Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 14:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેમને રિબાવતા અગ્નિનો ધૂમાડો સદાસર્વકાળ ઊંચે ચડયા કરશે. પશુની કે તેની પ્રતિમાની ભક્તિ કરનાર અને તેના નામની છાપ લગાવનાર દરેકને રાતદિવસ ચેન પડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢયા કરે છે. જેઓ શ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાતદિવસ વિશ્રાંતિ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓની પીડાનો ધુમાડો સદાસર્વકાળ સુધી ઉપર ચઢ્યાં કરે છે; જેઓ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લગાવે છે, તેઓને રાતદિવસ આરામ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને તેઓના ત્રાસમાંથી નીકળતો ધુમાડો સદા સર્વકાળ ઊંચે ચઢશે. જે લોકો પ્રાણીની તથા તેની મૂર્તિની પૂજા કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે, તેઓને રાત દિવસ આરામ નથી.”

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 14:11
30 Iomraidhean Croise  

તેણે સદોમ અને ગમોરા તરફ તેમ જ સમગ્ર ખીણપ્રદેશ તરફ જોયું તો ત્યાંથી ભઠ્ઠીના ધૂમાડાની જેમ ધૂમાડો ઉપર ચડતો હતો.


પ્રભુ સાર્વકાલિક રાજા છે; તેમની ભૂમિ પરથી અન્ય દેવોના ઉપાસકો નષ્ટ થશે.


હે મારા ઈશ્વર, મારા રાજા, હું લોકોમાં તમારી મહાનતા જાહેર કરીશ. હું સદાસર્વદા તમારા નામને ધન્ય કહીશ.


પ્રભુ, તમે સર્વકાળ રાજ કરો છો.”


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


તે રાતદિવસ બળ્યા જ કરશે અને તેનો ધૂમાડો સતત ઉપર ચડયા કરશે. દેશ કાયમને માટે વેરાન થશે અને કોઈ તેમાં થઈને મુસાફરી કરશે નહિ.


એ તો સિયોનના પક્ષની હિમાયત કરી તેના દુશ્મનો પર વૈર વાળવાનો પ્રભુનો દિવસ હશે.


પણ દુષ્ટો તો ક્દવકીચડ ફેંક્તા ઊછળતા મોજાંવાળા અશાંત સમુદ્ર જેવા છે.”


જે કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને તેની પૂજા નહિ કરે, તેને તે જ પળે ભડભડતી અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે.


આકાશમાં અને પૃથ્વી ઉપર હું ચેતવણીનાં ચિહ્નો દેખાડીશ; રક્તપાત, અગ્નિ અને ધૂમાડાનાં વાદળો થશે.


ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


એ લોકોને સાર્વકાલિક સજાને માટે મોકલી આપવામાં આવશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવન મેળવશે.


એ દેશોમાં તમને કંઈ નિરાંત મળશે નહિ, તમારે અહીંતહીં રઝળવું પડશે. ત્યાં પ્રભુ તમને ધ્રૂજતું હૃદય, ધૂંધળી આંખો અને ઝૂરતું મન આપશે.


પરંતુ પુત્ર માટે ઈશ્વર કહે છે:


પછી સાતમા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું અને સ્વર્ગમાં મોટા અવાજો બોલતા સંભળાયા, “પૃથ્વી પર રાજ કરવાની સત્તા હવે આપણા પ્રભુની અને તેમના ખ્રિસ્તની છે અને તે સદાસર્વકાળ રાજ કરશે!”


તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો.


બીજા પશુને પ્રથમ પશુની પ્રતિમામાં પ્રાણ પૂરવાની સત્તા આપવામાં આવી હતી; જેથી તે પ્રતિમા બોલે અને જેઓ તેની ભક્તિ ન કરે તેમને તે મારી નાખે. તે બીજા પશુએ નાના કે મોટા,


એ છાપ વગર કોઈ વેચી કે ખરીદી શકે નહિ. તે છાપ તો પશુનું નામ અથવા તેના નામની સંખ્યા દર્શાવતો આંકડો છે.


એ બે દૂત પછી ત્રીજો દૂત આવ્યો અને તેણે મોટે અવાજે પોકાર્યું, “જે કોઈ પ્રથમ પશુની અને તેની પ્રતિમાની ભક્તિ કરશે અને તેની છાપ કપાળે અથવા પોતાના હાથ પર લગાવશે,


અને તેના બળવાનો ધૂમાડો જોઈને રડવા લાગ્યા, “આ મહાનગરી જેવી બીજી કોઈ હતી નહિ!”


તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.


તેમણે ફરી પોકાર કર્યો, “હાલ્લેલુયા! બળતી મહાનગરીનો ધૂમાડો સદાસર્વકાળ ઉપર ચઢતો રહેશે!”


પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે.


હવે પછી રાત પડશે નહિ, અને તેમને દીવાના કે સૂર્યના પ્રકાશની જરૂર પડશે નહિ. કારણ, ઈશ્વર પ્રભુ પોતે જ તેમનો પ્રકાશ છે અને તેઓ રાજાઓ તરીકે સદાસર્વકાળ રાજ કરશે.


“આમીન! સ્તુતિ, ગૌરવ, જ્ઞાન, આભાર, સન્માન, પરાક્રમ અને સામર્થ્ય સદા સર્વકાળ આપણા ઈશ્વરને હો! આમીન!”


Lean sinn:

Sanasan


Sanasan