Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 14:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ કદી જૂઠું બોલ્યા નથી અને નિષ્કલંક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓના મોંમાં અસત્ય ન હતું. તેઓ નિર્દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓનાં મુખમાં અસત્ય નથી; તેઓ નિર્દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ લોકો અસત્ય બોલવાના દોષિત ન હતા. તેઓ નિર્દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 14:5
20 Iomraidhean Croise  

ધન્ય છે એ વ્યક્તિને કે જેના પર પ્રભુ ભૂંડાઈ આચરવાનો દોષ મૂક્તા નથી, અને જેનાં હૃદયમાં કંઈ કપટ નથી.


તો તમારી જીભને ભૂંડાઈથી સાચવો અને તમારા હોઠોને કપટી વાત બોલતાં અટકાવો.


તેની અંદર વિનાશ પથરાયેલો છે; તેની શેરીઓમાંથી અત્યાચાર અને ભ્રષ્ટાચાર દૂર થતાં નથી.


મારી પ્રત્યેક વાત હું પ્રામાણિક્તાપૂર્વક કહું છું; તેમાં કંઈ જ વાંકું કે વિપરીત નથી.


હે મારી પ્રિયતમા, તું કેવી રૂપાળી છે. તું ખોડખામી વિનાની સર્વાંગસુંદર છે.


દુષ્ટોની કબરોની જોડાજોડ જ તેની કબર રાખવામાં આવી અને તેની મરણાવસ્થામાં તે ધનવાનની સાથે હતો. કારણ, તેણે કંઈ હિંસા આચરી નહોતી કે તેના મુખમાં કંઈ કપટ નહોતું.


તેથી બીજા સાથી અધિકારીઓ અને રાજ્યપાલો દાનિયેલના રાજ્યવહીવટમાં કોઈક ભૂલ શોધવાનો પ્રયાસ કરતા હતા, પણ તેઓ શોધી શક્યા નહિ. કારણ, દાનિયેલ વિશ્વાસુ હતો અને કંઈ ખોટું કે બિનપ્રામાણિક કામ કરતો નહિ.


તેમનાં હૃદયો કપટી છે, અને હવે પોતાનાં પાપ માટે તેમણે સહન કરવું પડશે. ઈશ્વર તેમની વેદીઓ તોડી પાડશે અને તેમના પૂજાસ્તંભોનો નાશ કરશે.


ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.”


તેઓ ખોટું નહિ, પણ સાચું શિક્ષણ આપતા હતા. તેઓ મારી સાથે સુસંગત રીતે રહેતા; તેઓ પોતે જ ન્યાયી વર્તન દાખવતા એટલું જ નહિ, પણ બીજાઓને પણ દુરાચરણથી અટકાવતા.


ઓ સર્પોના વંશજો, તમે તો ભૂંડા છો, પછી તમે કેવી રીતે સારી વાત કરી શકો? કારણ, જે મનમાં છે તે જ મુખ બોલે છે.


પછી પિલાતે મુખ્ય યજ્ઞકારો અને ટોળાને કહ્યું, “મને આ માણસમાં કંઈ દોષ દેખાતો નથી.”


ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!”


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


પણ હવે ઈશ્વરપુત્રના શારીરિક મરણની મારફતે ઈશ્વરે તમને તેમના મિત્રો બનાવ્યા છે; જેથી તે તમને પોતાની સમક્ષ પવિત્ર, શુદ્ધ અને નિર્દોષ રજૂ કરી શકે.


જો એ સાચું છે તો ખ્રિસ્તના રક્ત દ્વારા શુદ્ધતા મળે તે કેટલું વધારે શકાય છે! કારણ, સનાતન આત્મા દ્વારા તેમણે પોતાનું સંપૂર્ણ બલિદાન ઈશ્વરને અર્પણ કર્યું. તેમનું રક્ત આપણાં અંત:કરણોને મર્ત્ય કાર્યોથી શુદ્ધ કરે છે; જેથી આપણે જીવંત ઈશ્વરની સેવા કરી શકીએ.


એટલે કે, નાશવંત સોનારૂપાથી નહિ, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન જેવા હતા તેમના અમૂલ્ય રક્ત વડે તમને મુક્ત કરવામાં આવ્યા છે.


તેમણે કોઈ પાપ કર્યું ન હતું અને તેમના મુખમાંથી કદી જૂઠ નીકળ્યું નથી.


શાસ્ત્રમાં લખેલું છે, “જો કોઈએ જીવનમાં સુખી થવું હોય અને સારા દિવસો જોવા હોય, તો તેણે ભૂંડું બોલવાથી દૂર રહેવું અને જૂઠું બોલવું નહિ;


હવે જે તમને આત્મિક અધ:પતનથી બચાવી લેવા શક્તિમાન છે અને પોતાના ગૌરવની સમક્ષ તમને નિર્દોષ ગણી આનંદપૂર્વક આવકારવાના અધિકારી છે એવા એક જ ઈશ્વ2, જે આપણા ઈસુ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધારક છે. તેમને અનાદિકાળ, હમણાં અને સદાસર્વકાળ મહિમા, પ્રતાપ, પરાક્રમ અને સત્તા હો! આમીન.


Lean sinn:

Sanasan


Sanasan