Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 12:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેણે પોતાની પૂંછડીના સપાટાથી ત્રીજા ભાગના તારાઓ ઘસડીને પૃથ્વી પર નાખ્યા. પેલી સ્ત્રી જેને પ્રસૂતિ થવાની હતી તેની સામે તે અજગર ઊભો રહ્યો કે જેથી બાળક જન્મે કે તે તરત જ તેનો ભક્ષ કરી જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેનાં પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 12:4
22 Iomraidhean Croise  

“તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ ત્યારે પ્રસવ સમયે તેમનું ધ્યાન રાખો. જો તેમને પુત્ર જન્મે તો તમારે તેને મારી નાખવો, પણ જો પુત્રી જન્મે તો તેને જીવતી રહેવા દેવી.”


તે દિવસે પ્રભુ પોતાની તીક્ષ્ણ, મોટી અને મજબૂત તરવારથી સરકણા અને ગૂંચળું વળી જતા સાપ લિવયાથાનને સજા કરશે અને સમુદ્રમાં રહેતા રાક્ષસી અજગરનો સંહાર કરશે.


તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે.


જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે.


પછી સ્વર્ગમાં યુદ્ધ જામ્યું. મીખાએલ અને તેના સાથી દૂતો તે પ્રચંડ અજગર વિરુદ્ધ લડયા. તે પ્રચંડ અજગરે પણ પોતાના દૂતોને સાથે રાખી સામી લડાઈ આપી.


તેથી તે પ્રચંડ અજગરને નીચે પછાડવામાં આવ્યો! તે તો પ્રાચીન સર્પ, જે દુષ્ટ શેતાન તરીકે ઓળખાય છે તે જ છે. તે જ આખી દુનિયાને ગેરમાર્ગે દોરી જતો હતો. તેને તેના દૂતોની સાથે પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો.


મેં જોયેલું પશુ ચિત્તા જેવું, તેના પગ રીંછના પગ જેવા અને મોં સિંહના મોં જેવું હતું. પેલા પ્રચંડ અજગરે એ પશુને તેની પોતાની સત્તા, ગાદી અને વિશાળ અધિકાર આપ્યા.


બધા લોકોએ પ્રચંડ અજગરની ભક્તિ કરી. કારણ, તેણે પોતાનો અધિકાર એ પશુને આપ્યો હતો. તેમણે એ પશુની પણ ભક્તિ કરી અને કહ્યું, “આ પશુના જેવું કોણ છે? તેને કોણ હરાવી શકે?”


વળી, મેં દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્માઓને પ્રચંડ અજગરના મોંમાંથી, પશુના મોંમાંથી અને જૂઠા સંદેશવાહકના મોમાંથી નીકળતા જોયા.


જે સ્ત્રી તેં જોઈ તે તો પૃથ્વીના રાજાઓ પર શાસન ચલાવનાર મહાનગરી છે.


તેણે પેલા પ્રચંડ અજગર, એટલે પ્રાચીન સર્પ જે દુષ્ટ અને શેતાન છે, તેને એક હજાર વર્ષ માટે બાંધી દીધો.


પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે મશાલની પેઠે સળગતો એક મોટો તારો આકાશમાંથી ખર્યો, અને ત્રીજા ભાગની નદીઓ અને ઝરણાં પર પડયો.


તે તારાનું નામ તો “કડવાશ” છે. તેનાથી ત્રીજા ભાગનું પાણી કડવું થઈ ગયું અને તે કડવું પાણી પીવાથી ઘણાં મરી ગયાં.


પછી ચોથા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના તારાઓ પર ઘા થયો. તેથી તેમનું ત્રીજા ભાગનું તેજ જતું રહ્યું. દિવસના ત્રીજા ભાગ દરમિયાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમિયાન પ્રકાશ નહોતો.


પહેલા દૂતે પોતાનું રણશિંગડું વગાડયું, એટલે પૃથ્વી પર રક્તમિશ્રિત કરા અને અગ્નિ વરસ્યા. તેથી પૃથ્વીનો ત્રીજો ભાગ, વૃક્ષોનો ત્રીજો ભાગ અને બધું લીલું ઘાસ બળી ગયું.


પછી બીજા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે અગ્નિથી સળગતા એક મોટા પર્વત જેવું કંઈક સમુદ્રમાં ફેંકવામાં આવ્યું. તેથી સમુદ્રનો ત્રીજો ભાગ રક્તમાં ફેરવાઈ ગયો,


સમુદ્રના ત્રીજા ભાગનાં પ્રાણીઓ મરી ગયાં અને ત્રીજા ભાગનાં વહાણોનો નાશ થયો.


તેમને વીંછીની જેમ ડંખવાળી પૂંછડીઓ હતી અને તેમની પૂંછડીમાં માણસોને પાંચ મહિના સુધી રિબાવવાની શક્તિ હતી.


તે ઘોડાઓનું બળ તો તેમના મુખમાં અને તેમનાં પૂંછડાંમાં હતું. તેમના પૂંછડાં સાપના જેવાં અને માથાવાળાં હતાં. અને તે વડે તેઓ લોકોને નુક્સાન પહોંચાડતાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan