Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પછી ત્રીજા દૂતે તેનો પ્યાલો નદીઓ અને ઝરણાં પર રેડી દીધો અને તેમનાં પાણી રક્ત બની ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. એટલે તેઓ લોહી થઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે ત્રીજા દૂતે તેનું પ્યાલું નદીઓ તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું. તે નદીઓ અને તે ઝરાઓ લોહી થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:4
10 Iomraidhean Croise  

તેમણે ઇજિપ્તનાં નદીનાળાંનાં પાણી રક્તમાં ફેરવી દીધાં હતાં, તેથી ઇજિપ્તવાસીઓ તેમનાં પાણી પી ન શક્યા.


પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારા હાથમાં લાકડી લઈને તેને નદીઓ, નહેરો અને જળાશયો ઉપર લંબાવીને ઇજિપ્ત દેશ પર દેડકાં લાવ.”


“હું તમને બચાવવા આવ્યો ત્યારે અહીં કેમ કોઈ નહોતું? મેં હાંક મારી ત્યારે કેમ કોઈએ જવાબ આપ્યો નહિ? શું તમને છોડાવવા હું પહોંચી વળી શકું તેમ નથી? શું તમને બચાવવાને મારું બાહુબળ પૂરતું નથી? હું ધમકીમાત્રથી સમુદ્રને સૂકવી નાખું છું અને નદીઓને રણ બનાવી દઉં છું. પરિણામે, પાણીને અભાવે તેનાં માછલાં તરસે તરફડી મરે છે અને ગંધાઈ ઊઠે છે.


હું તેના પર્વતોને મૃતદેહોથી ભરી દઈશ અને યુદ્ધમાં માર્યા ગયેલાંના મૃતદેહોથી તેના ડુંગરો, ખીણો અને નાળાં છવાઇ જશે.


પોતાના ભાઈઓમાં એફ્રાઈમ ફળદ્રુપ થાય તો પણ હું રણપ્રદેશમાંથી પૂર્વનો ગરમ પવન મોકલીશ અને તે તેનાં સઘળાં ઝરણાં અને જળાશય સૂકવી નાખશે. તે સર્વ મૂલ્યવાન બાબતો ઘસડી જશે.


તેમને આકાશ બંધ કરી દેવાની સત્તા છે, જેથી તેઓ ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા હોય તે દરમિયાન વરસાદ નહિ પડે. વળી, તેમને ઝરણાંનું પાણી રક્તમાં ફેરવી નાખવાની સત્તા પણ છે. ગમે તેટલી વાર તેઓ પૃથ્વી પર દરેક પ્રકારની મરકી ફેલાવી શકે છે.


તેણે મોટે અવાજે પોકાર્યું, “ઈશ્વરનો ડર રાખો, અને તેમની મહાનતાની પ્રશંસા કરો! કારણ, તે માનવજાતનો ન્યાય કરે એ સમય આવી પહોંચ્યો છે. આકાશ, પૃથ્વી, સમુદ્ર અને ઝરણાંના સર્જનહારની ભક્તિ કરો.”


પાણી પર સત્તા ધરાવનાર દૂતને મેં એમ કહેતાં સાંભળ્યો, “હે પવિત્ર ઈશ્વર, તમારા આપેલા ચુકાદાની બાબતમાં તમે ન્યાયી છો; તમે વર્તમાનકાળમાં જેવા ન્યાયી છો, તેવા ભૂતકાળમાં યે હતા.


Lean sinn:

Sanasan


Sanasan