Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 13:2 - પવિત્ર બાઇબલ C.L.

2 મેં જોયેલું પશુ ચિત્તા જેવું, તેના પગ રીંછના પગ જેવા અને મોં સિંહના મોં જેવું હતું. પેલા પ્રચંડ અજગરે એ પશુને તેની પોતાની સત્તા, ગાદી અને વિશાળ અધિકાર આપ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જે શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવ હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા મોટો અધિકાર આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ શ્વાપદ ચિત્તા જેવું દેખાતું હતું તેના પગ રીંછના પગ જેવા હતા. તેને સિંહના જેવું મોં હતું તે અજગરે તે શ્વાપદને તેની બધી જ સત્તા તેનું રાજ્યાસન અને મહાન અધિકાર આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 13:2
27 Iomraidhean Croise  

એલિશાએ તેમના તરફ ફરીને તાકી રહ્યો અને ઈશ્વર યાહવેને નામે તેમને શાપ દીધો. પછી જંગલની ઝાડીમાંથી બે રીંછણોએ આવીને તેમનામાંથી બેંતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


મને આ સિંહોના મુખથી અને સાંઢોના શિંગથી બચાવો! અને હવે તમે મને ઉત્તર દીધો છે!


મૂર્ખાઈમાં ચગેલા કોઈ મૂર્ખ કરતાં જેના બચ્ચાં છીનવાયાં હોય તેવી રીંછણનો સામનો કરવો એ સારું છે.


લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે.


તેમના સૈનિકોની ગર્જના સિંહની ત્રાડ જેવી છે. તેઓ સિંહનાં બચ્ચાની માફક ગર્જના કરશે અને ધૂરકશે. તેઓ શિકાર પકડીને ખેંચી જશે અને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


શું કોઈ કૂશી પોતાની ચામડીનો કાળો રંગ બદલી શકે? શું ચિત્તો પોતાનાં ટપકાં દૂર કરી શકે? જો એ શકાય બને તો દુષ્ટતા આચરવાને ટેવાયેલા તમે સદાચરણ કરી શકો!”


તેથી વનમાંનો સિંહ તેમને મારી નાખશે, અને રણનું વરૂ તેમને ફાડી ખાશે. તેમના નગર પાસે ચિત્તો ટાંપી રહેશે અને જે કોઈ બહાર નીકળશે તેને તે ચીરી નાખશે; કારણ, તેમના અપરાધો અસંખ્ય છે અને તેઓ ઈશ્વર સામે વારંવાર બંડખોર બન્યા છે.


“હું પ્રભુ તેમના શત્રુઓ પર સિંહની જેમ ગર્જીશ અને મારા લોક મને અનુસરશે. તેઓ પશ્ર્વિમમાંથી મારી પાસે ઉતાવળે આવશે.


વળી પ્રભુ કહે છે: “સિંહનાં મોંમાંથી ભરવાડ ભક્ષ થયેલા ઘેટાના બે પગ અને કાનનો ટુકડો પડાવી લે તેમ અત્યારે સમરૂનમાં વૈભવી પલંગોમાં એશઆરામ કરતા ઇઝરાયલી લોકોમાંથી થોડાનો જ બચાવ થશે.”


કોઈ માણસ સિંહથી નાસી છૂટે પણ તેને રીંછનો ભેટો થઈ જાય, અથવા ઘરમાં નાસી આવે અને દીવાલે હાથ ટેકવે તો સાપ કરડે એવો દિવસ એ હશે.


તેમના ઘોડા ચિત્તાઓ કરતાં વિશેષ ઝડપી અને વરુ કરતાં વિશેષ વિકરાળ છે. તેમના ઘોડેસવારો દૂરના દેશોમાંથી ધસમસતા આવે છે. પોતાના શિકાર પર તરાપ મારતા ગરુડની જેમ તેઓ અચાનક હુમલો કરે છે.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે.


જ્યારે પ્રચંડ અજગરને ખબર પડી કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે તેણે છોકરાને જન્મ આપનાર સ્ત્રીનો પીછો પકડયો.


પછી સર્પે પોતાના મોઢામાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડયો કે જેથી તે સ્ત્રી તેમાં તણાઈ જાય.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


તેણે પેલા પ્રથમ પશુની વિશાળ સત્તાનો તેની સમક્ષ ઉપયોગ કર્યો. તેણે પૃથ્વી અને તેના વસનારાઓ સર્વને પ્રથમ પશુની ભક્તિ કરવાની ફરજ પાડી. પ્રથમ પશુનો જીવલેણ ઘા રૂઝાઈ ગયો હતો.


બધા લોકોએ પ્રચંડ અજગરની ભક્તિ કરી. કારણ, તેણે પોતાનો અધિકાર એ પશુને આપ્યો હતો. તેમણે એ પશુની પણ ભક્તિ કરી અને કહ્યું, “આ પશુના જેવું કોણ છે? તેને કોણ હરાવી શકે?”


પછી પાંચમા દૂતે તેનો પ્યાલો પશુની ગાદી પર રેડી દીધો,


જે દશ શિંગડાં તેં જોયાં, તે દશ રાજાઓ છે. તેમને હજી રાજ્યાધિકાર મળ્યો નથી, પરંતુ તેમને પેલા પશુ સાથે એક ઘડીભર રાજ્ય કરવાનો અધિકાર આપવામાં આવશે.


પશુને અને તેની સાથે તેની હાજરીમાં ચમત્કાર કરનાર જૂઠા સંદેશવાહકને કેદ કરવામાં આવ્યા. એ સંદેશવાહકે ચમત્કારો કરીને પશુની છાપવાળાં અને પશુની મૂર્તિની પૂજા કરનારા લોકોને ભરમાવ્યા હતા. તે પશુ અને જૂઠો સંદેશવાહક એ બંનેને ગંધકથી બળતા અગ્નિના કુંડમાં ફેંકવામાં આવ્યાં.


‘હું જાણું છું કે જ્યાં શેતાનનું રાજ્યાસન છે ત્યાં તું વસે છે! તું તો મારા નામને વફાદાર રહ્યો છે અને જ્યાં શેતાન રહે છે ત્યાં મારા વફાદાર સાક્ષી આંતિપાસને મારી નાખવામાં આવ્યો એવા સમયમાં પણ તેં મારા પરના તારા વિશ્વાસનો ત્યાગ કર્યો નથી;


તેણે પેલા પ્રચંડ અજગર, એટલે પ્રાચીન સર્પ જે દુષ્ટ અને શેતાન છે, તેને એક હજાર વર્ષ માટે બાંધી દીધો.


Lean sinn:

Sanasan


Sanasan