Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 17:17 - પવિત્ર બાઇબલ C.L.

17 કારણ, ઈશ્વરે પોતાનો ઇરાદો પૂરો કરવા તેમના હૃદયમાં એવું કરવાની ઇચ્છા મૂકી છે. જેથી ઈશ્વરનાં કથનો સાચાં ઠરે ત્યાં સુધી તેઓ એક મતના થઈ કાર્ય કરે અને પશુને તેમનો રાજ્યાધિકાર આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજય શ્વાપદને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે ઈશ્વરે પોતાની ઇચ્છા પૂરી કરવા હેતુ, તેઓના મનમાં એવા વિચાર નાખ્યા છે, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાના રાજ્યનો અધિકાર હિંસક પશુને સોંપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 દેવે તેનો હેતુ પૂરો કરવાની ઈચ્છાથી દસ શિંગડાંઓ બનાવ્યાં: તેઓ તેની શાસન કરવાની સત્તા પ્રાણીને આપવા સમંત થયાં. દેવે કહેલાં વચન પૂર્ણ થશે ત્યાં સુધી તેઓ શાસન કરશે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 17:17
28 Iomraidhean Croise  

એઝરાએ કહ્યું, “આપણા પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ કે આ રીતે તેમણે સમ્રાટની મારફતે યરુશાલેમમાંના તેમના મંદિરનો વૈભવ વધાર્યો છે.


ત્યારે પ્રભુએ ઇજિપ્તના લોકોનાં હૃદય ફેરવી નાખ્યાં, જેથી તેઓ પ્રભુના લોકોનો તિરસ્કાર કરે, અને તેમના સેવકો એટલે ઇઝરાયલીઓ સાથે કપટથી વર્તે.


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


પણ પ્રભુ સાર્વકાલિક ઉદ્ધારથી ઇઝરાયલનો બચાવ કરશે; સદાસર્વદા તેઓ ક્યારેય લજવાશે કે શરમાશે નહિ.


હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ.


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્‍ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.”


ઈશ્વરે નિર્માણ કર્યા મુજબ માનવપુત્ર તો જશે, પણ તેને પકડાવી દેનાર માણસની કેવી દુર્દશા થશે!”


ઈસુના બાર શિષ્યો હતા, તેમાં ઈશ્કારિયોત તરીકે ઓળખાતો યહૂદા પણ હતો. તેનામાં શેતાન પ્રવેશ્યો.


કારણ, હું તમને કહું છું કે, ‘ગુનેગારોમાં તેની ગણના થઈ’ એવું જે ધર્મશાસ્ત્રમાં લખેલું છે, તે સાચું પડવું જોઈએ. કારણ કે મારા વિષે જે લખવામાં આવ્યું હતું તે સાચું પડી રહ્યું છે.”


આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા.


“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ.


ઈસુ અને તેમના શિષ્યો જમતા હતા. સિમોનનો દીકરો યહૂદા ઈશ્કારિયોત ઈસુને પકડાવી દે એવી શેતાને તેના મનમાં અગાઉથી પ્રેરણા કરી હતી,


સૈનિકોએ એકબીજાને કહ્યું, “આપણે એને ફાડવો નથી; એ કોને ભાગે આવશે તે જાણવા ચિઠ્ઠી નાખીએ.” “તેમણે મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં, અને મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખી.” એ શાસ્ત્રવચન પૂરું થાય તે માટે સૈનિકોએ એ પ્રમાણે કર્યું.


ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”


તમને મદદ કરવાને અમારા જેટલી જ આતુરતા તિતસે દાખવી એથી અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ.


પરંતુ સાતમો દૂત પોતાનું રણશિંગડું વગાડશે ત્યારે ઈશ્વર પોતાના સેવકો એટલે સંદેશવાહકોને પ્રગટ કરેલી ગુપ્ત યોજના સિદ્ધ કરશે.”


એ પછી મેં બીજું એક રહસ્યમય અને આશ્ર્વર્યકારક દૃશ્ય જોયું. સાત દૂતો સાત આફતો સાથે ઊભા હતા. આ અંતિમ આફતો હતી. કારણ, તેઓ ઈશ્વરના કોપનો અંતિમ તબક્કો દર્શાવે છે.


એ દશેદશ રાજાઓનો હેતુ એક જ છે અને તેમણે તેમનાં સત્તા અને અધિકાર પેલા પશુને આપ્યાં છે.


પછી દૂતે મને કહ્યું, “આ વાત લખી લે: જેમને હલવાનના લગ્નમાં આમંત્રણ મળ્યું છે, તેમને ધન્ય છે.” વળી, તેણે મને કહ્યું, “આ ઈશ્વરનાં સત્ય કથનો છે.”


પછી તેમનામાંના દરેકને સફેદ ઝભ્ભો આપવામાં આવ્યો, અને જ્યાં સુધી તેમની જેમ વધ થનારા સાથીસેવકો અને ભાઈઓની સંખ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને થોડો વધારે સમય આરામ લેવા જણાવવામાં આવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan