Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પછી મેં બીજી એક વાણી આકાશમાંથી આમ કહેતી સાંભળી, “ઓ મારા ભક્તો, તે નગરીમાંથી નીકળી આવો, અને તેના પાપમાં તમે ભાગીદાર થશો નહિ, રખેને તેની આફતો તમારા પર આવી પડે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી, “ઓ મારા લોકો, તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે, માટે તેમાંથી નીકળી જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી મેં બીજો એક અવાજ આકાશમાંથી કહેતા સાંભળ્યો કે: “મારા લોકો, તે શહેરમાથી બહાર આવો, જેથી તમે તેના પાપોના ભાગીદાર ન થાઓ. પછી તમે તેના પર આવનારી વિપત્તિઓને તમારે સહન કરવી પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:4
16 Iomraidhean Croise  

તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે.


તમે ચોરને જોઈને તેની સાથે જોડાઈ જાઓ છો, અને વ્યભિચારીઓને સાથ આપો છો.


બેબિલોનમાંથી નીકળી જાઓ, ખાલદીઓથી નાસી છૂટો. હર્ષનાદ સહિત જાહેર કરો અને પૃથ્વીના છેડે છેડે આ સંદેશો પહોંચાડો કે, “પ્રભુએ પોતાના સેવક યાકોબનો ઉદ્ધાર કર્યો છે.”


નીકળો! નીકળો! ઓ મંદિરનાં પાત્રો ઊંચકનારાઓ, તમે બેબિલોનમાંથી નીકળી જાઓ અને શુદ્ધ થાઓ. કોઈપણ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ કરશો નહિ.


“હે ઇઝરાયલી લોકો, બેબિલોનમાંથી નાસી જાઓ. ખાલદી લોકોની ભૂમિ પરથી નાસી છૂટો ટોળાને દોરવા આગળ આગળ ચાલતા બકરાની જેમ પહેલ કરી ચાલી નીકળો.


બેબિલોનનો કોટ તૂટી પડયો છે. હે મારા ઇઝરાયલી લોકો, તમે દરેક જણ ત્યાંથી નાસી છૂટો. મારા ઉગ્ર કોપથી બચવા માટે જીવ લઈને ભાગો.


પ્રભુ કહે છે, “તમે સંહારથી બચી ગયા છો, માટે હવે નાસી છૂટો. રાહ જોશો નહિ. તમે વતનથી દૂર છો છતાં મને તમારા પ્રભુને અને યરુશાલેમને યાદ કરો.


બેબિલોનમાંથી નાસી છૂટો, તમે બધા જીવ લઈને ભાગો; જેથી બેબિલોનના પાપને લીધે તમે માર્યા ન જાઓ. હવે બદલો લેવાનો મારો સમય આવ્યો છે, અને હું તેને યોગ્ય સજા કરી રહ્યો છું.


તેમાં વસતા પરદેશીઓએ કહ્યું, “અમે બેબિલોનના ઘાનો ઉપચાર કરવા પ્રયત્ન કર્યો, પણ તેને રૂઝ વળે એમ નથી. તેથી ચાલો, આપણે એને તજી દઈએ અને દરેક જણ પોતપોતાના વતનમાં જતા રહીએ; કારણ, તેના અપરાધની સજા આકાશ સુધી પહોંચી છે અને ગગન સુધી ઊંચે ચડી છે.


અને તમે જાહેર કરો છો કે, ’જો અમે અમારા પૂર્વજોના સમયમાં જીવતા હોત તો અમે તેમની માફક સંદેશવાહકોનાં ખૂન કર્યાં ન હોત.’


તેથી પ્રભુ કહે છે: “તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ, જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ.


પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ.


કારણ, જે કોઈ તેને શુભેચ્છા પાઠવે છે તે તેનાં દુષ્ટ કાર્યોનો ભાગીદાર બને છે.


Lean sinn:

Sanasan


Sanasan