Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 15:6 - પવિત્ર બાઇબલ C.L.

6 સાત આફતો લઈને સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેમણે સ્વચ્છ અને ચળક્તાં અળસી રેસાનાં શ્વેત વસ્ત્રો પહેર્યાં હતાં અને તેમની છાતીએ સોનાના પટ્ટા બાંધેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જે સાત દૂતની પાસે સાત અનર્થ હતા, તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્‍ત્ર પહેરેલાં હતાં, તથા છાતી પર સોનાના પટા બાંધેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત આફતો હતી, તેઓ ભક્તિસ્થાનમાંથી બહાર આવ્યા; તેઓએ સ્વચ્છ તથા ચળકતાં શણનાં વસ્ત્ર પહેરેલાં હતાં, તથા કમર પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને સાત વિપત્તિઓ સાથે સાત દૂતો મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ ચળકતાં શણનાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓએ તેઓની છાતીની આજુબાજુ સોનાના પટ્ટા પહેર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 15:6
9 Iomraidhean Croise  

મેં ઊંચે જોયું તો અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલો અને ઉફાઝના શુદ્ધ સોનાનો પટ્ટો પહેરેલો એક માણસ મેં જોયો.


તેઓ એ અંગે વિમાસણમાં પડી ગઈ. અચાનક ઝળહળતાં વસ્ત્રો પહેરેલા બે માણસો તેમની પાસે ઊભા રહ્યા.


તેમની મયે મેં માનવપુત્ર જેવા એકને જોયા. તેમણે પગની પાની સુધી પહોંચે એવો ઝભ્ભો પહેર્યો હતો અને છાતી ઉપર સોનાનો પટ્ટો બાંધ્યો હતો. તેમના માથાના વાળ ઊન જેવા અને બરફ જેવા સફેદ હતા


પછી બીજો દૂત મંદિરમાંથી બહાર આવ્યો અને વાદળ પર બિરાજનારને બૂમ પાડીને કહ્યું, “તમારું દાતરડું ચલાવો અને ફસલ કાપવાની શરૂઆત કરો; કારણ, પૃથ્વીનો પાક પાકી ચૂક્યો છે અને લણવાનો સમય આવી પહોંચ્યો છે!”


પછી મેં બીજા એક દૂતને મંદિરમાંથી બહાર આવતો જોયો. તેની પાસે પણ ધારદાર દાતરડું હતું.


એ પછી મેં બીજું એક રહસ્યમય અને આશ્ર્વર્યકારક દૃશ્ય જોયું. સાત દૂતો સાત આફતો સાથે ઊભા હતા. આ અંતિમ આફતો હતી. કારણ, તેઓ ઈશ્વરના કોપનો અંતિમ તબક્કો દર્શાવે છે.


તેને અળસી રેસાનું સ્વચ્છ અને ચળકતું વસ્ત્ર પહેરવા માટે આપવામાં આવ્યું છે. એ અળસી રેસાનું વસ્ત્ર તો ઈશ્વરના લોકોનાં ન્યાયી કૃત્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan