Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:14 - પવિત્ર બાઇબલ C.L.

14 એ તો ચમત્કાર કરનાર ભૂતોના આત્માઓ છે. એ ત્રણ આત્માઓ, સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસે તેમની સામે યુદ્ધે ચઢવા આખી પૃથ્વીના રાજાઓને સંગઠિત કરવા નીકળી પડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 કેમ કે તેઓ ચમત્કારો કરનારા દુષ્ટ આત્માઓ છે, જેઓ સર્વ શક્તિમાન ઈશ્વરના મહાન દિવસની લડાઈને માટે આખા જગતના રાજાઓને એકત્ર કરવા માટે તેઓની પાસે બહાર જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 (આ અશુદ્ધ આત્માઓ શેતાનના આત્માઓ તરફથી છે. તેઓ પાસે ચમત્કારો કરવાની શક્તિ છે. આ દુષ્ટ આત્માઓ આખી દુનિયાના રાજાઓ પાસે જવા નીકળ્યા. જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઇને માટે રાજાઓ ને ભેગા કરવા બહાર નીકળ્યા.)

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:14
33 Iomraidhean Croise  

તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”


જો કોઈ સંદેશવાહક ભોળવાઇને ખોટો ઉત્તર આપે તો માનવું કે મેં પ્રભુએ જ એ સંદેશવાહકને ભ્રમમાં પડવા દીધો છે અને હું મારા ઇઝરાયલી લોકોમાંથી તેનો નાશ કરીશ.


ઈશ્વરના રાજનો આ શુભસંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવે તે પછી જ અંત આવશે.


કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શકાય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકને પણ છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્‌ભૂત કાર્યો કરી બતાવશે.


કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો પ્રગટ થશે. બની શકે તો ઈશ્વરના પસંદ કરેલા લોકોને છેતરવા માટે તેઓ ચિહ્નો અને અદ્‍ભુત કામો કરશે.


સમ્રાટ ઓગસ્તસે પોતાના રાજ્યકાળ દરમિયાન એકવાર એવો હુકમ બહાર પાડયો કે વસ્તી ગણતરી માટે સામ્રાજ્યના બધા નાગરિકો પોતાની નોંધણી કરાવે.


તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે.


સૌ પ્રથમ હું તમ સર્વને માટે ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું; કારણ, આખી દુનિયામાં તમારા વિશ્વાસની વાત જાહેર થઈ છે.


એ દુષ્ટ વ્યક્તિ શેતાનની શક્તિ સહિત આવશે અને સર્વ પ્રકારના ચમત્કારો, જુઠ્ઠી નિશાનીઓ અને અદ્‍ભુત કાર્યો કરી બતાવશે.


પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.


આ પ્રકારનું જ્ઞાન ઈશ્વર તરફથી નથી, પણ તે દુન્યવી, વિષયી અને શેતાની છે.


આ બધા રાજાઓએ ઇઝરાયલની સામે લડવા માટે પોતાનાં લશ્કરી દળો સંગઠિત કરીને આવ્યા અને મેરોમના વહેળા પાસે એકત્ર છાવણી નાખી.


આપણે જાણીએ છીએ કે સમગ્ર દુનિયા દુષ્ટના અધિકાર નીચે છે, પણ આપણે આપણા ઈશ્વરનાં છીએ.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


પશુનું એક માથું ઘવાયેલું લાગતું હતું, પણ તે જીવલેણ ઘા રુઝાઈ ગયો હતો. આખી પૃથ્વી આશ્ર્વર્યચકિત થઈને તે પશુને અનુસરવા લાગી.


પછી પેલા આત્માઓએ જેને હાર-માગેદોન કહેવાય છે તે સ્થળે રાજાઓને એકઠા કર્યા.


પછી મેં વેદીનો પ્રતિભાવ પણ સાંભળ્યો: “હા પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, તમારા ચુકાદા ખરેખર સાચા અને ન્યાયી છે!”


તેઓ હલવાનની વિરુદ્ધ લડશે, પણ હલવાન અને તેના આમંત્રિતો, પસંદ કરેલા અને વફાદાર અનુયાયીઓ તેમને હરાવશે. કારણ, તે હલવાન તો પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે.


અને તે દુનિયામાં વિખરાયેલી વિધર્મી પ્રજાઓને એટલે ગોગ અને માગોગને ગેરમાર્ગે દોરવા નીકળી પડશે. શેતાન તેમને યુદ્ધ માટે એકત્ર કરશે.


ધીરજપૂર્વક સહન કરવાની મારી આજ્ઞાનું તેં પાલન કર્યું છે તેથી લોકોની ક્સોટી કરવા આખી દુનિયા પર આવી પડનાર વિપત્તિમાં હું તને સંભાળી રાખીશ.


તેમના કોપનો મહાન દિવસ આવી લાગ્યો છે અને તેમની સામે કોણ ટકી શકે?”


Lean sinn:

Sanasan


Sanasan