Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:20 - પવિત્ર બાઇબલ C.L.

20 ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તમારો ન્યાય તેના પર લાવ્યો છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ઓ આકાશ! આના કારણે આનંદિત થાઓ. સંતો, પ્રેરિતો અને પ્રબોધકો, આનંદ કરો. તેણે તમારી સાથે જે કાંઇ કર્યું તેને કારણે દેવે તેને શિક્ષા કરી.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:20
26 Iomraidhean Croise  

સરળ જનો તે નિહાળીને આનંદિત બને છે, પણ સર્વ દુરાચારીઓના મોં બંધ થઈ જાય છે.


તેઓ ભલે શાપ દે, પણ તમે મને આશિષ આપો; તેઓ ભલે આક્રમણ કરે, પણ તેઓ લજ્જિત થશે; પરંતુ હું તમારો સેવક આનંદિત થઈશ.


મારા શત્રુઓને હરાવવા તે મને સહાય કરે છે; તે રાષ્ટ્રોને મારે તાબે કરે છે.


તમારાં ઉદ્ધારક કાર્યોને લીધે સિયોનના લોકો આનંદ માણો, અને યહૂદિયાના કુળપ્રદેશનાં નગરો હર્ષ પામો.


દુષ્ટોને સજા થતી નિહાળીને નેકજનો હરખાશે. તેઓ દુષ્ટોના રક્તમાં પોતાના પગ ધોશે.


હે પ્રભુ, તમે બદલો વાળનાર ઈશ્વર છો; હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રગટ કરો.


નેકજનોની આબાદીમાં આખું નગર હરખાય છે, પણ દુષ્ટોનો નાશ થાય ત્યારે લોકો હર્ષનાદ કરે છે.


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


હે પૃથ્વીનાં ઊંડાણો, તમે જયઘોષ કરો! હે પર્વતો અને વન તથા તેમાંનાં બધાં વૃક્ષો, તમે આનંદનાં ગીત ગાવા માંડો! કારણ, પ્રભુએ યાકોબનો ઉદ્ધાર કર્યો છે અને ઇઝરાયલમાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે.


હે આકાશો, આનંદ કરો! હે પૃથ્વી, હર્ષનાદ કર! હે પર્વતો, જયજયકાર કરો! કારણ, પ્રભુએ પોતાના લોકને દિલાસો આપ્યો છે. તેમણે પોતાના દુ:ખી લોક પર દયા દાખવી છે.


પ્રભુએ તારા પરની શિક્ષા અટકાવી દીધી છે; તેણે તારા સર્વ શત્રુઓને દૂર કર્યા છે. ઇઝરાયલનો રાજા, યાહવે તારી સાથે છે. હવે ગભરાવાનું કોઈ કારણ નથી.


પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.


ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે.


તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે.


સંહાર થયેલાઓના તથા બંદીવાન કરાયેલાના લોહીથી, શત્રુઓના સેનાનાયકોના શિરના રક્તથી, હું મારાં તીરોને લોહી પાઈને તૃપ્ત કરીશ અને મારી તલવાર તેમના માંસનો ભક્ષ કરશે.


ઘણા સમય પહેલાં પવિત્ર સંદેશવાહકોની મારફતે જે વચનો જણાવવામાં આવ્યાં તે અને તમારા પ્રેષિતોની મારફતે આપવામાં આવેલી આપણા પ્રભુ અને ઉદ્ધારકની આજ્ઞા તમે યાદ કરો એવું હું ચાહું છું.


પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો.


તેથી ઓ સ્વર્ગ, અને સર્વ સ્વર્ગવાસીઓ હર્ષનાદ કરો! પણ પૃથ્વી અને સમુદ્ર તમને હાયહાય! કારણ, રોષે ભરાયેલો શેતાન તમારે ત્યાં ઊતરી આવ્યો છે અને તેને ખબર છે કે તેનો સમય પૂરો થવા આવ્યો છે.”


જે રીતે તે વર્તી છે તે રીતે તમે પણ તેની સાથે વર્તો, તેનાં કાર્યોનો બમણો બદલો આપો. તેણે તૈયાર કરેલાં પીણાં કરતાં બમણાં જલદ પીણાંથી તેનો પ્યાલો ભરી દો.


તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?”


હે પ્રભુ, તમારા સર્વ શત્રુઓ એ જ રીતે માર્યા જાય, પણ તમારા ભક્તો ઊગતા સૂર્યની જેમ પ્રકાશતા જાઓ! પછી દેશમાં ચાલીસ વર્ષ સુધી શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan