Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 16:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે સાત દૂતોને કહ્યું, “જાઓ, ઈશ્વરના કોપથી ભરેલા એ સાત પ્યાલાઓ પૃથ્વી પર રેડી દો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી, તેણે સાત દૂતને કહ્યું, “તમે જાઓ, અને ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, ‘તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી મેં મંદિરમાથી મોટા સાદે વાણી સાંભળી. તે વાણીએ સાત દૂતોને કહ્યું, કે “જાઓ અને દેવના પૂર્ણ કોપથી ભરેલા સાત પ્યાલા પૃથ્વી પર રેડી દો.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 16:1
17 Iomraidhean Croise  

જે વિધર્મી રાષ્ટ્રો તમારો અનાદર કરે છે, અને જે પ્રજાઓ તમારે નામે પ્રાર્થના કરતી નથી, તેમના પર તમારો કોપ વરસાવો.


પરંતુ જે પ્રજાઓ તમને માનતી નથી, અને તમારે નામે ભક્તિ કરતી નથી તેમના પર તમારો રોષ ઠાલવો. કારણ, તેઓ યાકોબના વંશજોને ભરખી ગયા છે; અરે, ભરખી જઈને તેમને તદ્દન ખતમ કરી નાખ્યા છે, તેમનો વિનાશ કર્યો છે અને તેમના રહેઠાણને ઉજ્જડ કર્યું છે.”


ઈશ્વરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરુબો નીચેનાં ફરતાં પૈડાંઓની વચમાં જા અને તેમાંથી ખોબો ભરીને સળગતા અંગારા લે અને તેમને નગર પર વેરી દે. મારા દેખતાં તે અંદર ગયો.”


આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.”


પ્રભુ કહે છે, “થોભો અને હું પ્રજાઓને દોષિત ઠરાવવાનો છું એ દિવસની રાહ જુઓ. મારા કોપની ભયંકરતાનો અનુભવ કરાવવા માટે મેં પ્રજાઓ અને રાજ્યોને એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. સમસ્ત પૃથ્વી મારા કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જશે.”


પછી સ્વર્ગમાંનું ઈશ્વરનું મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું અને ઈશ્વરના કરારની પેટી મંદિરમાં જોવામાં આવી. પછી વીજળીના ચમકારા, કડાકા અને મેઘગર્જના થવા લાગ્યાં. પૃથ્વી પર ધરતીકંપ થયો અને કરાનો ભારે વરસાદ વરસ્યો.


પછી બીજો દૂત મંદિરમાંથી બહાર આવ્યો અને વાદળ પર બિરાજનારને બૂમ પાડીને કહ્યું, “તમારું દાતરડું ચલાવો અને ફસલ કાપવાની શરૂઆત કરો; કારણ, પૃથ્વીનો પાક પાકી ચૂક્યો છે અને લણવાનો સમય આવી પહોંચ્યો છે!”


પછી અગ્નિ પર અધિકાર ધરાવનાર બીજો એક દૂત વેદીએથી બહાર આવ્યો. તેણે મોટે અવાજે ધારદાર દાતરડાવાળા દૂતને બૂમ પાડી, “તારું દાતરડું ચલાવ અને પૃથ્વીની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો કાપી લે, કારણ, દ્રાક્ષો પાકી ગઈ છે!”


એ પછી મેં બીજું એક રહસ્યમય અને આશ્ર્વર્યકારક દૃશ્ય જોયું. સાત દૂતો સાત આફતો સાથે ઊભા હતા. આ અંતિમ આફતો હતી. કારણ, તેઓ ઈશ્વરના કોપનો અંતિમ તબક્કો દર્શાવે છે.


પછી સાતમા દૂતે તેનો પ્યાલો વાતાવરણમાં રેડી દીધો અને મંદિરમાંના રાજ્યાસન પરથી એક મોટો અવાજ આવ્યો, “સઘળું પૂરું થયું!”


તેમણે તને એ દુષ્ટ અમાલેકીઓનો નાશ કરવા માટે મોકલ્યો. તેમનો બધાનો નાશ થાય ત્યાં સુધી લડવાને તેમણે તને કહ્યું હતું.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan