Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 12:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પછી તે સ્ત્રીએ એક છોકરાને જન્મ આપ્યો, જે સઘળી પ્રજાઓ પર લોહદંડથી રાજ્ય કરશે. પણ તે છોકરાને ઝૂંટવીને ઈશ્વર અને તેમના રાજ્યાસન પાસે લઈ જવાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેને પુત્ર, નરબાળક, અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે, તેના બાળકને ઊંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજયાસન પાસે લઈ જવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ‘તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો’ જે નરબાળક હતો, તે સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો, તે તમામ દેશો પર લોઢાનાં દંડથી રાજ કરશે. અને તેના બાળકને દેવ પાસે અને તે ના રાજ્યાસન પાસે લઈ જવામા આવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 12:5
14 Iomraidhean Croise  

સિયોનનગરી તો વેદના થયા પહેલાં બાળકને જન્મ આપી દેનાર અને કષ્ટ ઊપડે તે પહેલાં પુત્ર જણી દેનાર સ્ત્રી જેવી છે.


તો હવે પ્રભુ પોતે તમને નિશાની આપશે: કન્યા સગર્ભા છે અને તેને પુત્ર જન્મશે અને તે તેનું નામ ઇમ્માનુએલ (ઈશ્વર આપણી સાથે) પાડશે.


હે મને બેવફા નીવડેલા લોકો, તમે ક્યાં સુધી રઝળતા રહેશો! કારણ, મેં પ્રભુએ પૃથ્વી પર નવીનતા ઉત્પન્‍ન કરી છે: સ્ત્રી પોતાના પતિને પુનર્મિલનમાં ભેટી પડી છે!


તેથી ગર્ભવતીને પુત્ર જન્મે ત્યાં સુધી પ્રભુ પોતાના લોકોને તજી દેશે. પછી તો એ પુત્રના જાત ભાઈઓમાંથી બચી ગયેલા લોકો દેશનિકાલમાંથી પાછા આવી બીજા ઇઝરાયલીઓ સાથે ભેગા થશે.


પણ મિર્યામે પુત્રને જન્મ આપ્યો નહિ ત્યાં સુધી તેણે તેની સાથે સમાગમ કર્યો નહિ. યોસેફે તે પુત્રનું નામ ઈસુ પાડયું.


શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા.


ખ્રિસ્તમાં હું એક એવા માણસને ઓળખું છું કે જેને ચૌદ વર્ષ પહેલાં છેક ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો હતો. (શરીરસહિત કે શરીર બહાર એની મને ખબર નથી, પણ ઈશ્વર જાણે છે.)


અને ત્યાં તેણે માણસોથી બોલી શકાય નહિ એવી એવી વાતો સાંભળી.


પછી તે બે સંદેશવાહકોએ સ્વર્ગમાંથી એક મોટી વાણી તેમને આમ કહેતી સાંભળી, “અહીં ઉપર આવો!” તેઓ તેમના શત્રુઓનાં દેખતાં વાદળ પર બેસીને સ્વર્ગમાં ગયા.


જ્યારે પ્રચંડ અજગરને ખબર પડી કે તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો છે ત્યારે તેણે છોકરાને જન્મ આપનાર સ્ત્રીનો પીછો પકડયો.


તેને થોડા સમયમાં જ પ્રસૂતિ થવાની હતી, અને પ્રસૂતિની પીડાને લીધે તે બૂમો પાડતી હતી.


એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan