Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:6 - પવિત્ર બાઇબલ C.L.

6 માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ [એ માટે] લાયક છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તે લોકોએ તારા સંતોનું, અને તારા પ્રબોધકોનું, લોહી વહેવડાવ્યું છે. હવે તેં પેલા લોકોને લોહી પીવા આપ્યું છે. તેઓ એ માટે લાયક છે.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:6
25 Iomraidhean Croise  

ખાસ કરીને તો મનાશ્શાએ ઘણા નિર્દોષ માણસોને મારીને યરુશાલેમને લોહીથી તરબોળ કરી દીધું હતું એને લીધે એવું બન્યું હતું. પ્રભુ તેને તેની ક્ષમા આપવા રાજી નહોતા.


આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,


તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે.


હું તારા જુલમગારોને તેમનું પોતાનું જ માંસ ફાડી ખાતા કરી દઈશ. તેઓ દારૂની જેમ પોતાના જ રક્તપાતથી છાકટા બનશે. તે વખતે સમગ્ર માનવજાત જાણશે કે હું પ્રભુ, તારો ઉદ્ધારક અને તારો મુક્તિદાતા તથા યાકોબનો સમર્થ ઈશ્વર છું.”


મેં તારાં સંતાનોને શિક્ષા કરી તે વ્યર્થ થઈ છે; તેમણે મારી શિક્ષા ગણકારી નથી. ભૂખ્યા સિંહની જેમ તમારી જ તલવારોએ તમારા સંદેશવાહકોનો સંહાર કર્યો છે.


પછી અધિકારીઓએ અને સર્વ લોકોએ યજ્ઞકારોને તથા સંદેશવાહકોને કહ્યું, “આ માણસ દેહાંતદંડને પાત્ર નથી. કારણ, તેણે આપણા ઈશ્વર પ્રભુને નામે આપણને ઉપદેશ કર્યો છે.”


પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે!


તારા રક્તની છોળોથી હું પર્વતોની ટોચ સુધી ભૂમિને તરબોળ કરી દઇશ અને તારા રક્તથી નદીનાળાં છલકાઇ જશે.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


પણ જે નોકર પોતાનો શેઠ શું ઇચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે, તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને પુષ્કળ આપવામાં આવે છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.


તો જે વ્યક્તિ ઈશ્વરના પુત્રનો તિરસ્કાર કરે છે, ઈશ્વરના કરારનું રક્ત જેના દ્વારા તેને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યો હતો તેને અપવિત્ર ગણે છે તથા કૃપાના આત્માનું અપમાન કરે છે તેનું શું થશે? તે કેવી ઘોર શિક્ષાને પાત્ર ઠરશે!


વિધર્મી પ્રજાઓ રોષે ભરાઈ છે. કારણ, તમારા કોપનો સમય અને મૃતકોનો ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે. તમારા સેવકોને અને તમારાથી ડરીને ચાલનાર નાનાંમોટાં સૌને બદલો વાળી આપવાનો સમય આવી પહોંચ્યો છે. “વળી, જેઓ પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છે તેમનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”


જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે.


બીજા પશુને પ્રથમ પશુની પ્રતિમામાં પ્રાણ પૂરવાની સત્તા આપવામાં આવી હતી; જેથી તે પ્રતિમા બોલે અને જેઓ તેની ભક્તિ ન કરે તેમને તે મારી નાખે. તે બીજા પશુએ નાના કે મોટા,


ઓ સ્વર્ગ, તેના નાશને લીધે તમે આનંદ કરો. ઓ ઈશ્વરના લોકો, પ્રેષિતો અને સંદેશવાહકો તમે પણ આનંદ કરો. કારણ, તમારા પરના તેના અત્યાચારને લીધે ઈશ્વરે તેને સજા કરી છે.


ઈશ્વરના સંદેશવાહકો અને તેના લોકોનું અને પૃથ્વી પર મારી નંખાયેલા સર્વ લોકોનું લોહી એ શહેરમાં મળી આવ્યું હતું.


ઉદ્ધાર, ગૌરવ અને સામર્થ્ય આપણા ઈશ્વરનાં જ છે! તેમના ચુકાદા સાચા અને ન્યાયી છે. પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરનાર નામીચી વેશ્યાને ઈશ્વરે સજા કરી છે. કારણ, તેણે ઈશ્વરના સેવકોને મારી નાખ્યા હતા.”


Lean sinn:

Sanasan


Sanasan