Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 15:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ઈશ્વરના પ્રભાવથી અને તેમના ગૌરવમાંથી નીકળતા ધૂમાડાથી મંદિર ભરાઈ ગયું અને સાત દૂતો દ્વારા આવનાર સાત આફતોનો અંત આવે નહિ ત્યાં સુધી મંદિરમાં કોઈ જઈ શકાયું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને ઈશ્વરના મહિમાના તથા તેમના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને સાત દૂતના સાત અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શકયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વરના ગૌરવના તથા તેમના પરાક્રમના ધુમાડાથી ભક્તિસ્થાન ભરાઈ ગયું; સાત સ્વર્ગદૂતોની સાત આફતો પૂરી થઈ ત્યાં સુધી કોઈથી ભક્તિસ્થાનમાં પ્રવેશ કરી શકાયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તે મંદિર દેવ મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી ભરાયેલું હતું. જ્યાં સુધી સાત દૂતોની સાત વિપત્તિઓ પૂરી ન થઈ ત્યાં સુધી મંદિરમાં કોઈ પ્રવેશ કરી શક્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 15:8
14 Iomraidhean Croise  

પ્રભુની ગર્જના મજબૂત એલોનવૃક્ષોને હચમચાવી નાખે છે, અને વનવૃક્ષોનાં ડાળપાંદડાં ખરી પડે છે. તે સમયે તેમના મંદિરમાં સઘળા પોકારે છે: “ગૌરવ”


આખો સિનાઈ પર્વત ધુમાડાથી છવાઈ ગયો. કારણ, પ્રભુ પર્વત પર અગ્નિ દ્વારા ઊતર્યા હતા. તે ધૂમાડો ભઠ્ઠીના ધૂમાડાની જેમ ઉપર ચડતો હતો. આખો પર્વત કંપી ઊઠયો.


તેમના પોકારોથી મંદિરના પાયા હચમચી ગયા અને મંદિર ધૂમાડાથી ભરાઈ ગયું.


પછી પ્રભુએ મને કહ્યું, “જો મોશે અને શમુએલ જાતે જ મારી સમક્ષ તેમને માટે મયસ્થી કરે, તો પણ આ લોકો પર હું દયા દર્શાવીશ નહિ. હું તેમને હાંકી કાઢીશ અને મારી સમક્ષથી દૂર મોકલી દઈશ.


તમે કોપના વાદળ પાછળ છુપાઈ ગયા હતા; તેથી અમારી પ્રાર્થનાઓ પેલે પાર જઈ શકી નહિ.


ત્યાર પછી પ્રભુએ મોશેને કહ્યું, “ તું તારા ભાઈ આરોનને કહે કે પરમ પવિત્રસ્થાનમાં પડદાની અંદરના ભાગમાં કરારપેટીના દયાસન આગળ તેણે નિયત સમયે જ આવવું; નહિ તો તે માર્યો જશે; કારણ, દયાસન પર વાદળ મધ્યે હું દર્શન દઉં છું.


અરે, ઈશ્વરનાં જ્ઞાન અને પ્રજ્ઞાની સંપત્તિ કેવી અગાધ છે! તેમના નિર્ણયોને કોણ સમજાવી શકે? તેમના માર્ગોને કોણ સમજી શકે?


તેઓ પ્રભુની હાજરીમાંથી અને તેમના મહિમાવંત સામર્થ્યમાંથી અલગ રહેશે અને સાર્વકાલિક નાશની શિક્ષા ભોગવશે.


એ પછી મેં બીજું એક રહસ્યમય અને આશ્ર્વર્યકારક દૃશ્ય જોયું. સાત દૂતો સાત આફતો સાથે ઊભા હતા. આ અંતિમ આફતો હતી. કારણ, તેઓ ઈશ્વરના કોપનો અંતિમ તબક્કો દર્શાવે છે.


તેણે મને પવિત્ર નગર યરુશાલેમ સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું બતાવ્યું. તે ઈશ્વરના ગૌરવથી ઝળકતું હતું. તે શહેરનો ચળક્ટ રાતા મણિના જેવા અમૂલ્ય રત્નના જેવો અને સ્ફટિક જેવો શુદ્ધ હતો.


Lean sinn:

Sanasan


Sanasan