Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 18:11 - પવિત્ર બાઇબલ C.L.

11-13 પૃથ્વીના વેપારીઓ પણ તેને માટે વિલાપ કરે છે, કારણ, હવે કોઈ તેમનો માલસામાન ખરીદતું નથી. તેમનું સોનું, ચાંદી, હીરા, મોતી, અળસીના રેસાનાં બારીક વસ્ત્ર, જાંબુડી કાપડ, રેશમ અને લાલ રંગનાં વસ્ત્રો, દરેક પ્રકારનાં સુગંધી લાકડાં, હાથીદાંત અને કિંમતી લાકડાની, તાંબાની, લોખંડની અને આરસની વસ્તુઓ, તજ, એલચી, ધૂપ અને બોળ, દારૂ અને તેલ, મેંદો અને ઘઉં, ઢોરઢાંક અને ઘેટાં, ઘોડા અને રથ, ગુલામો એટલે કે માનવજીવો, કોઈ કંઈ ખરીદતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે કેમ કે હવેથી કોઈ તેઓનો માલ વેચાતો લેનાર નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને પૃથ્વી પરના વેપારીઓ તેના માટે શોક કરશે અને તેને માટે દુ:ખી થશે. તેઓ દિલગીર થશે કારણ કે હવે તેઓ જે વેચે છે તેને ખરીદનારા ત્યાં કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 18:11
18 Iomraidhean Croise  

કારણ, ચાંદીની પ્રાપ્તિ કરતાં જ્ઞાનપ્રાપ્તિ અધિક લાભદાયી છે, અને સુવર્ણપ્રાપ્તિ કરતાં પણ અધિક મૂલ્યવાન છે.


બેબિલોન તો સર્વ રાજ્યોમાં શિરોમણિ અને ખાલદી લોકોનું ગૌરવ છે. પણ હું પ્રભુ સદોમ અને ગમોરાની માફક તેનો વિનાશ કરી દઈશ.


તારી બાલ્યાવસ્થાથી જેમની સાથે તું વ્યવહાર રાખતી આવી છે તે સલાહકારો તો એવા છે. તેઓ તારું કંઈ હિત કરી શકે તેમ નથી. તેઓ તને તજીને પોતપોતાને રસ્તે ચાલ્યા જશે અને તેમાંનો કોઈ તને બચાવી શકશે નહિ.”


તારી મરામત કરનાર સુથારો ગેબાલના કુશળ કારીગરો હતા. સમુદ્રમાં અવરજવર કરતાં બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં માલ ખરીદવા આવતા હતા.


હે નગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, તમે એ વિલાપ અને રુદન સાંભળો ત્યારે તમે પણ પોક મૂકો. કારણ, તમામ વેપારીવર્ગ નષ્ટ થયો છે અને રૂપાથી લદાયેલા સૌનો સંહાર થયો છે.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


પણ આમંત્રિતોએ ગણકાર્યું નહીં, અને તેઓ પોતપોતાના કામે લાગ્યા.


કબૂતર વેચનારાઓને તેમણે આજ્ઞા કરી, “આ બધું અહીંથી બહાર લઈ જાઓ! મારા પિતાના ઘરને તમે બજાર ન બનાવો!”


આ જૂઠા શિક્ષકો લોભી છે અને બનાવટી વાતો જણાવીને તમારો લાભ ઉઠાવશે. તેમના ન્યાયાધીશે ઘણા લાંબા સમયથી તેમનો ન્યાય તોળી નાખ્યો છે અને તેમનો નાશ કરનાર સતત જાગ્રત છે.


એ શહેરમાં આ વસ્તુઓનો વેપાર કરીને ધનવાન થયેલા વેપારીઓ તેને થતી વેદનાથી ગભરાઈને દૂર ઊભા રહેશે. તેઓ વિલાપ કરશે.


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.


Lean sinn:

Sanasan


Sanasan