Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 12:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પણ તે પ્રચંડ અજગરને હરાવવામાં આવ્યો અને તેનું તથા તેના દૂતોનું સ્વર્ગમાં કંઈ સ્થાન રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તોપણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહિ અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પણ તે અજગર જોઈએ તેટલો બળવાન ન હતો. તે અજગર અને દૂતોએ આકાશમાં તેઓનું સ્થાન ગુમાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 12:8
18 Iomraidhean Croise  

તેની દેખરેખ રાખનાર આંખો તેને ફરીથી જોશે નહિ; તેનું નિવાસસ્થાન તેને ફરીથી જોવા પામશે નહિ.


મૃત્યુ પામેલો માણસ પોતાને ઘેર પાછો આવશે નહિ, તેનું ઘર પણ તેને વીસરી જશે!


પણ જ્યારે એ વેલો તેની જગામાંથી ઉખેડી નંખાય છે, ત્યારે એ ત્યાં હતો કે નહિ તેની કોઈને ખબર પણ પડશે નહિ.


‘શત્રુઓએ બાળપણથી મારા પર અત્યંત જુલમ કર્યો છે, છતાં તેઓ મને નષ્ટ કરી શક્યા નથી.


મારા શત્રુઓને એમ કહેવા ન દો કે, “અમે તેના પર જીત પામ્યા છીએ,” અને મારા પતનમાં તેમને હર્ષ પામવા ન દો.


ટૂંક સમયમાં જ દુષ્ટો હતા ન હતા થઈ જશે, તું તેમને ખંતથી શોધશે, પણ તેમનું નામનિશાન જડશે નહિ.


તેઓ તારી સાથે લડાઈ કરશે પણ તને હરાવી શકશે નહીં, કારણ, તારું રક્ષણ કરવા હું તારી સાથે હોઈશ” હું પ્રભુ એ પોતે બોલ્યો છું.


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


“પ્રભુ, તમે સર્વ માણસોનાં હૃદયો પારખો છો. યહૂદા તો પોતાના સ્થાનમાં જવા માટે પ્રેષિત તરીકેની સેવાનું સ્થાન તજીને ગયો છે. ઓ પ્રભુ, એ સેવાના સ્થાન માટે આ બેમાંથી તમે કોને પસંદ કર્યો છે તે બતાવો.”


જે દૂતોએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું નહિ, પણ તેમને માટે ઠરાવેલ ક્ષેત્ર છોડી દીધું તેમને ઈશ્વરે ન્યાયના મહાન દિવસ સુધી નીચે ઘોર અંધકારમાં સનાતન બંધનની સાંકળોથી બાંધી રાખ્યા છે.


હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા!


પછી સ્વર્ગમાં યુદ્ધ જામ્યું. મીખાએલ અને તેના સાથી દૂતો તે પ્રચંડ અજગર વિરુદ્ધ લડયા. તે પ્રચંડ અજગરે પણ પોતાના દૂતોને સાથે રાખી સામી લડાઈ આપી.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan