Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેણે જેટલો વૈભવવિલાસ ભોગવ્યો છે તેટલાં જ દુ:ખ અને વેદના તેને આપો. કારણ, તે મનમાં એમ માને છે કે હું કંઈ વિધવા નથી, પણ ગાદીએ બિરાજેલી રાણી છું અને હું કદી શોક કરીશ નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલો ત્રાસ તથા પીડા તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે કે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 બાબિલોને પોતાને મોટી કીર્તિ અને મોજશોખ જીવનમાં પ્રાપ્ત કર્યા, તેટલાં દુ:ખો અને વેદનાઓ પણ તેને આપો; તે તેની જાતને કહે છે, ‘હું મારા રાજ્યાસન પર બેઠેલી એક રાણી છું. હું વિધવા નથી, હું કદી ઉદાસ થનાર નથી.’

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:7
16 Iomraidhean Croise  

ત્યારબાદ રાજાએ હામાનને કહ્યું, “જા, ઝટપટ રાજપોશાક તથા ઘોડો લઈ આવ અને રાજમહેલના દરવાજે બેઠેલા પેલા યહૂદી મોર્દખાયનું સન્માન કર. તું બોલ્યો છું એમાંનું કંઈ બાકી રહેવું જોઈએ નહિ.”


તે પોતાના મનમાં વિચારે છે, “હું કદી નાસીપાસ થનાર નથી; અરે, મારા વંશજો પણ કદી સંકટમાં આવી પડશે નહિ.”


રાજકુંવરીઓ પણ તમારા જનાનામાં છે ઓફીરના સોનાથી આભૂષિત મહારાણી તમારે જમણે હાથે ઊભાં છે.


પ્રભુએ મને કહ્યું “રાજા તથા રાજમાતાને કહે કે, તમારા રાજ્યાસન પરથી ઊતરીને નીચે બેસો, કારણ, તમારા મસ્તક પરથી તમારા સુંદર રાજમુગટ પડી ગયા છે.


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


તું એ પ્યાલો છેલ્લા ટીપાં સુધી ગટગટાવી જશે અને તેના ભાગેલા કટકાથી તારી છાતી ચીરી નંખાશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.


તારા અંતરના અભિમાને તને છેતર્યો છે. તારું પાટનગર મજબૂત ખડકો પરના કિલ્લામાં છે; ઊંચે ગિરિમાળામાં તારું નિવાસસ્થાન છે. તેથી તું તારા મનમાં કહે છે, ‘મને અહીંથી નીચે પાડનાર કોણ?’


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


પણ જુવાન વિધવાઓનાં નામ યાદીમાં નોંધવાં નહીં. કારણ, જ્યારે તેમને લગ્ન કરવાની ઇચ્છા થાય ત્યારે તેઓ ખ્રિસ્તથી દૂર જઈને લગ્ન કરે છે.


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.


Lean sinn:

Sanasan


Sanasan