સંદર્શન 17:11 - પવિત્ર બાઇબલ C.L.11 અને પેલું પશુ જે એકવાર જીવતું હતું, પણ અત્યારે જીવતું નથી, તે જ આઠમો રાજા છે. તે પેલા સાત રાજાઓમાંનો છે અને વિનાશમાં જવાનો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જે શ્વાપદ હતું ને નથી, તે જ આઠમો છે, તે સાતમાંનો એક છે; અને તે નાશમાં જાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જે હિંસક પશુ હતું અને હમણાં નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે. Faic an caibideil |
તેં જોયું તે પશુ એક સમયે જીવતું હતું. પણ અત્યારે જીવતું નથી. છતાં તે અગાધ ઊંડાણમાંથી આવવાની તૈયારીમાં છે અને તેણે નાશમાં જવાનું છે. પૃથ્વી પર વસનાર લોકો જેમનાં નામ જીવંત લોકોની યાદીના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન અગાઉ લખવામાં આવ્યાં ન હતાં, તેઓ તે પશુને જોઈને આશ્ર્વર્ય પામશે. કારણ, એક સમયે તે જીવતું હતું. અત્યારે તે જીવતું નથી, પણ તે ફરીથી દેખાશે.