Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 19:1 - પવિત્ર બાઇબલ C.L.

1 એ પછી સ્વર્ગમાં જાણે કે મોટા જનસમુદાયનો કોલાહલ થઈ રહ્યો હોય એવો મોટો અવાજ સંભળાયો. તેઓ પોકારતા હતા, “હાલ્લેલુયા!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી, તે બોલી, “હાલેલૂયા; આપણા ઈશ્વરને તારણ, મહિમા તથા પરાક્રમ છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે પછી સ્વર્ગમાં મોટા સમૂદાયના જેવી વાણી મેં મોટે અવાજે એમ કહેતી સાંભળી કે ‘હાલેલુયા, ઉદ્ધાર આપણા ઈશ્વરથી છે; મહિમા તથા પરાક્રમ તેમના છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ પછી મેં આકાશમાં ઘણા લોકોના સમૂહના જેવો મોટો અવાજ સાંભળ્યો. તે લોકો કહેતા હતા કે: “હાલેલુયા! આપણા દેવને તારણ, મહિમા અને પરાક્રમ છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 19:1
23 Iomraidhean Croise  

તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


પૃથ્વી પરથી પાપીઓનો નાશ થાઓ અને દુષ્ટોનો અંત આવો. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ!


યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સાર્વકાલીન છે.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હું સંપૂર્ણ દયથી પ્રભુનો આભાર માનીશ; સરળજનોના સમુદાયમાં એટલે ભક્તિસભામાં તેમની સ્તુતિ કરીશ.


પરંતુ અમે જીવંત જનો તો હમણાંથી સર્વકાળ સુધી યાહની સ્તુતિ કરીશું. યાહની સ્તુતિ કરો: હાલ્લેલુયાહ!


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! હે મારા આત્મા, પ્રભુની સ્તુતિ કર.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સ્વર્ગમાં વસનારાઓ, પ્રભુની સ્તુતિ કરો; ઉચ્ચ સ્થાનોમાં વસનારાઓ, તેમની સ્તુતિ કરો.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુના માનમાં નવું ગીત ગાઓ, અને સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશના ધુમ્મટ નીચે પણ તેમની સ્તુતિ કરો.


ઉદ્ધાર તો પ્રભુ થકી જ મળે છે! પ્રભુ તમારી આશિષ તમારા લોક પર હો! (સેલાહ)


ઈશ્વર એકવાર બોલ્યા છે; બેવાર મેં આ વાત સાંભળી છે, કે


ઉત્તર તરફથી આવેલા લોકોના હાથે બેબિલોનનું પતન થશે. તેનો વિનાશ થશે ત્યારે આકાશ અને પૃથ્વી અને તેમાં આવેલા સૌ કોઈ જયજયકાર કરશે. હું પ્રભુ આ બોલું છું.


પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!”


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


પછી સ્વર્ગમાં મેં એક મોટી વાણી આમ બોલતાં સાંભળી, “હવે આપણા ઈશ્વરે વિજય પ્રાપ્ત કર્યો છે, હવે ઈશ્વરનું રાજ આવ્યું છે. હવે તેમના અભિષિક્તે પોતાનો અધિકાર સ્થાપિત કર્યો છે. કારણ, ઈશ્વરની સમક્ષ આપણા ભાઈઓ પર રાતદિવસ દોષારોપણ કરનારને સ્વર્ગમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો છે.


એ પછી મોટા જનસમુદાયના કોલાહલ જેવો, અને પ્રચંડ ધોધના ગડગડાટ જેવો અને મેઘના કડાકા જેવો અવાજ મેં સાંભળ્યો. તેઓ પોકારતા હતા. “હાલ્લેલુયા! આપણા ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ, રાજ કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan