્રમાંથી બહાર આવતું જોયું. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક શિંગડા પર મુગટ હતો અને માથાં પર ઈશ્વરનિંદક નામો હતાં.


તેના ઝભ્ભા પર અને તેની જાંઘ પર “રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ” એવું નામ લખેલું હતું.


જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારા ઈશ્વરના મંદિરમાં સ્તંભ બનાવીશ, અને તે તેની બહાર કદી જશે નહિ. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ, મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઊતરી આવનાર નવા યરુશાલેમનું નામ, અને મારું પોતાનું નવું નામ લખીશ.


અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.


દૂતે કહ્યું, “તું મારું નામ કેમ જાણવા માગે છે? એ તો અદ્‍ભુત નામ છે!”


Lean sinn:

Sanasan


Sanasan