Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:22 - પવિત્ર બાઇબલ C.L.

22 વીણા, સંગીત, વાંસળી કે શરણાઈના સૂર તારે ત્યાં ફરી સંભળાશે નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 વળી વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં સંભળાશે નહિ, તારામાં હરકોઈ કારીગરીનો કોઈ પણ કારીગર ફરી જોવામાં આવશે નહિ. તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારા નગરમાં સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 વીણા વગાડનારા, ગાનારા, બીજા વાજીંત્રો વાંસળી અને રણશિગડું વગાડનારા લોકોનું સંગીત તારામાં ફરી કદી સંભળાશે નહિ. પ્રત્યેક કસબી જે કાંઇ કામ કરતો હોય. ફરીથી કદી તારામાં જોવામાં આવશે નહિ. ઘંટીનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:22
10 Iomraidhean Croise  

તે રાત વંધ્યા બની રહો; તેમાં કંઈ હર્ષનાદ ન થાઓ.


તારા કાન રસ્તા પરનો ઘોંઘાટ સાંભળી શકશે નહિ. ઘંટીએ દળવાનો અવાજ કે સંગીતના સૂર વચ્ચેનો તફાવત તું પારખી શકીશ નહિ; છતાં પક્ષીઓના કલરવ માત્રથી તું જાગી જશે.


હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી.


કારણ, હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું, કે આ સ્થળે તારી નજર સામે, તારી હયાતીમાં જ હું આનંદ અને હર્ષના પોકાર તથા વર અને કન્યાના કિલ્લોલ શાંત પાડી દઈશ.


હું તેમની મધ્યેથી આનંદ અને હર્ષના પોકાર, વરકન્યાઓનો કિલ્લોલ, ધાન્ય દળવાની ઘંટીનો અવાજ તથા દીવાનો પ્રકાશ બંધ પાડીશ.


પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.”


હું તારાં ગાયનોનો આલાપ બંધ કરાવીશ અને તારી વીણાના સૂરો ફરી કદી સંભળાશે નહિ.


ઈસુ અધિકારીના ઘરમાં ગયા. તેમણે શોકીત ગાનારાઓને અને રોકકળ કરતા લોકોને જોયા,


Lean sinn:

Sanasan


Sanasan