Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 17:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પૃથ્વીના રાજાઓએ તે નામચીન વેશ્યા સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વીના લોકો તેના વ્યભિચારનો દારૂ પીને ચકચૂર બની ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેની સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કર્યો છે, અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વી પર રહેનારા છાકટા થયા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 17:2
14 Iomraidhean Croise  

બેબિલોન તો મારા હાથમાં સોનેરી પ્યાલા જેવું હતું, જેમાંથી પીને આખી દુનિયા ચકચૂર થઈ. પ્રજાઓ તેમાંથી દ્રાક્ષાસવ પીને ભાન ભૂલી છે.


વેશ્યા જેવી નિનવે નગરીને શિક્ષા થઈ રહી છે. એ આકર્ષક અને નખરાંબાજે પ્રજાઓને મોહિત કરીને વશ કરી દીધી.


“બધા પ્રથમ ઉત્તમ દ્રાક્ષાસવ પીરસે છે અને મહેમાનો સારી પેઠે પી રહે પછી હલકો દ્રાક્ષાસવ પીરસે છે. પરંતુ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે!”


તેના પછી તરત જ બીજા દૂતે આવીને પોકાર્યું, “પડયું રે પડયું રે, મહાનગર બેબિલોન. તેણે પોતાના વ્યભિચારનો જલદ દારૂ બધા લોકોને પીવડાવ્યો છે.”


એ દશેદશ રાજાઓનો હેતુ એક જ છે અને તેમણે તેમનાં સત્તા અને અધિકાર પેલા પશુને આપ્યાં છે.


કારણ, ઈશ્વરે પોતાનો ઇરાદો પૂરો કરવા તેમના હૃદયમાં એવું કરવાની ઇચ્છા મૂકી છે. જેથી ઈશ્વરનાં કથનો સાચાં ઠરે ત્યાં સુધી તેઓ એક મતના થઈ કાર્ય કરે અને પશુને તેમનો રાજ્યાધિકાર આપે.


તેના કપાળે એક નામ લખેલું હતું જેનો ગુપ્ત અર્થ આવો છે: “મહાનગરી બેબિલોન - પૃથ્વીની બધી વેશ્યાઓ અને વિકૃત ક્માચારીઓની માતા.”


તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે.


હુન્‍નરઉદ્યોગનો એકપણ કારીગર તારે ત્યાં મળશે નહિ અને દળવાની ઘંટીનો અવાજ પણ સંભળાશે નહિ. દીવાનો પ્રકાશ પણ તારે ત્યાં ફરી દેખાશે નહિ અને વરકન્યાનો કિલ્લોલ પણ તારે ત્યાં સંભળાશે નહિ. તારા વેપારીઓ આખી દુનિયામાં પ્રખ્યાત હતા. તેં તારા જાદુમંતરથી આખી દુનિયાના લોકોને છેતર્યા છે!”


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.


તેથી હું તેને માંદગીના બિછાને નાખીશ અને તેણે કરાવેલાં કૃત્યોથી વ્યભિચારીઓ પાછા નહિ ફરે તો હું તેમને ભારે સતાવણીમાં નાખીશ.


ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ.


વળી, તેઓ ખૂન, જાદુ, વ્યભિચાર અને ચોરીનાં કાર્યોથી પસ્તાઈને પાછા ફર્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan