Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 19:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પછી મેં સ્વર્ગ ખુલ્લું જોયું, એવામાં એક સફેદ ઘોડો હતો. તેના સવારનું નામ “વિશ્વાસુ અને સત્ય” છે. તે તો અદલ ઇન્સાફ આપે છે અને યુદ્ધ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પછી મેં આકાશ ઊઘડેલું જોયું, તો જુઓ, એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, તેમનું નામ ‘વિશ્વાસુ તથા સાચા’ છે; તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે ‘વિશ્વાસુ તથા સત્ય’ છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી મેં ઊઘડેલું આકાશ જોયું. ત્યાં મારી આગળ એક શ્વેત ઘોડો હતો. ઘોડા પરનો સવાર વિશ્વાસુ તથા સાચો કહેવાય છે. તે તેના ન્યાયમાં તથા લડાઇ કરવામાં ન્યાયી છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 19:11
28 Iomraidhean Croise  

આકાશો ઈશ્વરની ન્યાયશીલતાને પ્રસિદ્ધ કરે છે; કારણ ઈશ્વર પોતે જ ન્યાયાધીશ છે. (સેલાહ)


કારણ, પ્રભુ જગતનો ન્યાય કરવા આવે છે. તે નેકીથી જગતનો અને સત્યતાથી સર્વ પ્રજાઓનો ન્યાય કરશે.


કારણ, પ્રભુ પૃથ્વીનો ન્યાય કરવા આવે છે; તે નેકીથી જગતનો અને નિષ્પક્ષપાતપણે સર્વ પ્રજાઓનો ન્યાય કરશે.


હે ઈશ્વર, શક્તિશાળી અને ન્યાયપ્રિય રાજા, તમે ઇઝરાયલમાં નિષ્પક્ષતાની સ્થાપના કરી છે; અને યાકોબના દેશમાં ઇન્સાફ અને નેકીના ધોરણ ઠરાવ્યાં છે.


પ્રભુ શૂરવીર સૈનિક છે; તેમનું નામ યાહવે છે.


જુઓ, એક એવો સમય આવશે જ્યારે નીતિમત્તાથી રાજ ચલાવનાર એક રાજા આવશે. તેના અમલદારો ન્યાયપૂર્વક અમલ ચલાવશે.


આવો, તમારો દાવો રજૂ કરો, ભેગા મળીને મસલત કરો અને જણાવો કે પ્રાચીન સમયથી કોણે એના વિષે ભવિષ્ય ભાખ્યું હતું? કોણે એની અગાઉથી જાહેરાત કરી હતી? શું મેં પ્રભુએ એમ કર્યું નથી? અલબત્ત, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર છું; હું જ ત્રાતા છું. બીજો કોઈ નથી.


તે દિવસોમાં હું દાવિદવંશના નેક અંકુરને ઉગાડીશ; તે રાજા સમગ્ર દેશમાં નેકી અને ન્યાયથી રાજ કરશે.”


ત્રીસમા વર્ષના ચોથા માસની પાંચમી તારીખે હું બેબિલોનની કબાર નદીને કાંઠે દેશનિકાલ થઇને આવેલા ઇઝરાયલીઓ સાથે રહેતો હતો. ત્યારે આકાશ ઊઘડી ગયું અને મને ઈશ્વરનું દર્શન દેખાયું.


પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ.


તેમણે તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: તમે આકાશ ઊઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને આકાશમાંથી માનવપુત્ર ઉપર ઊતરતા અને આકાશમાં ચઢતા જોશો.”


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


પછી મેં પેલા પશુને અને પૃથ્વીના રાજાઓને તેમનાં લશ્કરો લઈને પેલા સફેદ ઘોડા પર સવારી કરનાર સામે અને તેના સૈન્ય સામે યુદ્ધ કરવા એકઠા થયેલા જોયા.


તેમનાં સૈન્યો, સફેદ ઘોડા પર સવારી કરનારાના મોંમાંથી નીકળતી તલવાર વડે મારી નંખાયાં અને બધાં પક્ષીઓએ ધરાઈને તેમનું માંસ ખાધું.


લાઓદીકિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે આમીન, વિશ્વાસુ અને સત્યનિષ્ઠ સાક્ષી તથા ઈશ્વરના સર્વ સર્જનનું ઉદ્ભવસ્થાન છે તે આમ કહે છે:


ફિલાદેલ્ફિયાની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જે પવિત્ર અને સત્ય છે, જેની પાસે દાવિદની ચાવી છે, જે ઉઘાડે તો કોઈ બંધ કરી શકતું નથી, અને બંધ કરે તો કોઈ ઉઘાડી શકતું નથી તે આમ કહે છે:


તે પછી મેં બીજું સંદર્શન જોયું, મેં સ્વર્ગમાં એક દ્વાર ખુલ્લું થયેલું જોયું! અને પહેલાં સાંભળ્યો હતો તેવા રણશિંગડાના જેવા જ અવાજે મને કહ્યું, “અહીં ઉપર આવ, અને હવે પછી જે બનાવો અવશ્ય બનવાના છે તે હું તને બતાવીશ.”


અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.


Lean sinn:

Sanasan


Sanasan