Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 17:16 - પવિત્ર બાઇબલ C.L.

16 જે દશ શિંગડાં તેં જોયાં તે અને પેલું પશુ પણ વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેઓ તેનું બધું જ પડાવી લેશે અને તેને નગ્ન કરી દેશે. તેઓ તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્નિમાં સળગાવી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે ગણિકાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે જે દસ શિંગડાંઓ અને પ્રાણી જોયાં તેઓ તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેની પાસેથી બધું જ લઈ લેશે અને તેને નગ્ર છોડી દેશે. તેઓ તેના શરીરને ખાશે અને તેને અગ્નિ વડે બાળી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 17:16
17 Iomraidhean Croise  

‘અરે, તેના ખોરાકથી આપણને તૃપ્તિ મળે તો કેવું સારું’ એવું મારા તંબૂમાંના માણસોમાંથી ક્યારેય કોઈ બોલ્યું નથી.


જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા.


બીજું પ્રાણી પંજા પર ઊભા રહેલા રીંછના જેવું હતું. તેના મોંમાં, દાંતની વચ્ચે ત્રણ પાંસળીઓ હતી. તેને કહેવામાં આવ્યું, ‘ઊઠ, તારાથી ખવાય એટલું માંસ ખા!’


જો કોઈ યજ્ઞકારની પુત્રી વેશ્યા બને તો તેથી તે પોતાના પિતાને કલંક લગાડે છે; તેને અગ્નિમાં બાળી નાખવી.


આકાશમાં બીજું એક રહસ્યમય દૃશ્ય દેખાયું. લાલ રંગનો એક પ્રચંડ અજગર દેખાયો. તેને સાત માથાં અને દસ શિંગડાં હતાં. દરેક માથા પર મુગટ હતો.


પછી છઠ્ઠા દૂતે તેનો પ્યાલો મહાનદી યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે તે નદી સુકાઈ ગઈ કે જેથી પૂર્વથી આવનાર રાજાઓને માટે માર્ગ તૈયાર થાય.


જેમાંના પાંચનું પતન થયું છે, એક રાજ કરે છે અને એક હજી આવવાનો છે. તે આવે ત્યારે તે થોડો જ સમય ટકશે.


તેમણે પોતાને માથે ધૂળ નાખી અને તેઓ મોટેથી રડીને શોક કરવા લાગ્યા, “ઓ મહાનગરી તને હાય હાય! આ તો એ નગરી છે, જ્યાં વહાણવટું કરનાર બધા જ તેની સંપત્તિથી ધનવાન બન્યા છે! અને ફક્ત એક ઘડીમાં જ તે ઉજ્જડ થઈ ગઈ.”


એને લીધે રોગચાળો, વેદના, દુકાળ એ બધી આફતો એક જ દિવસે તેના પર આવી પડશે, અને તેને અગ્નિમાં બાળી નાખવામાં આવશે. કારણ, તેનો ન્યાય કરનાર તો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર છે.”


પૃથ્વીના રાજાઓ, સેનાપતિઓ, સૈનિકો, ઘોડા અને તેમના સવાર, ગુલામ કે સ્વતંત્ર, નાનાં કે મોટાં, સઘળાં માણસોનું માંસ ખાઓ!”


Lean sinn:

Sanasan


Sanasan