Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 17:15 - પવિત્ર બાઇબલ C.L.

15 દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે સ્વર્ગદૂત મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે ગણિકા બેઠી છે, તેઓ પ્રજાઓ, સમુદાય, દેશો તથા ભાષાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી તે દૂતે મને કહ્યું કે, “જે પ્રાણી તેં જોયું છે તેના પર તે વેશ્યા બેસે છે. આ પ્રાણી તે ઘણા લોકો, જુદી જુદી જાતિઓ, રાષ્ટ્રો અને દુનિયાની ભાષાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 17:15
14 Iomraidhean Croise  

મૃત્યુનાં બંધનોએ મને ઘેરી લીધો હતો, વિનાશનાં મોજાં મારી ઉપર ફરી વળ્યાં હતાં;


તમે સમુદ્રની ગર્જના અને તેમનાં મોજાંઓનો ધુઘવાટ શાંત પાડો છો, તમે પ્રજાઓનાં હુલ્લડ સમાવો છો.


પ્રભુ કહે છે, “જુઓ, ઉત્તરમાં પૂર ચઢે છે, અને ઘોડાપૂરની માફક તે સમસ્ત દેશ પર, નગરો અને તેના રહેવાસીઓ પર ફરી વળશે. ત્યારે લોકો વિલાપ કરશે અને દેશના સર્વ રહેવાસીઓ કરુણ આક્રંદ કરશે.


બેબિલોનને કહો, ‘તું ઘણી નદીઓ અને નહેરો પર વસેલું છે, અને તારા ધનના ભંડારો ભરપૂર છે. પણ હવે તારો અંત આવ્યો છે, તારી જીવાદોરી કાપી નાખવામાં આવી છે.’


બેબિલોન પર જાણે સમુદ્ર ફરી વળ્યો છે અને તેનાં ગરજતાં મોજાંઓએ તેને ઢાંકી દીધું છે.


હું પ્રભુ, બેબિલોનનો વિનાશ કરું છું, તેમાં થતા ઘોંઘાટનો અંત લાવું છું. ગર્જના કરતા મોજાંની જેમ દુશ્મનોનું લશ્કર કોલાહલ સાથે આક્રમણ કરવા ધસી રહ્યું છે.


ઝરણાનું પાણી તેને પોષે છે. ભૂગર્ભનું જળ તેને વિક્સાવે છે. તેના રોપની આસપાસ નાઇલનાં ઝરણાં વહેતાં હતાં. તેમનાં વહેણોથી વનનાં સર્વ વૃક્ષોને પાણી મળતું.


પછી મને કહેવામાં આવ્યું, “ઘણી પ્રજાઓ, રાષ્ટ્રો, ભાષાઓ અને રાજાઓને જે થવાનું છે તે વિષે ઈશ્વરનું ભવિષ્યકથન પ્રગટ કર.”


દરેક પ્રજા, જાતિ, ભાષા અને રાષ્ટ્રના લોકો તેમનાં શબને સાડાત્રણ દિવસ સુધી જોયા કરશે અને તેમને દફનાવવા દેશે નહિ.


પછી સાત પ્યાલાવાળા સાત દૂતોમાંનો એક મારી પાસે આવ્યો અને તેણે કહ્યું, “ચાલ, ઘણાં પાણી પર બેઠેલી નામચીન વેશ્યાને કેવી સજા થશે તે બતાવું.


વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan