Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 14:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેણે પાણી મેળવ્યા વિના પાત્રમાં નિતારેલ જલદ દારૂ જેવો ઈશ્વરનો કોપ જાતે જ પીવો પડશે. એવું કરનારા બધા લોકો પવિત્ર દૂતો અને હલવાનની સમક્ષ અગ્નિ તથા ગંધકમાં રિબાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તો તે પણ ઈશ્વરનો કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે, તેમાંથી પીશે; અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રિબાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તો તે પણ ઈશ્વરના કોપરૂપી દ્રાક્ષારસ, જે તેમના ક્રોધના પ્યાલામાં પૂર્ણ શક્તિથી રેડેલું છે, તે પીવો પડશે; અને પવિત્ર સ્વર્ગદૂતોની તથા હલવાનની સમક્ષ અગ્નિમાં તથા ગંધકમાં તે દુઃખ ભોગવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે વ્યક્તિ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ પીશે. આ દ્રાક્ષારસ દેવના કોપના પ્યાલામાં તેની પૂર્ણ શક્તિથી તૈયાર થયો છે. તે વ્યક્તિ પવિત્ર દૂતો અને હલવાનની આગળ સળગતા ગંધકથી રિબાશે.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 14:10
45 Iomraidhean Croise  

ત્યારે પ્રભુએ સદોમ અને ગમોરા પર આકાશમાંથી ગંધક અને આગ વરસાવ્યાં.


તેના તંબૂને આગ લગાડવામાં આવી છે, અને તેના નિવાસ પર ગંધક વેરવામાં આવ્યો છે.


તેમની પોતાની જ આંખોને તેમના વિનાશનો પ્યાલો જોવા દો, અને તેમને જાતે જ સર્વસમર્થના કોપનો પ્યાલો પીવા દો.


તે દુષ્ટો પર સળગતા અંગારા અને બળતો ગંધક વરસાવશે; દઝાડતી લૂ તેમના પ્યાલાનો હિસ્સો બનશે.


પ્રભુની પ્રતીક્ષા કર, તેમણે ચીંધેલા માર્ગે ચાલ. વચનના પ્રદેશનો વારસ બનાવી તે તને ઉન્‍નતિ બક્ષશે, અને તું દુષ્ટોનો ઉચ્છેદ જોશે.


નેકજનો એ જોશે અને ભયભીત થશે. તેઓ તારો ઉપહાસ કરતાં કહેશે:


તમે અમને, તમારા લોકને ભારે દુ:ખના દિવસો બતાવ્યા છે; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષાસવ પાયો છે.


તેથી માણસો તેમની પાછળ પાછળ જાય છે, અને દુષ્ટોની વાતો આતુરતાથી માની લે છે.


પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે.


તું તારી આંખોથી માત્ર તે વિનાશ જોશે, અને દુષ્ટોને મળતી સજા નિહાળશે.


મૂર્ખાઈ કરો અને મૂર્ખ બનો. આંખો ફોડીને આંધળા બનો. દ્રાક્ષાસવ પીધા વિના પીધેલા બનો. દારૂ પીધા વિના લથડિયાં ખાઓ.


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


અદોમની નદીઓ ડામરમાં અને તેની ધૂળ ગંધકમાં ફેરવાઈ જશે. આખો દેશ બળતા ડામર જેવો થશે.


હે યરુશાલેમ નગરી, જાગ, જાગ, ઊભી થા! તેં પ્રભુના હાથમાંથી તેમના કોપનો પ્યાલો પીધો છે. તેં માણસોને લથડિયાં ખવડાવનાર મોટો પ્યાલો ગટગટાવી જઈને તેને તળિયાઝાટક કર્યો છે.


પછી પ્રભુએ મને કહ્યું, “તું તેમને આમ કહે: ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: હું તમારા પર યુદ્ધ મોકલું છું; તેથી તમે ચકચૂર બનો ત્યાં સુધી પીઓ, અને પછી વમન કરો! પછી એવા પડો કે ફરીથી ઊભા ન થઈ શકો!


વળી, પ્રભુ આ પ્રમાણે કહે છે, “જેઓ ખરેખર સજાપાત્ર નહોતા છતાં પણ તેમને સજાનો પ્યાલો પીવો પડયો, તો પછી શું તમે સજામાંથી બિલકુલ બચી જશો? ના, તમે સજામાંથી છટકી શકશો નહિ; તમારે પણ એ સજાનો પ્યાલો પીવો જ પડશે.


હું તેના શાસકોને, જ્ઞાનીઓને, રાજ્યપાલોને, અધિકારીઓને તથા સૈનિકોને પીવડાવીને ચકચૂર બનાવીશ. તેઓ ચિરનિદ્રામાં પોઢી જશે અને ફરી કદી જાગશે નહિ.” આ તો રાજાની, હા, જેમનું નામ સેનાધિપતિ યાહવે છે તે ઈશ્વરની વાણી છે.


હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો.


બધા માણસો જોશે કે મેં, પ્રભુએ તે આગ લગાડી છે અને તે કોઈથીય બુઝાવી શકાય તેવી નથી.”


હું તેને રોગચાળાથી અને રક્તપાતથી સજા કરીશ. હું તેના પર, તેના સૈન્ય પર અને તેની સાથેની અનેક પ્રજાઓ ઉપર ધોધમાર વરસાદ, કરા, આગ અને ગંધક વરસાવીશ.


સન્માનને બદલે લજ્જિત થવાનો તમારો પણ વારો આવશે. તમે પીને લથડિયાં ખાશો; હા, પ્રભુ તરફથી તમારે તમારી સજાનો પ્યાલો પીવો પડશે અને તમારી કીર્તિ રગદોળાઈ જશે.


ઈસુએ જવાબ આપ્યો, તમારી માગણી સમજ વરની છે. હું હાલ જે પ્યાલો પીવાનો છું તે શું તમે પી શકશો? તેમણે જવાબ આપ્યો, હા, અમે તેમ કરી શકીએ છીએ.


ત્યાર પછી જેઓ ડાબી તરફ છે તેમને તે કહેશે, ’તમે જેઓ ઈશ્વરના કોપ નીચે છો તેઓ મારાથી દૂર થાઓ. શેતાન અને તેના સેવકોને માટે જે સાર્વકાલિક અગ્નિ તૈયાર કરવામાં આવેલો છે તેમાં પડો.


પછી ઈસુ થોડેક દૂર ગયા અને તેમણે ભૂમિ પર ઊંધે મુખે શિર ટેકવીને પ્રાર્થના કરી, હે પિતા, શકાય હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો! તેમ છતાં મારી નહિ, પણ તમારી જ ઇચ્છા પૂર્ણ થાઓ.


તેથી જો કોઈ મારે વિષે અથવા મારા શિક્ષણ વિષે આ બેવફા અને દુષ્ટ જમાનામાં શરમાય, તો માનવપુત્ર પણ પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે ત્યારે તેને લીધે શરમાશે.”


બે હાથ લઈ નરકમાં જવું જ્યાં કોરી ખાનાર કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી હોલવાતો નથી, એ કરતાં ઠૂંઠા થઈ જીવનમાં દાખલ થવું એ તારે માટે સારું છે.


તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.”


પ્રભુએ પોતાના રોષમાં અને કોપમાં સદોમ, ગમોરા, આદમા અને સબોઈમનો વિનાશ કર્યો તેમના જેવી જ દશા તમારા દેશની થશે. એટલે કે, તેમાં ગંધક અને મીઠું જવાથી અને સૂકો ભઠ્ઠ થઈ જવાથી ત્યાં કંઈ વવાશે નહિ કે કંઈ ઊગશે નહિ. અરે, ત્યાં ઘાસ કે નકામા છોડ પણ ઊગશે નહિ.


વળી, ઈશ્વર અમારી સાથે તમ સહન કરનારાઓને રાહત આપશે. પ્રભુ ઈસુ તેમના શક્તિશાળી દૂતોની સાથે ભભૂક્તી અગ્નિજ્વાળા સાથે સ્વર્ગમાંથી પ્રગટ થશે.


એ જ પ્રમાણે સદોમ અને ગમોરા તથા તેની આસપાસના વિસ્તારના નગરના લોકોએ વ્યભિચાર અને વિકૃત જાતીયકર્મો આચર્યાં હતાં. તેઓ સાર્વકાલિક અગ્નિની સજા ભોગવી રહ્યા છે અને સર્વને સ્પષ્ટ ચેતવણી મળે તે માટે ઉદાહરણરૂપ બન્યા છે.


પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે પેલા સાત દૂતને સર્વકાળ જીવનાર ઈશ્વરના કોપથી ભરેલા સાત પ્યાલા આપ્યા.


મહાનગરીના ત્રણ ભાગ થઈ ગયા. અને બધા જ દેશોનાં શહેરો નાશ પામ્યાં. ઈશ્વર બેબિલોન નગરીને ભૂલ્યા નહિ; પણ પોતાના કારમા કોપરૂપી દારૂનો પ્યાલો તેને પિવડાવ્યો.


કારણ, તેણે તેના વ્યભિચારરૂપી જલદ દારૂનો પ્યાલો બધી પ્રજાઓને પીવડાવ્યો છે. પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને દુનિયાના વેપારીઓ તેની લાલસાથી ભોગવિલાસની આવકમાંથી ધનવાન બન્યા છે.”


જે રીતે તે વર્તી છે તે રીતે તમે પણ તેની સાથે વર્તો, તેનાં કાર્યોનો બમણો બદલો આપો. તેણે તૈયાર કરેલાં પીણાં કરતાં બમણાં જલદ પીણાંથી તેનો પ્યાલો ભરી દો.


એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


પછી તેમને છેતરનાર શેતાનને ગંધક અને અગ્નિના કુંડમાં નાખવામાં આવ્યો. ત્યાં પશુ અને જૂઠા સંદેશવાહકને અગાઉથી ફેંકવામાં આવ્યા છે અને તેઓ રાતદિવસ સદાસર્વકાળ રિબાયા કરશે.


પછી મૃત્યુને અને હાડેસને અગ્નિકુંડમાં ફેંકી દેવામાં આવ્યાં. આ અગ્નિકુંડ એ જ બીજીવારનું મરણ છે.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


Lean sinn:

Sanasan


Sanasan