Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પહેલા દૂતે જઈને તેનો પ્યાલો પૃથ્વી પર રેડી દીધો. એથી પેલા પશુની છાપવાળા અને તેની મૂર્તિની પૂજા કરનાર લોકોના શરીર પર ભયાનક અને પીડાકારક ગૂમડાં ફૂટી નીકળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી, ને જેઓ તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ધારું થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પ્રથમ દૂતે જગ્યા છોડી. તેણે તેનું પ્યાલું જમીન પર રેડી દીધું. પછી બધા લોકો જેઓના પર પ્રાણીની છાપ હતી અને જેઓએ તેની મૂર્તિની પૂજા કરી તેઓને પીડાકારક અને ત્રાસદાયક ગુમડાં થયાં.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:2
22 Iomraidhean Croise  

તમને આંતરડાંનો અસાય રોગ લાગુ પડશે. એ રોગ વધી જતાં છેવટે તમારાં આંતરડાં બહાર નીકળી પડશે.”


એ બનાવો પછી પ્રભુએ રાજાને આંતરડાનો ભારે દુ:ખદાયક રોગ લાગુ પાડયો.


ઈશ્વરે આકાશમાંથી પૂર્વનો પવન ફૂંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણનો પવન ચલાવ્યો.


પણ હું તેમને શિક્ષા કરીશ. હું તેમના માથામાં ઘારાં પાડીશ અને તેમને બોડી બનાવી દઈશ.”


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે!


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


પ્રભુ તમને ઇજિપ્તના લોકોને થયા હતાં તેવાં ગૂમડાં, ગાંઠો, રક્તપિત્ત અને ખસ-ખૂજલીથી મારશે.


પ્રભુ તમારાં ધૂંટણ અને પગ પીડાકારક અને અસાય ધારાથી છાઈ દેશે અને પગના તળિયાથી માથાના તાલકા સુધી તમે ગૂમડાંથી ઢંકાઈ જશો.


પ્રભુ તમારી મધ્યેથી સર્વ રોગો દૂર કરશે; અને ઇજિપ્ત દેશમાં જે ભયાનક રોગો વિષે તમે જાણ્યું તેમાંનો કોઈ રોગ તે તમારા પર લાવશે નહિ; પણ તે તમારા શત્રુઓ પર તે લાવશે.


તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો.


પછી વાદળ પર બિરાજનારે પોતાનું દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ.


એ બે દૂત પછી ત્રીજો દૂત આવ્યો અને તેણે મોટે અવાજે પોકાર્યું, “જે કોઈ પ્રથમ પશુની અને તેની પ્રતિમાની ભક્તિ કરશે અને તેની છાપ કપાળે અથવા પોતાના હાથ પર લગાવશે,


પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે સાત દૂતોને કહ્યું, “જાઓ, ઈશ્વરના કોપથી ભરેલા એ સાત પ્યાલાઓ પૃથ્વી પર રેડી દો!”


એટલે તેના રાજ્ય પર અંધકાર વ્યાપી ગયો અને માણસો વેદનાના માર્યા જીભો કરડવા લાગ્યા તથા પીડા અને ગૂમડાને લીધે સ્વર્ગમાંના ઈશ્વરને શાપ આપ્યો. તેઓ પોતાના ભૂંડા માર્ગોથી પાછા ફર્યા નહિ.


પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.


પ્રભુએ આશ્દોદના લોકોને આકરી શિક્ષા કરી અને તેમનો નાશ કર્યો. તેમણે તેમને અને આસપાસના પ્રદેશના સર્વ લોકોને પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.


તેથી તેઓ તેને ત્યાં લઈ ગયા. પણ તે ત્યાં પહોંચ્યા પછી પ્રભુએ એ નગર પર પ્લેગની મોટી આફત લાવ્યા. શહેરના નાનામોટા સૌ લોકોને પ્રભુએ પ્લેગની ગાંઠોના રોગથી માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan