Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 17:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તે સ્ત્રીએ જાંબુડી અને કિરમજી રંગનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને તે સોનાનાં ઘરેણાં અને હીરામોતીથી લદાયેલી હતી. તેના હાથમાં તેના વ્યભિચારના પરિણામરૂપે બીભત્સ કાર્યોથી અને ગંદકીથી ભરેલો સોનાનો પ્યાલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે‍ સ્‍ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગના વસ્‍ત્ર પહેરેલાં હતાં, અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નોથી તથા મોતીઓથી શણગારેલી હતી, અને તેના હાથમાં તેના વ્યભિચારનાં ધિક્કારપાત્ર કૃત્યોથી તથા મલિનતાથી ભરેલું એક સોનાનું પ્યાલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે સ્ત્રીએ જાંબલી અને લાલ રંગના વસ્ત્રો પહેર્યાં હતા. તે સોનાનાં અલંકારો અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી. તેના હાથમાં સોનાનું પ્યાલું હતું. આ પ્યાલું ભયંકર વસ્તુઓ અને તેનાં અશુદ્ધ વ્યભિચારનાં પાપોથી ભરાયેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 17:4
22 Iomraidhean Croise  

એથીય ભૂંડી વાત તો એ કે તેમનાં સ્ત્રીપુરુષ એ વિધર્મી પ્રજાઓનાં પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ કરતાં હતાં. ઇઝરાયલીઓ દેશનો કબજો લેતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી એ પ્રજાઓનાં જેવાં શરમજનક કૃત્યો યહૂદિયાનાં લોકોએ પણ આચર્યાં.


ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી હાંકી કાઢેલી પ્રજાઓના ઘૃણાસ્પદ રીતરિવાજો અનુસરીને મનાશ્શાએ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.


તેમણે અમને જણાવ્યું હતું: ‘જ્યાં તમે વસવાટ માટે જાઓ છો તે દેશ તો ત્યાંના લોકોની અશુદ્ધતા અને તેમનાં ઘૃણાપાત્ર કૃત્યોની મલિનતાથી ભરેલો છે.


“પણ આખલાનો બલિ ચડાવનાર માણસની હત્યા કરનાર જેવો છે; હલવાનનું અર્પણ ચડાવનાર કૂતરાની ડોક ભાગનાર જેવો છે; ધાન્યઅર્પણ ચડાવનાર ભૂંડનું રક્ત ચડાવનાર જેવો છે અને યાદગીરીને અર્થે ધૂપ બાળનાર મૂર્તિની ઉપાસના કરનાર જેવો છે. કારણ, તેમણે પોતપોતાનો માર્ગ પસંદ કર્યો છે. અને તેમનાં મન ઘૃણાજનક પૂજાવિધિઓમાં મગ્ન રહે છે.


બેબિલોન તો મારા હાથમાં સોનેરી પ્યાલા જેવું હતું, જેમાંથી પીને આખી દુનિયા ચકચૂર થઈ. પ્રજાઓ તેમાંથી દ્રાક્ષાસવ પીને ભાન ભૂલી છે.


તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે.


હવે તું ઇઝરાયલીઓને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: શા માટે તમે તમારાં પૂર્વજોએ કરેલાં પાપ ફરીથી કરો છો અને તેમની જેમ મૂર્તિઓની પાછળ વંઠી જાઓ છો?


હવે એ ખાલી કરીને તેને અંગારા પર મૂકો, અને તેનું તાંબુ લાલચોળ થાય ત્યાં સુધી તપાવો; જેથી તેનો મેલ પીગળે ને એનો ક્ટ બળી જાય.


યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી.


તું ઈશ્વરની વાડી એદનમાં રહેતો હતો અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન રત્નો એટલે માણેક પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમ, લીલમ અને અગ્નિમણિ ધારણ કરતો હતો. તારા અલંકારો સુવર્ણના હતા. તારા સર્જનના દિવસે એ તારે માટે તૈયાર કરવામાં આવ્યા હતા.


હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીશ અને તમે શુદ્ધ થશો. હું તમને તમારી બધી મલિનતાથી અને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.


પણ તેને બદલે તે કિલ્લાઓના દેવોનું સન્માન કરશે. તેના પૂર્વજોએ જેમની ક્યારેય પૂજા કરી નહોતી એવા દેવોને તે સોનું, રૂપું, ઝવેરાત, અને અન્ય મનોહર ભેટોનું અર્પણ કરશે.


પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.


તમે તેમની મધ્યે તેમના દેવોની લાકડાની, પથ્થરની, ચાંદીની તથા સોનાની ઘૃણાજનક અને સૂગ ચડે તેવી મૂર્તિઓ જોઈ છે.)


તેના પછી તરત જ બીજા દૂતે આવીને પોકાર્યું, “પડયું રે પડયું રે, મહાનગર બેબિલોન. તેણે પોતાના વ્યભિચારનો જલદ દારૂ બધા લોકોને પીવડાવ્યો છે.”


અને કહેશે, “ઓ મહાનગરી તને હાય હાય! તે તો અળસીના શ્વેત રેસાનાં, જાંબુડી અને લાલ રંગના વસ્ત્રો જ પહેરતી તથા સોનાથી, ઝવેરાતથી અને મોતીથી પોતાને શણગારતી હતી!


ઉદ્ધાર, ગૌરવ અને સામર્થ્ય આપણા ઈશ્વરનાં જ છે! તેમના ચુકાદા સાચા અને ન્યાયી છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરનાર નામીચી વેશ્યાને ઈશ્વરે સજા કરી છે. કારણ, તેણે ઈશ્વરના સેવકોને મારી નાખ્યા હતા.”


તે બાર દરવાજા બાર મોતીના હતા; દરેક દરવાજો એક એક મોતીનો હતો; અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો અને નિર્મળ ક્ચના જેવો હતો.


વળી, તેઓ ખૂન, જાદુ, વ્યભિચાર અને ચોરીનાં કાર્યોથી પસ્તાઈને પાછા ફર્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan